SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ : ૧ કોઈ પણ એક ભાષાસમાજમાં એક પરિવર્તનને પરિણામે જો એવી પરિસ્થિતિ પેદા થાય કે એક વિભાગમાં એક શબ્દ માટે # ઘટક વાપરવા પડે, જ્યારે બીજા વિભાગમાં એ જ શબ્દ માટે ૩ + ૧ ઘટક વાપરવા પડે ત્યારે એમ કહી શકાય કે ધ્વનિઘટકગત પરિવર્તન થયું છે, બંને વિભાગોમાં ધ્વનિઘટકની ભાત જુદી પડી છે અને તદનુસારી વ્યાકરણી વ્યવસ્થા જુદી પડી છે, અર્થાત્, ધ્વનિઘટકગત પરિવર્તનને પરિણામે એક ભાષાસમાજમાંથી બે ભાષાસમાજ થયા છે. ભારતીય આર્યભાષાનો પ્રાચીન ભાષાસમાજ એક હતો એમાંથી કાળક્રમે જે ભિન્નભિન્ન ભાષાસમાજ પેદા થયા તેમને આપણે ધ્વનિઘટકોના ક્રમશઃ પરિવર્તન દ્વારા અનુમાની શકીએ. આ ભાષાસમાજમાં નીચેનાં ધ્વનિઘટકગત પરિવર્તનો થતાં, અર્વાચીન દરદ ભાષાઓ, પહાડી ભાષાઓ, પંજાબી, લહંદા અને સિંધીનું પુરોગામી ભાષાજૂથ (જેને ઉત્તરપશ્ચિમ ભાષાજૂથ કહી શકાય, તે) જુદું પડયું : (૧) અનુનાસિક + ઘોષ વ્યંજન > દરદ ભાષાઓમાં, સિંધી અને પહાડીમાં એકવડો અનુનાસિક અને પંજાબી અને લહેંદામાં બેવડો અનુનાસિક. ઉદાહરણ : સં. ૬ – સિં. 1, પં. ના, લ. વાનાં, પહાડી વડ, હિં. માંડી, ગુ. માંડું, મ. ફ્રાંડ, આ. ર, બં. વાં, ઊ. , સિંહલી ડડ્યું, કા. #ાંડ, દરદ M, ને. (૨) અનુનાસિક + અઘોષ વ્યંજન > અનુનાસિક + ઘોષ વ્યંજન ઉદાહરણ : સં. વટવા – સિં. ઇન્ડો, પં. લ. ર્ડો, પહાડી(નેપાળી, વેડો, હિંમ. ફાંટા, ગુ. ટો, બં. વાંટ, ઊ. ટા, સિંહલી, ટુવ, કા. , દરદ-જિપ્સી. નો. આ પરિવર્તનોની આનુપૂર્વી સ્પષ્ટ છે : પહેલાં પરિવર્તન(૧) થયું હશે અને ત્યારબાદ જ પરિવર્તન(૨) થયું હશે. ૩. ઉત્તરપશ્ચિમના આ ભાષાજૂથમાં સંવૃત અક્ષરમાં રહેલા સ્વરો એમનું કાલમાન જાળવે છે. (પૃ = હસ્વ સ્વર, y = દીર્ઘ સ્વર; C = વ્યંજન). અન્યત્ર VCC અથવા VCC બંનેનો વિકાસ VC થાય છે. (સિવાય કે સિંહલીમાં; સિંહલીમાં સ્વર અને વ્યંજન બંને હસ્વ થાય છે, જ્યારે આ ઉત્તરપશ્ચિમના જૂથમાં VCC > VC અથવા VCC, અને CC >VC એમ વિકાસ થાય છે. ઉત્તરપશ્ચિમના જૂથમાં, અવારનવાર પહાડી ભાષાઓમાં મધ્યદેશની ભાષાઓ જેવાં લક્ષણ નજરે
SR No.032072
Book TitleGujarati Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2001
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy