SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતનું ઘડતર ૨૧ રુદ્રમહાલય તેમજ આનંદપુર(વડનગર)ના વપ્રને લગતી પ્રશસ્તિઓ રચેલી. વળી એક દિવસમાં વૈરોચન-પરાજ્ય' નામે નાટક પણ રચેલું. મલધારી હેમચંદ્રસૂરિ શ્વેતાંબરાચાર્ય ભટ્ટારક તરીકે ખ્યાતિ પામેલા. આગમોના નામાંકિત ટીકાકારોમાં તેઓ ગણનાપાત્ર સ્થાન ધરાવે છે. રાજા કુમારપાળે એકવીસ જ્ઞાનભંડાર સ્થાપ્યા ને પોતાના જ્ઞાનભંડાર માટે આગમ ગ્રંથની હસ્તપ્રત સુવર્ણાક્ષરે લખાવી. કુમારપાળના સમયમાં મલયિગિરએ આગમોના બાકીના અનેક ગ્રંથો ૫૨ સંસ્કૃત ટીકાઓ લખી. સોમપ્રભસૂરિએ ‘સોમશતક’ નામે શતક કાવ્ય, એક શતાર્થ શ્લોક અને ‘કુમારપાલપ્રતિબોધ' નામે પ્રાકૃત ગ્રંથની રચના કરી. દેવેંદ્રસૂરિએ ‘કાલિકાચાર્યકથા’ લખી. સિદ્ધરાજ-કુમારપાળના સમયના વિદ્વાનો તથા સાહિત્યકારોમાં હેમચંદ્રાચાર્ય અગ્રિમ સ્થાન ધરાવે છે. સિદ્ધરાજની પ્રેરણાથી એમણે “સિદ્ધહેમ શબ્દાનુશાસન' નામે અપૂર્વ વ્યાકરણ લખ્યું. સિદ્ધરાજે એ માટે કાશ્મીરના શારદાપીઠમાંથી જરૂરી ગ્રંથ મંગાવેલા ને આ શબ્દાનુશાસન તૈયાર થતાં એની નકલો કરાવીને એની પ્રતો ભારતવર્ષમાં બધે મોકલી. આ ગ્રંથના પહેલા સાત અધ્યાયોમાં સંસ્કૃત વ્યાકરણનું અને આઠમા અધ્યાયમાં પાંચ પ્રાકૃત અને અપભ્રંશ ભાષાઓના વ્યાકરણનું નિરૂપણ કરેલું છે. આ વ્યાકરણનાં સૂત્રોનાં ઉદાહરણ વણી લેતું તથા ચૌલુક્ય વંશના રાજાઓનું ચરિત આલેખતું ‘યાશ્રય' નામે મહાકાવ્ય પણ એમણે રચ્યું. એના પહેલા ૨૦ સર્ગ સંસ્કૃતમાં ને પછીના ૮ સર્ગ પ્રાકૃતમાં છે. હેમચંદ્રે ‘શબ્દાનુશાસન'ની જેમ ‘કાવ્યાનુશાસન' તથા છંદોનુશાસન' પણ લખ્યાં. વળી ‘અભિધાનચિંતામણિ’ તથા ‘અનેકાર્થસંગ્રહ' નામે સંસ્કૃત કોશ તેમજ દેશીનામમાલા’ નામે દેશ્યશબ્દકોશ તૈયાર કર્યો. પ્રમાણમીમાંસા' અને યોગશાસ્ત્ર' પણ લખ્યાં. ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત'માં ૨૪ તીર્થંકરો, ૧૨ ચક્રવર્તીઓ, ૯ વાસુદેવો, ૯ બલદેવો અને ૯ પ્રતિવાસુદેવો મળી કુલ ૬૩ શલાકાપુરુષોનું ચિરત આલેખ્યું. વીતરાગસ્તોત્ર’ નામે સ્તોત્રસંગ્રહ પણ રચ્યો. આવા પ્રભાવશાળી વિદ્વાનના શિષ્યોમાં રામચંદ્રસૂરિએ ‘નલવિલાસ’ વગેરે ૧૧ નાટક રચી ગુજરાતનાં સંસ્કૃત નાટકોમાં વિપુલ ફાળો આપ્યો. રામચંદ્ર અને ગુણચંદ્રે લખેલું ‘નાટ્યદર્પણ’ એ ભારતીય નાટ્યશાસ્ત્રના વિરલ ગ્રંથોમાં જાણીતું છે. દેવચંદ્રે ચંદ્રલેખાવિજય પ્રક૨ણ' નામે રૂપક-નાટક રચ્યું. અજયપાલના અમાત્ય યશઃપાલે રચેલું મોહરાજપરાજ્ય' નાટક રૂપકપાત્રોનું પ્રાધાન્ય ધરાવે છે. આબુના પ્રહ્લાદનદેવે પાર્થપરાક્રમ વ્યાયોગ' નામે રૂપકની રચના કરી, તો કવિ શ્રીપાળના પૌત્ર વિજ્યપાળે ‘દ્રૌપદીસ્વયંવર’ નાટક રચ્યું. આ સમય દરમ્યાન કથાનકો અને ચિરતોને લગતાં કેટલાંક રસપ્રદ પુસ્તક
SR No.032072
Book TitleGujarati Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2001
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy