SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૧ ધવલગીત’ નોંધવાનું છે. જેમાં ઈ. ૧૨૨૧ જેટલા જૂના સમયમાં ‘ઝૂલણા'માં ગીત મળ્યું છે, નરસિંહ મહેતાએ ‘ઝૂલણા'માં વ્યાપકતાથી કવિતા આપી છે, એને કદાચ આ પ્રણાલી નથી મળી, એની સામે તો નામદેવના અભંગ હતા. આમ છતાં ગુજરાતની ભૂમિને આ ક્વચિત્ પ્રયોજાયેલો છંદ અજાણ્યો નહોતો એટલું તો આ જૈન રચનાઓથી સમજાય છે. આ ‘વિવાહલા'માં એ છંદની પ્રૌઢિ ધ્યાન ખેંચે છે : અસ્થિ ‘ગૂજરધરા’સુંદરી સુંદરે ઉરવરે ૨૫ણ ઘોવમાણં લચ્છિ-કેલિહરેં નય ુ પહણપુર સુરપરું જેમ સિદ્ધાભિહાણ || ૩ || નરસિંહ મહેતાના પ્રકારના આંતરિક પ્રાસ પણ કર્તાને સુકર છે, જેમકે રૂપિ ન રીજએ મોહિ ન ભીએ હિલિ જાલવિજઇ અપાર ॥૧૪ || લોભે ન રાજએ મણિ ન માચએ કાચએ ચિત્તિ સા પરિહરએ * કટરિ ગુણ સંચિયેંકટર ઇંદિય જયંકટરિ સંવેય નિદ્ધેય રંગ । બાપુ દેસણ કલા બાપુ મઇ નિમ્મલા બાપુ લીલા કસાયાણ ભંગં ॥૩૮॥ આ પ્રકા૨ જૈન સાહિત્યકારોને હાથે જેમ પછી ખીલી શક્યો નથી તેમ નરસિંહ મહેતા પછી પણ વિસ્તારથી કોઈ ખીલવી શક્યું નથી. ૪. છંદ છંદ' સંજ્ઞા નીચે થોડીક રચનાઓ થઈ છે, પણ એ બહુ વ્યાપક નથી. જે મળી છે તે સાહિત્યના ઇતિહાસમાં આગવું સ્થાન ધરાવી રહી છે. જૂની રચનાઓમાં શ્રીધર વ્યાસનો ‘રણમલ્લછંદ’૨૫૬ અને ઈશ્વરીછંદ૫૭ છે. એક ઐતિહ્યમૂલક વી૨૨સનું કાવ્ય છે, બીજું દુર્ગામાતાની સ્તુતિના રૂપનું સામાન્ય ભક્તિકાવ્ય છે. આ ‘રણમલ્લછંદ'થી મુગ્ધ થઈને હિંદી સાહિત્યના ઇતિહાસની સમૃદ્ધિ બતાવવા એક વિદ્વાને હિંદી સાહિત્ય કી સબસે બઢિયા કૃતિ' તરીકે નવાજી છે.૨૫૮ કવિ શ્રીધર વ્યાસ ક્યાંનો વતની હતો એ જાણવામાં આવ્યું નથી, માત્ર ઈડરના રાવ રણમલ્લની પાટણના ઝફરખાનની સરદારી નીચેનાં મુસ્લિમ લશ્કરો સાથે ઈ. ૧૩૯૮ લગભગ થયેલી લડાઈનું વર્ણન એ આપતો હોઈ એ ઈડરનો કોઈ આશ્રિત કવિ હોય. આરંભમાં એણે ૧૦ આર્યાછંદની સંસ્કૃતમાં રચના કરી છે, એ પછી અવહઃ કિંવા ચારણી ડિંગળ પ્રકારની વિકસતી આવતી ગૌર્જરઅપભ્રંશની ભૂમિકામાં રચના કરી છે, જેમાં કૃત્રિમ રીતનો ચારણી પ્રાકૃત પ્રકાર પણ અપનાવ્યો છે. સારસી(હિરગીત) હાટકી (મરહટ્ટા) ચોપાઈ(૧૬ માત્રાની) જેવા માત્રામેળ છંદ પ્રયોજવામાં આવ્યા છે. વી૨૨સ જમાવવાને માટે એની ન હોય તેવા શબ્દોમાં વ્યંજન
SR No.032072
Book TitleGujarati Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2001
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy