SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૧ એ મંત્રણાને અંતે પાટણ વિજયસિંહ ઠક્કર પાસે આવ્યા. અહીં સંઘ એકઠો મળ્યો અને ઓસવાળ કુળના તેજપાળ અને રુદ્રપાળે રાજેંદ્રચંદ્રસૂરિ અને સમુદ્ર ઉપાધ્યાય સાથે સુલેહ કરી જિનકુશલસૂરિના પટ્ટાભિષેકનું વિચારી લીધું. દેશદેશાવર કંકોતરીઓ મોકલવામાં આવી. અણહિલવાડ પાટણના બીજા ગૃહસ્થોનો પણ સાથ મળ્યો. ત્રીજા ખંડમાં પટ્ટાભિષેક અપાયો છે અને ચોથા ખંડમાં જિનકુશલસૂરિની પ્રશસ્તિ ગાઈ છે. ગ્રંથકાર ક્વચિત્ ઉપમા જેવા સાદા અલંકાર પ્રયોજી લે છે : જોગિરાઉ જિણદત્તસૂરિ ઉદિયઉ સહસક્ક। જાણ જોઇણિય દુહૃદેવિય કિંકરકરૢ । રૂપવંતુ પચ્ચક્ખ મણુ જણ-નયણાણંદુ..૪॥ ...ચંદકુલનહિ ચંદકુલનિહિ તવઇ જિમ ભાણુ । નાણ-કિરણ-ઉજ્જોયકરુ, ભતિય-કમલપડિબોહ-કારણુ । કુગૃહ-ગહ-મચ્છિન્ન-પહ-કોહ-લોહ-તમહર પણાસ....|| ...ઘણુ જિમ એ ઘણું વરસંતુ... નાણ ॥૨૪॥ જિમ ઉગઇ રવિ-બિંબ વિહરપુ હોઇ પંથિઅહ કુલિ । જણ-મણ-નયણાણંદુ તિમ દીઠઈ ગુરુ-મુહકમલિ || ૩૪||૧૪૧ *** યોગિરાજ જિણદત્તસૂરિરૂપી) સૂર્યનો ઉદય થયો, જેણે જ્ઞાન અને ધ્યાનથી જોગણીઓ અને દુષ્ટ દેવીઓને દાસીઓ બનાવી નાખી. મનુષ્યોનાં નયનોને આનંદ આપનાર રૂપધારી પ્રત્યક્ષ કામદેવ... ચંદ્રકુલના નિધિ, સૂર્યની જેમ પ્રકાશી રહ્યા છે તે, જ્ઞાનરૂપી કિરણોનો પ્રકાશ કરનારા અને ભવ્ય જનો(શ્રાવકો)રૂપી કમલને પ્રફુલ્લ કરતા, કુગ્રહરૂપી ગ્રાહ-મિથ્યામાર્ગ-ક્રોધલોભરૂપી અંધકારનો નાશ કરના......મેઘની જેમ ઘણું વરસતા... જે પ્રમાણે સૂર્યનો ઉદય થતાં પથિકોના સમૂહોને આનંદ થાય છે તે પ્રમાણ ગુરુના મુખકમળનાં દર્શન થતાં મનુષ્યોનાં મન અને નયનોને આનંદ થઈ રહ્યો છે.] પુરોગામીઓની જેમ ઉત્તમ શબ્દાવલીઓનો આ ગ્રંથકાર પાસે પણ કાબૂ છે જ. પટ્ટાભિષેક ઈ.૧૩૨૧માં થયેલો હોઈ એ પછીના કોઈ વર્ષમાં આ રાસની રચના થઈ છે. ઉપરના જિનકુશલસૂરિની પાટે એમના શિષ્ય જિનપદ્મસૂરિ આવ્યા એ પ્રસંગને કેંદ્રમાં રાખીને, જિનચંદ્રસૂરિના શિષ્ય સોમમૂર્તિ મુનિ(સારમુક્તિ મુશિ’)એ ‘જિનપદ્મસૂરિપટ્ટાભિષેક રાસ'ની રચના કરી છે.૪૨ પૂર્વના રાસનું જ એક પ્રકારનું આ અદલોઅદલ અનુકરણ છે. છંદની દૃષ્ટિએ કડી ૧ થી ૬ ‘રોળાની પછી ‘ધા’ મથાળે વસ્તુ છંદની ૧ કડી, એનો બીજો ખંડ ૭ થી ૧૮ કડીઓનો, પછી પાછી પત્તા નીચે વસ્તુ છંદની ૧ કડી, અને ત્રીજો ખંડ ૨૦ થી ૨૯ કડીઓનો ‘સોરઠા'માં છે, પરંતુ બધી કડીઓમાં એકી ચરણોના પ્રાસ નથી મેળવ્યા, ક્વચિત્ બેકી ચરણોના મેળવી
SR No.032072
Book TitleGujarati Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2001
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy