SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૧ જૂની ગુજરાતી કે ગૌર્જર-અપભ્રંશ ભાષા તથા સાહિત્યનાં પગરણ આ કાળમાં થયાં. એની પાછળ સંસ્કૃત-પ્રાકૃત ભાષાઓ તથા એના વિપુલ સાહિત્યની ભૂમિકા રહેલી હતી. વિદ્યા તથા સાહિત્યના વિકાસમાં સોલંકીકાળ દરમ્યાન ઇયત્તા તથા ગુણવત્તામાં ઘણી ગણનાપાત્ર પ્રગતિ સધાઈ. એ સમયે તર્ક (તર્કશાસ્ત્ર તથા વાદવિદ્યા), લક્ષણ (શબ્દશાસ્ત્ર તથા ભાષાતત્ત્વ) અને સાહિત્ય(કાવ્ય તથા કાવ્યશાસ્ત્ર) એ વિદ્યા અને શિક્ષણના મુખ્ય વિષય ગણાતા. ‘ન્યાયવનસિંહ’તથા ‘તર્કપંચાનન' તરીકે ખ્યાતિ પામેલા અભયદેવસૂરિએ સિદ્ધસેન દિવાકરના ‘સન્મતિતંર્ક’ ૫૨ ‘તત્ત્વબોધદાયિની' અથવા ‘વાદમહાર્ણવ’ નામે ટીકા લખી એમાં સર્વ દાર્શનિક મતોની મીમાંસા કરી. ભીમદેવ-પહેલાના સમયથી અણહિલવાડના વિદ્વાનો. માળવાની ધારાનગરીના વિદ્વાનો સાથે સ્પર્ધા કરવા લાગ્યા. એમણે ‘રાઘવપાંડવીય' જેવું દ્વિસંધાન મહાકાવ્ય રચી એમાં શ્લેષ દ્વારા એક બાજુ ઋષભદેવના તથા બીજી બાજુ નેમિનાથના ચિરતને વણી લીધું છે. વળી એમણે ગદ્યપદ્યમાં ‘નેમિર્ચારત’ પણ લખ્યું. ચમ્પૂમાં ‘ઉદયસુંદરીકથા' જાણીતી છે. એના કર્તા કવિ સોહ્રલ વલભીના કાયસ્થ કુળના હતા ને લાટ દેશમાં વસતા હતા. જિનેશ્વરસૂરિએ ‘પ્રમાણલક્ષણ’ અને બુદ્ધિસાગરસૂરિએ પંચગ્રંથી વ્યાકરણ લખ્યું, જે પાણિનિ, ચંદ્ર, જૈનેંદ્ર, વિશ્રાંત અને દુર્ગ એ પાંચ વૈયાકરણોના ગ્રંથોના આધારે લખાયું છે. ભરૂચના કૌલ કવિ ધર્મે અણહિલવાડમાં જૈન વાદિવેતાલ શાંત્યાચાર્ય સાથે વાદવિવાદ કર્યો. એની દલીલો યરાશિભટ્ટના ‘તત્ત્વોપપ્લવ’માંથી લીધેલી હતી. શાંતિસૂરિ ભીમદેવની સભામાં ‘ક્વીંદ્ર’ તથા ‘વાદિચક્રી’નાં બિરુદ પામ્યા. ધારા નગરીમાં જઈ એમણે ધનપાલની ‘તિલકમંજરી'નું સંશોધન કર્યું ને ભોજની પાસેથી ‘વાદિવેતાલ'નું બિરુદ પ્રાપ્ત કર્યું. શાંતિસૂરિએ ઉત્તરાધ્યયનસૂત્ર ઉપર ટીકા લખી. કર્ણદેવના સમયમાં કાશ્મીરના કવિ બિલ્હણે ગુજરાતમાં થોડો વખત રહી ‘કર્ણસુંદરી’ નામે નાટિકા રચી. આ નાટિકા પાટણમાં આદિનાથના યાત્રામહોત્સવ પ્રસંગે ભજવાઈ હતી. અભયદેવસૂરિ નામે એક બીજા સૂરિએ જૈન આગમનાં પહેલાં બે પછીનાં નવ અંગો ૫૨ સંસ્કૃત ટીકા લખી, આથી જૈન સાહિત્યમાં એ નવાંગી-ટીકાકાર તરીકે પ્રસિદ્ધ છે. સિદ્ધરાજની રાજસભામાં દિગંબ૨ કુમુદચંદ્રનો પરાજય કરનાર વાદી દેવસૂરિ એક મોટા વિદ્વાન હતા. એમનો પ્રમાણનયતત્ત્વાલોકાલંકાર' અને એના પરની ‘સ્યાદ્વાદરત્નાકર’ ટીકા જૈન ન્યાયના ક્ષેત્રમાં સુપ્રસિદ્ધ છે. સિદ્ધરાજે ‘કવિચક્રવર્તી’ શ્રીપાળને પોતાનો બંધુ ગણ્યો હતો. એ પ્રજ્ઞાચક્ષુ કવિએ સહસ્રલિંગ સરોવર તથા
SR No.032072
Book TitleGujarati Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2001
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy