SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી ભાષાનાં વિધાયક પરિબળો ૬૯ આ રીતે વિકસે છે જેથી ધ્વનિપરિવર્તન આઈ / અઈ > એ; પણ અઉ > ઓ, અઉં > ઉં આવું થાય છે. એ ઉપરથી એમ અનુમાન કરી શકાય કે જૂની ગુજરાતીકાળમાં જ અંત્ય ઈ-ઈ વચ્ચે ભેદ નહીં રહ્યો હોય, કારણકે અઈ-અઈ બંને એક જ રીતે -એ માં વિકસે છે. પણ અંત્ય ઉઉ વચ્ચે ભેદ અવશ્ય હશે, કારણ કે એ બંનેનો ઉત્તરકાલીન વિકાસ જુદો જુદો છે : -અઉ > -ઓ, પણ અઉં – -ઉં. જે સંજોગોમાં આ અંત્ય સાનુસ્વાર છે સાદા ઈ માં ભળી ગયો હશે એ સંજોગોનું અનુમાન, આપણે અર્વાચીન કાળમાં સાનુસ્વાર - આં અને સાનુસ્વાર - ૬ સાદા - આ અને સાદા - ૧ માં જે સંજોગોમાં ભળી જાય છે એને આધારે કરી શકીએ. જૂનીગુજરાતીકાળથી મધ્યગુજરાતી કાળમાં થયેલા આ પરિવર્તન પાછળ પણ આવાં જ સામાજિક પરિબળો હશે. કોઈ ઉચ્ચ જાતિના અને વર્ચસ ધરાવતા વગએ શરૂઆતમાં અંત્ય સાનુસ્વાર –ઈ સાચવ્યો હશે, અન્યોએ એને સાદા – ઈ સાથે ભેળવી દીધો હશે. આ સાદા –ઈ નું ઉચ્ચારણ ગ્રામીણ અને અસંસ્કારી લેખાયું હશે, છતાં આખરે એ જ વ્યાપક બન્યું હશે. ગુજરાતી ભાષાના પરિવર્તનની એક દિશા પણ રીતે આ સૂચવી શકાય છે. ગુજરાતીમાં અંત્ય સ્વરો તરીકે –એ, –ઓ, અથવા –અ સાનુસ્વાર વપરાયા જ નથી. એક હજાર વરસ પહેલાં ઇં, આં અને હું સાનુસ્વાર વપરાતા હતા, તેમાંથી પાંચસો વરસમાં મધ્યગુજરાતીકાળ એટલે લગભગ પંદરમી સદી) –ઇં સાનુસ્વાર તરીકે વપરાતો બંધ થયો. ત્યારબાદ બીજાં પાંચસો વરસ બાદ, એટલે કે અત્યારની ગુજરાતીમાંથી – અને –ઉં વપરાતા લગભગ બંધ થયા છે. જો કે એક નાનકડા જૂથમાં એ સચવાયા છે. વળી વ્યાકરણશિક્ષણની પરંપરા એના વ્યવહારને પુષ્ટિ આપે છે, એટલે સુધી કે પોતાની નવલકથામાં લોકબોલી વાપરનારા લેખકો, બીજાં બધાં ઉચ્ચારણો લોકબોલી-અનુસાર લખવાનો પ્રયોગ કરે છે, પણ એ કોઈનું ધ્યાન આ અનુસ્વારની હેરફેર તરફ નથી એટલે એમની લોકબોલીમાં ય આ સાનુસ્વાર સ્વરો વ્યાકરણની પરંપરા પ્રમાણે જ લખાય છે!) જેમ કુદરતમાં તેમ જ ભાષામાં કોઈ આકસ્મિક ઘટનાઓ નથી. દરેક વાકપ્રયોગ કોઈ ને કોઈ સાંસ્કૃતિક પરિબળોના ચોકઠામાં બંધબેસતો જ હોય છે. દરેક ઉક્તિ વ્યાકરણી અર્થ ઉપરાંત સાંસ્કૃતિક અર્થની પણ દ્યોતક હોય છે. સંશોધનો દ્વારા ભાષા અને સંસ્કૃતિને સાંકળી શકાય તો જ ભાષા ઈતિહાસનાં ગતિપ્રેરક બળોનો ખ્યાલ આવી શકે.'
SR No.032072
Book TitleGujarati Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2001
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy