SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતનું ઘડતર ૧૩ તથા હુન્નરકલાઓના વ્યવસાય પ્રચલિત હતા. વલભીમાં દેશદેશાવરની કિંમતી અને વિરલ ચીજોની આયાત થતી. તળ-ગુજરાતની પ્રજા માટે વિદ્યા, વિનય અને રીતભાત અંગે ઊંચી છાપ પડતી. હિંદુ ધર્મના સંપ્રદાયોમાં માહેશ્વર સંપ્રદાય સહુથી વધુ લોકપ્રિય હતો. માહેશ્વરોમાં પાશુપત મત ઘણો પ્રચલિત હતો. વિષ્ણુ ભગવાનના અવતારોમાં વરાહ, વામન અને કૃષ્ણના અવતાર લોકપ્રિય હતા. આદિત્ય-ભક્તિ પણ પ્રચલિત હતી. | ગુજરાતમાં બૌદ્ધ ધર્મ સારા પ્રમાણમાં વ્યાપક હતો. વલભીમાં ભિક્ષુઓના વિહારોનું તથા ભિક્ષુણીઓના વિહારોનું એકેક મંડલ હતું. અહીં હીનયાનના તથા સમિતીય નિકાયના અનુયાયીઓ અધિક હતા. વિહારોમાં ભગવાન બુદ્ધની કે બુદ્ધોની પૂજા થતી. વલભી જૈન ધર્મનું પણ કેન્દ્ર હતું. વલભીનો નાશ થવાનો હતો ત્યારે ત્યાંની મુખ્ય જૈન પ્રતિમાઓને અન્ય સ્થળોએ ખસેડવામાં આવેલી ને ત્યાંનો શ્રાવક સંઘ મોઢેરા ચાલ્યો ગયેલો. પ્રભાસ, શત્રુંજય, વઢવાણ, કાસંદ્રા અને હારીજનાં જૈન ચૈત્ય પણ ગણનાપાત્ર ગણાતાં. મૈત્રકોનાં દાનશાસનોમાં આપેલી રાજાઓની પ્રશસ્તિઓ સંસ્કૃતિની ઉચ્ચ ગદ્યશૈલીમાં રચાઈ છે. એમાં લાંબા સમાસો તથા શબ્દાલંકારો અને અર્થાલંકારોનું પ્રાચર્ય રહેલું છે. આ શૈલી દક્ષિણ ગુજરાતનાં ઘણાં સમકાલીન રાજ્યોના દાનશાસનોમાં પણ પ્રયોજાઈ છે. રાષ્ટ્રકૂટ રાજાના દાનશાસનમાં સમસ્ત પ્રશસ્તિ પદ્યમાં રચેલી છે ને એમાં સુંદર કાવ્યોચિત કલ્પનાઓ પ્રયોજાઈ છે. વલભીના શિલાલેખોમાં પ્રસાદ અને માધુર્યના ગુણ રહેલા છે. આમ આ કાળની પ્રશસ્તિઓની ગદ્યશૈલી દંડી, સુબંધુ અને બાણભટ્ટની ઉચ્ચ ગદ્યશૈલીનું અને પદ્યરચના કાલિદાસની કાવ્યશૈલીનું સ્મરણ કરાવે છે. - વલભીમાં કવિ ભટ્ટિએ રચેલું “રાવણવધ નામે મહાકાવ્ય સંસ્કૃત મહાકાવ્યોમાં અનોખી ભાત પાડે છે, કેમકે એમાં કથાપ્રસંગોના નિરૂપણની સાથે શબ્દશાસ્ત્ર તથા કાવ્યશાસ્ત્રના નિયમોનાં ઉદાહરણ વણી લેવાની અપૂર્વ પદ્ધતિ અપનાવાઈ છે, આથી આ મહાકાવ્ય પર અનેક ટીકાઓ લખાઈ છે. પાંચ પ્રશિષ્ટ મહાકાવ્યો પર ટીકા લખનાર મલ્લિનાથે પણ આ મહાકાવ્ય પર ટીકા લખી છે. કવિના નામ પરથી આ કાવ્ય “ભટ્ટિકાવ્ય' તરીકે વધારે જાણીતું છે. એની રચના રાજા ધરસેનના સમયમાં થઈ હતી, એ ધરસેન મૈત્રક વંશનો ધરસેન બીજો લગભગ ઈ. પ૭૦પ૯૫) કે ધરસેન ત્રીજો(લગભગ ઈ. ૬ ૨૦-૬ ૨૮) હોવો જોઈએ. શાસ્ત્રના અટપટા નિયમો કાવ્યાંતર્ગત ઉદાહરણો દ્વારા સરળતાથી યાદ રહે એ દષ્ટિએ આ કાવ્યપ્રકાર નોંધપાત્ર છે. પુત્રાટ સંઘના દિગંબર જિનસૂરિએ વઢવાણમાં રચેલું 'હરિવંશપુરાણ” એ આ
SR No.032072
Book TitleGujarati Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2001
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy