SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૧ ગિરનારની અશોકકાલીન ભાષા અશોકના ગિરનારના શિલાલેખની ભાષા અમુક અંશે એ સમયની પશ્ચિમની બોલીનું પ્રતિનિધિત્વ કરે છે. પછીના સમયમાં ગિરનારમાં જ મળતા ક્ષત્રપ રુદ્રદામાના અને ગુપ્તરાજા સ્કંદગુપ્તના લેખો સૂચવે છે કે રાજકીય દૃષ્ટિએ સૌરાષ્ટ્ર પ્રદેશનું મહત્ત્વ મૌર્યકાળથી લઈને ગુપ્તકાળ સુધી સતત ટકી રહ્યું હતું, અને પરિણામે એ પ્રદેશની લોકભાષા પણ વ્યાપક પરિબળોના પ્રભાવ નીચે ઘડાતી રહેતી હતી. ગિરનારના અશોકલેખની ભાષાની કેટલીક લાક્ષણિકતાઓ ઠેઠ ગુજરાતી સુધી ઊતરી આવી છે એ જોતાં આપણે માટે એ લેખનું મહત્ત્વ આ દૃષ્ટિએ પણ અસાધારણ છે. અશોકકાલીન પૌરસ્ત્ય બોલીના વિરોધમાં પશ્ચિમની બોલીમાં , ત્ર, પ્ર, સ જેવા રકારવાળા વ્યંજનસંયોગ જાળવી રાખવાનું પ્રબળ વલણ હતું. પૌરસ્ત્ય બોલીમાં આવા સંયોગોમાં કાર સારૂપ્ય પામ્યો છે લુપ્ત થયો છે. અતિશ્રૃત (સં. અતિન્તિ), પરાક્રમ, પુત્ર, મિત્ર, ત્રિ, ત્રવશ (સં. યોવશન), પ્રરા, પ્રજ્ઞા, પ્રવાસ, પ્રાળ, પ્રપોત્ર, બ્રાહ્મણ, ક્ષમણ (સં. શ્રમ) સુષુપ્તા (સં. સુશ્રૂષા), શ્રુંગારુ (સં. શૃળેયુ:) વગેરે ઉદાહરણો ગિરનાર-લેખમાંથી આપી શકાય.` આ વલણ પછીથી પણ કેટલીક પ્રાકૃત બોલીઓમાં અને વિશેષે અપભ્રંશના પાયામાં રહેલી બોલીઓમાં પ્રવર્તતું રહ્યું છે અને ગુજરાતીમાં મૂળના સંયુક્ત રકારને જાળવી રાખતા સંખ્યાબંધ શબ્દ છે; જેમકે ‘ત્રણ,’ ‘ત્રીશ’, ‘વકરો’,‘પતરું,’ ‘પાતરી,’ ‘પરાણે,’ ‘પરિયા,’ ‘ભાદરવો,’ ‘ભત્રીજો,' ધરો,' દરાખ,’ ‘દાદર,’ ‘હળદર,' ‘ભાદર,’ ‘સાબરમતી,’ ‘કોદરા,’ ‘ગોંદડું,’ ‘છત્તર,' છતરી,’ ‘ચીતરવું,’ ‘નાતરું,' ‘પરિયાણ,’ ‘પરબ,’ ‘વરુ,’ ત્રાપો,' ‘વૈતરું,' ‘ખત્રી,' ખેતર,’ ‘પાદર,’ ‘વદર’ (‘ભાયાવદર’ વગેરેમાં.), ‘ઓદ’ (‘વડોદરું’ વગેરેમાં), ‘ચંદરવો’ વગેરે વગેરે. ઉપર્યુક્ત શબ્દોને મળતા હિંદી વગેરે અન્ય અર્વાચીન ભાષાઓના શબ્દ કાર વિનાના છે એ જોતાં ગુજરાતીની આ લાક્ષણિકતા તરત જ પ્રતીત થશે. એ જ પ્રમાણે ગિ૨ના૨લેખની ભાષામાં સપ્તમી એકવચનમાં પ્રત્યય ૰ન્ધિ છે, જ્યારે બીજી સમકાલીન બોલીઓમાં સિ કે સ્વિ છે. આ પ્રત્યય ૰હિં અને ર્દિ રૂપે અપભ્રંશ, પ્રાચીન ગુજરાતી અને મધ્યકાલીન ગુજરાતી સુધી ઊતરી આવ્યો છે. ગિરનારના ધમ્મન્દિ, ગર્ત્યન્દિનું પ્રતિનિધિત્વ અપભ્રંશમાં ધર્દિ, અસ્ત્વન્નિ કરે છે, અને જૂની ગુજરાતીમાં પણ હાિિહં, માિિત્ત જેવાં રૂપોનું ચલણ હતું. ના વ્લ દ્વારા થયેલા ત્ર(બે’, ‘બીજું”, બારણું,' બારું') વગેરેનો પણ કદાચ આ સંબંધમાં ઉલ્લેખ થઈ શકે. આ રીતે ગિરિનગરની અશોકકાલીન બોલી અને અર્વાચીન ગુજરાતી વચ્ચે તદ્દન આછુંપાતળું સંબંધસૂત્ર સ્થાપી શકાય છે ખરું.
SR No.032072
Book TitleGujarati Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2001
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy