SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ ૨, ખંડ- ૧ હતી. સોમવિમલસૂરિના શિષ્ય આણંદસોમે ઈ.સ. ૧૫૬૩માં સોમવિમલસૂરિ રાસની રચના કરી છે, જેમાં સોમવિમલસૂરિના જીવન વિશેની માહિતી સચવાયેલી છે. સોમવિમલસૂરિનું નામ દીક્ષા પૂર્વે જસવંત હતું અને તેઓ ખંભાતના સમધર મંત્રીના વંશજ રૂપવંતના એ પુત્ર. એમની માતાનું નામ અમરાદે શિરોહીમાં પંડિતપદ, વિજાપુરમાં ઉપાધ્યાયપદ મેળવ્યા પછી ખંભાતમાં આચાર્ય પદવી સોમવિમલસૂરિએ મેળવી હતી અને ઈ.સ. ૧૫૮૧માં તેઓ કાળધર્મ પામ્યા હતા. સોમવિમલસૂરિએ શ્રેણિકરાસ, ધમિલરાસ, ચંપક શ્રેષ્ઠી રાસ, અને ક્ષુલ્લક કુમાર રાસ એ ચાર રાસકૃતિઓ ઉપરાંત કુમરગિરિમંડળ, શ્રી શાંતિનાથ સ્તવન, દશ દચંતના ગીતો, પટાવલિ સઝાય, ચસિમા શબ્દના ૧૦૧અર્થની સઝાય ઇત્યાદિ પદ્યકૃતિઓની રચના કરી છે. આ ઉપરાંત એમણે ગુજરાતી ગદ્યમાં કલ્પસૂત્ર બાલાવબોધની રચના પણ કરી છે. કવિએ ઈ.સ. ૧૫૪૭માં કુમારગિરિનગરમાં શ્રેણિકરાસની રચના કરી છે. એની કર્તાની હસ્તાક્ષરમાં લખાયેલી હસ્તપ્રત ઉપલબ્ધ છે. આ રાસનું અપર નામ “સમ્યકત્વસાર રાસ' છે. ચાર ખંડની ૬૮૧ કડીમાં કવિએ આ રાસની રચના કરી છે. સકલ જિનેશ્વર, સરસ્વતી દેવી અને ગૌતમ સ્વામીને પ્રણામ કરીને કવિ રાસની રચનાનો પ્રારંભ કરે છે - સકલ જિનવર સકલ જિનવર ચરણ વંદેવિ. દેવી શ્રી સરસતીતણા પાયકમલ બહુ ભક્તિ જુક્તિઓ, પ્રણમી ગોયમ સ્વામિવર, સુગુરુપાય, કમલ સ્તઓ, શ્રેણિક રાજા ગુણ નિલુઓ, બુદ્ધિ વિશાલ, રચિસુ રાસ હું તહતણો, સુણીઓ અતિહિ રસાલ. આ રાસમાં કવિએ ભગવાન મહાવીરસ્વામી અને ગૌતમ ગણધરના સમયમાં વિદ્યમાન ધર્મપ્રેમી રાજા શ્રેણિકના વૃત્તાન્તનું આલેખન કર્યું છે. રાજગ્રહ નગરીના પ્રસેનજિત રાજાને પોતાના પુત્રોમાં શ્રેણિક સૌથી વધુ બુદ્ધિમાન હોવાથી વહાલો હતો. અને એથી તેઓ પોતાની ગાદી શ્રેણિકને સોંપે છે. શ્રેણિક રાજ્ય કરે છે. જીવનનાં અંતિમ વર્ષોમાં એના પુત્રોમાંથી અજાતશત્રુ કુણિક શ્રેણિકને કેદ કરી ગાદીએ બેસે છે. પરંતુ કુણિક પોતાને મારી નાખવા આવે છે એમ સમજી પુત્રને હાથે મરવા કરતાં શ્રેણિક આત્મઘાત કરે છે. શ્રેણિક રાજા ભગવાન મહાવીરના સમકાલીન હતા અને ભગવાનની ઘણી સભાઓમાં જઈ ઉપદેશ સાંભળતા અને ઘણી વાર પોતાને થતા પ્રશ્નો ભગવાનને પૂછી સમાધાન મેળવતા. સોમવિમલસૂરિએ ઈ.સ. ૧૫૩૫માં ખંભાતમાં “ધમિલરાસ' નામની રાસકૃતિની
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy