SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથઃ ૧ કાળનું બીજું મહાકાવ્ય છે. એ ઈ. ૭૮૩માં રચાયેલું. અહીં ‘હરિ એ કૃષ્ણ વાસુદેવના પૂર્વજનું નામ છે. એમના વંશમાં જન્મેલા અરિષ્ટનેમિનેમિનાથ) તથા વસુદેવનું ચરિત એ જૈન કથાસાહિત્યના માનીતા વિષય છે. અનેક બૌદ્ધ ગ્રંથોનો ચીની ભાષામાં અનુવાદ કરનાર ભિક્ષુ ધર્મગુપ્ત (છઠ્ઠો સૈકો) લાટ દેશના વતની હતા. શિક્ષાસમુચ્ચય, બોધિચર્યાવતાર અને સૂત્ર-સમુચ્ચય નામે ગ્રંથોના કર્તા ભિક્ષુ શાંતિદેવાસાતમો-આઠમો સૈકો) સૌરાષ્ટ્રના રાજપુત્ર હતા. “અંગવિજ્જા' તથા “વસુદેવહિંડી' જેવા પ્રાકૃત ગ્રંથ પશ્ચિમ ભારતમાં લખાયા. જૈન આગમો પરના વિવરણ સાહિત્યમાં વિપુલ ફાળો આપનાર અનેક ગ્રંથ પશ્ચિમ ભારતમાં વિહાર કરતા જૈન સાધુઓએ લખેલા છે એમાં ગુજરાતનો પણ ઠીકઠીક ફાળો ગણાય. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે લખેલું વિશેષાવશ્યકભાષ્ય' જે ઈ. ૬૦૯માં વલભીમાં પૂર્ણ કે અર્પણ થયેલું તે, દાર્શનિક ગ્રંથોમાં ઘણું મહત્ત્વનું સ્થાન ધરાવે છે. એ વિદ્વાને બીજા અનેક ગ્રંથભૌલિક તેમજ વિવરણાત્મક) લખ્યા છે. જિનદાસગણિ મહત્તર(સાતમી સદી) અનેક જૈન આગમ ગ્રંથો પર પ્રાકૃત-સંસ્કૃત મિશ્રભાષામાં ગદ્યમાં લખાયેલી ચૂર્ણિઓના કર્તા તરીકે પ્રસિદ્ધ છે. આચાર્ય હરિભદ્રસૂરિઈ. ૭૦૭૭૦) પશ્ચિમ ભારતના એક પ્રકૃષ્ટ વિદ્વાન હતા, જેમણે અનેકાનેક ગ્રંથ લખેલા છે. એમાં અનેકાંતજયપતાકા તથા અનેકાંતવાદપ્રદેશ, ધર્મસંગ્રહણી, ન્યાયપ્રવેશ, યોગદષ્ટિસમુચ્ચય અને ષડ્રદર્શનસમુચ્ચય જેવા દાર્શનિક ગ્રંથો ઉપરાંત ધૂખ્યાન, યશોધરચરિત્ર અને સમરાઈઐકહા જેવા ચરિતગ્રંથોનો પણ સમાવેશ થાય છે. કુવલયમાલા' રચનાર ઉદ્યોતનસૂરિ આ સમયમાં થયા. આ કથાકૃતિ પ્રાકૃત, પૈશાચી, અપભ્રંશ અને સંસ્કૃત ભાષામાં ગદ્ય તથા પદ્યમાં રચાઈ છે. બ્રહ્મગુપ્તના જ્યોતિષગ્રંથની તથા કવિ માઘના “શિશુપાલવધ ભાઘકાવ્ય) મહાકાવ્યની રચના હાલના ગુજરાતની ઉત્તરે આવેલા પ્રાચીન ગુર્જરદેશમાં આ કાળ દરમ્યાન થયેલી. | ઈ-સિંગ વલભી વિદ્યાપીઠને મગધની સુપ્રસિદ્ધ નાલંદા વિદ્યાપીઠની હરોળમાં મૂકે છે ને એ બે વિદ્યાપીઠોને ચીનમાં પ્રખ્યાત વિદ્યાપીઠો જેવી ગણાવે છે. શબ્દવિદ્યા, સાહિત્યવિદ્યા, જ્યોતિષવિદ્યા, ચિકિત્સાવિદ્યા અને અભિધર્મવિદ્યાનું શિક્ષણ લીધેલા વિદ્યાર્થીઓ અહીં ઉચ્ચ શિક્ષણ માટે પ્રવેશ પામતા ને ત્રણ વર્ષ અભ્યાસ કરી વિદ્વત્તામાં તેમજ વાદવિદ્યામાં વિશારદ બનતા, સમાજમાં ભારે ખ્યાતિ પામતા તેમજ રાજસભામાં ઉચ્ચ અધિકાર પ્રાપ્ત કરતા. ગુજરાતમાં ક્ષત્રપકાલ દરમ્યાન શક સંવત વપરાતો, ગુપ્તકાલ દરમ્યાન ગુપ્ત સંવત પ્રચલિત થયો, મૈત્રકકાળ દરમ્યાન પણ ગુપ્ત સંવત પ્રચલિત રહ્યો, પરંતુ એમાં ચૈત્રાદિ વર્ષની જગ્યાએ કાર્તિકાદિ વર્ષની પદ્ધતિ અપનાવવામાં આવી. આ પદ્ધતિવાળો ગુપ્ત સંવત “વલભી સંવત’ તરીકે ઓળખાયો. દક્ષિણ ગુજરાતમાં વળી
SR No.032072
Book TitleGujarati Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2001
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy