SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ રાસ અને ફાગુ સાહિત્ય ૧૪૫ ૩૦૦ વર્ષ સુધી કુમારાવસ્થામાં રહી હજારો રાજવીઓ સાથે શ્રાવણ સુદિ છઠને દિવસે ઉર્જામંત(ઉન્નતી ગિરનાર ઉપર જઈ પ્રવજ્યા લીધી. રાજિમતીએ આ સાંભળ્યું અને એને પણ વૈરાગ્ય થયું. નેમિનાથે દ્વારાવતીમાં ફરતા રહી પારણાં કર્યા અને ૫૪ દિવસે કેવળી થયા. રામિતીએ એમની પાસેથી જ દીક્ષા લીધી અને એમની પૂર્વે જ સિદ્ધિ પામી. નેમિનાથનું નિર્વાણ આસો સુદિ આઠમને દિવસે થયું. ગ્રંથકારનો શબ્દસમૃદ્ધિ યોજવા પર ગણ્ય કોટિનો કાબૂ છે અને ક્વચિત્ સાદા અર્થાલકારો પણ એ પ્રયોજી લે છે : - અસ્થિ પસિદ્ધ નયરિ સોરિયપુર, જે વત્રુવિન સક્કઈ સુરગુરુ। જહિં પંડુર રેહહિં જિણમંદિર, નાવઇ હિમગિરિ ફૂડ સમુદ્ર૨ ॥૨॥ ...તસ્સય નવરૂવા નવજુવણ, નવ-ગુણ-પુત્રિ વિણિય ગયવણા રાણી ૨યણિય૨ સમ વયણી, સિદેવી ત્તિ હરિણ-બહુ-નયણી || ...દસ દિસિ ઉજ્જોઅંતઉ કંતિહિ, રવિ જિવં તમહરુ ભુવણ ભરંતિ હિ ॥૧૦॥ ...જિમ નિસિ સોહઈ પૂન-મિયંકા, જિમ્ન સરિસ રેહ કમલંકા રયણાયર ધર રાણિહિ જેમ્પ, તુહુ જિણવવર કર સોહિસ તેમ્ન ||૧૬||૧૦૬ [શૌરિકપુર નામની પ્રસિદ્ધ નગરી છે, જેનું સુરગુરુ બૃહસ્પતિ પણ વર્ણન કરી શકે નહિ, જ્યાં જિનમંદિરોની ઉજ્જવળ રેખાઓની પાસે હિમાલયનાં શિખર સરસાઈ કરી શકે એમ નથી... રાજા સમુદ્રવિજયને નવીન રૂપવાળી, નવયૌવના, નવગુણવાળી અને નીરોગ, રજનીકુર ચંદ્રના જેવા મુખવાળી અને હિરણનાં નેત્રો જેવાં બેઉ નેત્રોવાળી શિવદેવી નામની રાણી હતી... કુમારનો જન્મ થતાં એ કાંતિથી દસે દિશાઓમાં પ્રકાશ ફેલાવતા અંધકારને હરનારા સૂર્યની જેમ જગતને પૂર્ણ કરી રહ્યો છે... (જ્ન્મ સાંભળતાં ઈંદ્ર સ્તુતિ કરે છે કે –) હે જિનવર, જે પ્રમાો રાત્રિમાં પૂર્ણ ચંદ્રમા શોભી રહે, જે પ્રમાણે સરોવરમાં કમલાંક સૂર્ય શોભી રહે, રત્નાકર સાગર જે પ્રમાણે રત્નોથી શોભી રહે, તે પ્રમાણે તમે કિરણોથી શોભી રહેશો.) માત્ર ગેયતાનું તત્ત્વ હોવાને કારણે જ જેને રાસસંજ્ઞા મળી છે તેવો ‘સપ્તક્ષેત્રિરાસુ’ કોઈ અજ્ઞાત કવિની ઈ.૧૨૭૧ (સં.૧૩૨૭)ના માઘ સુદિ ૧૦ ગુરુવારને દિવસે પૂરી કરેલી ૧૧૯ કડીઓમાં રચાયેલી કૃતિ છે: -૧૦૭ ગેયતાના વૈવિધ્યની દૃષ્ટિએ આ રાસના સાત ખંડ જોવામાં આવે છે; બેશક, એ ખંડોની ‘વણિ’ ‘ભાસ’ કે ‘કડવક' જેવી સંજ્ઞા મળતી નથી. ખંડ ૧ : ૧૮ કડીઓના આ ખંડમાં એકી કડી અંતે ગા લ' ધરાવતી સામાન્ય રીતે ૧૩+૭ માત્રાની દ્વિપદી છે, જ્યારે ૧૮મી સિવાયની કડીઓ ચરણાકુળનાં ચાર ચરણોની છે, ૧૮મી કડી ૩૦ માત્રાની સરૈયાનાં બે ચરણની છે.
SR No.032072
Book TitleGujarati Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2001
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy