SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ રાસ અને શગુ સાહિત્ય ૧૫૯ લીધા છે. શરૂના ખંડમાં મહાવીર, સુધર્મા સ્વામી, જંબુ સ્વામી, પ્રભવસૂરિ, આર્યભૂતિ, યશોભદ્ર, ભદ્રબાહુ, સ્થૂલિભદ્ર એવી પરંપરાનું મૂલ આપી વર્ધમાનસૂરિ, એના જિનેશ્વરસૂરિથી જિનકુશલસૂરિ સુધીની (જુઓ આ પૂર્વે જિનકુશલસૂરિપટ્ટાભિષેકરાસ.') વંશાવળી આપી છે. આ જિનકુશલસૂરિ દેરાપુર ગામમાં આવ્યા. હવે સિંધુ દેશના રાણક નગરનો રીહડ કુળનો પૂનચંદ નામનો શ્રાવક પણ એ સમયે દેરાપુરમાં આવ્યો હતો. એણે જિનપદ્રસૂરિના પટ્ટાભિષેક માટે તરુણપ્રભાચાર્ય પાસે આજ્ઞા માગી અને કંકોતરીઓ દેશદેશાવર મોકલવામાં આવી. એ પછી મોટી ધામધૂમથી ખીમડ કુળના લક્ષ્મધરના પુત્ર આંબા શાહને એની કીકી નામની પત્નીથી રાજહંસ નામનો પુત્ર થયેલો તેનો પદ્મસૂરિ નામકરણથી પટ્ટાભિષેક કરવામાં આવ્યો. આ સમયે તે સં.૧૩૮૯ (ઈ.૧૩૩૩)ના જેઠ સુદિ છઠ્ઠ અને સોમવાર. કવિ ચાલુ શબ્દપ્રણાલીનો સમાદર કરતો થોડા જ અલંકાર આપી લે છે : અભિય સરિસ જિણપદમસૂરિ-પચ્યઠવણહ રાસુI સવર્ણજલ તુણ્ડિ પિયઉ ભવિય, લહુ સિદ્ધિ હિ તાસુ |૧|| ..જેમ દિનમણિ જેમ દિનમણિ ધરણિ પયડેય ! તવ તેય દિખંત તેમ સૂરિ-મઉદ્દે જિસકુશલ ગણહરુ..Iણા જિમ તારાયણિ ચંદુ, સહસ નયણ ઉત્તમ સુરહા ચિંતામણિ રયણાહ, તિમ સુહગુરુ ગુરુશ્મઉ ગુણહ ર૬/૧ [અમૃતના જેવો જિનપદ્રસૂરિના પદસ્થાપનનો રાસ, હે ભવ્યજનો, શ્રવણાંજલિમાં પીઓ અને એમાંથી સિદ્ધિ પામો.. જે પ્રમાણે સૂર્ય ધરતી ઉપર પ્રગટ થાય તે પ્રમાણે તપના તેજથી દીપતા, સૂરિઓના મુગટરૂપ જિનકુશલસૂરિ..... જેવો તારાગણમાં ચંદ્ર ઉત્તમ છે, દેવોમાં જેવો હજાર નેત્રવાળો ઇંદ્ર છે, રત્નોમાં જેવો ચિંતામણિ ઉત્તમ છે, ગુરુઓના સમૂહમાં જિનપદ્મસૂરિ તેવા ઉત્તમ છે.] પટ્ટાભિષેક ઈ.૧૩૩૩માં હોઈ એ પછી નજીકના સમયમાં સોમમૂર્તિએ આ કૃતિ રચી હશે. જિનપદ્મસૂરિના દાદા ગુરુ જિનચંદ્રસૂરિને કવિ નમસ્કાર કરતો હોઈ સારી એવી પ્રૌઢ વયે આ રાસ સોમમૂર્તિ મુનિએ રચ્યો હોવાની સંભાવના છે. જગડૂચરિત (સં) કાવ્યના કર્તા ધનપ્રભસૂરિશિષ્ય સર્વાનંદસૂરિની હોય તેવી એક કૃતિ “મંગલકલશચરિત' નામની જાણવામાં આવી છે. બેશક આ પદ્યકૃતિમાં ગુરુનું નામ મળતું નથી.૪૫ આ ચરિતકારનો સમય ઈ.સ.ની ૧૫મી શતાબ્દીનો પૂર્વાર્ધ જાણવામાં આવ્યો છે,૪૧ અને એમનો આબુની તળેટીમાં આવેલા કછૂલી ગામ સાથે પણ કાંઈક સંબંધ હોય એમ જણાય છે.” આ નાનું ૧૩૫ કડીઓનું ગેયકાવ્ય છે, જેમાં ભિન્ન રાગો પણ યથાસ્થાન બતાવાયા છે. એની કડીઓની ફાળવણી આ
SR No.032072
Book TitleGujarati Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2001
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy