SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ રાસ અને ક્ષગુ સાહિત્ય ૨૧૫ છેવટે ગુરુના અવસાનની પણ નોંધ લીધી હોઈ આ રચના ગુરુના ઈ. ૧૨૭૫માં થયેલા અવસાન પછી થઈ સમજાય છે. અહીંનું રૂપક : સંજમનાર । બારિ | ૨૪ || ગરુયવિહિ । પત્તઉ । તુટ્ટઉ । તૂર | ઇણિ પરિ અંબડુ વરકુમરો પરિણઇ વાજð નંદીય તૂર ઘણા ગૂડિય ઘર ઘર કુમરુ ચલ્લિઉ કુમરુ ચલ્લિઉ પરિણેવા દિતિિસરી ખેડનર ખેમેણ સિરિજિણવઇ જુગપવો દિહુ તત્વ નિયમણિહિ પરિણઇ સંજયસિરી કુમર વાહ નંદિય નેમિચંદ અને લખમિણિહિ સક્વિ મણોહ પૂર || ૨૫|| [એ રીતે ઉત્તમ એવા અંબડકુમાર સંયમરૂપી નારીની સાથે લગ્ન કરે છે. આનંદથી તૂરીઓ વાગે છે અને ઘેરઘેર બારણામાં રંગ ઊડે છે. ગુરુજીની પાસે કુમાર ચાલ્યા જાય છે. ખેડનગરમાં કુશળતાપૂર્વક દીક્ષાશ્રીની સાથે લગ્ન કરવાને પહોંચ્યા છે. પ્રસન્ન થઈને જિનપ્રવર શ્રીજિનપતિસૂરિએ શિષ્યને નિયમ આપ્યો. કુમાર સંયમરૂપી શ્રીની સાથે લગ્ન કરે છે. તૂરીઓ આનંદથી વાગી રહી છે. કુમારે પિતા નેમિચંદ્ર અને માતા લક્ષ્મીના બધા મનોરથ પૂર્ણ કર્યા.. આ પ્રકારના વિવાહલા રાસ અને ફાગુઓની જેમ જ ઉત્સવોમાં ખેલાઓ દ્વારા સમૂહનૃત્તમાં ગવાતા હતા એવું ખેલા ખેલિયે રંગરિ'(૩૩) એ શબ્દોથી સ્પષ્ટ છે. આ ‘વિવાહલુ’ દોહા વસ્તુ વગેરે છંદોમાં છે, ઉપરાંત એમાં ઝૂલણા છંદનાં ચાર ચરણ ૩ જી ૪થી કડીના રૂપમાં જોવા મળે છે; જેમકે નગરુ મરુકોટુ મરુદેસ-સિરિ વર મઉંડુ . સોહએ યણ કેંચણ જત્થ વજ્જત નયભેરિ ભંકાર પડિઉઅ નય૨મ્સ હિયએ ધ્રુસક્કો ॥ ૩ ॥ પાણુ - ઓ વગેરે. આની પૂર્વનો આ દેશમાંનો ‘ઝૂલણા’નો પ્રયોગ એક માત્ર નીચે બતાવ્યો છે તે જાણવામાં આવ્યો છે. સો વર્ષ પછી જિનોદયસૂરિના એક શિષ્ય મેરુનંદનગણિએ ગુરુના ઈ. ૧૩૭૬માં થયેલા અવસાન પછી ‘શ્રીજિનોદયસૂરિ-વિવાહલઉ' એ કૃતિ ૫૪ કડીઓની રચી જાણવામાં આવી છે.૨૫૫ પ્રકા૨ પૂર્વના વિવાહલાનો જ છે. આ કવિએ આ નાના કાવ્યમાં ઝૂલણા છંદની ત્રણ ટુકડે ૨૪ કડી આપી છે. આ પૂર્વે અંબદેવસૂરિએ ‘સમરારાસુ’(ઈ. ૧૩૧૫)માં એક કડવું ઝૂલણામાં આપ્યું છે; હવે પછી એક
SR No.032072
Book TitleGujarati Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2001
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy