SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ : ૧ આ સમય આસપાસ સુમતિગણિ નામના જૈન સાધુનો રચેલો નેમિનાથરાસ જાણવામાં આવ્યો છે. જિનદત્તસૂરિના ‘ગણધરસાર્ધશતક' ઉપર બ્રહવૃત્તિની રચના ખંભાતમાં આરંભીને ઈ.૧૨૩૯માં માંડવગઢમાં પૂરી કરી તે, જિનપતિસૂરિના શિષ્ય સુમતિગણિ હોવાની શક્યતા છે. એમનો દીક્ષા સંસ્કાર ઈ.૧૨૦૪ (સં.૧૨૬)ના અષાઢ સુદિ છઠને દિવસે, ઘણું કરી મારવાડના ખેડપુરમાં થયેલો ઈ.૧૨૧૭માં જિનપતિસૂરિ શિષ્યો સાથે હરદ્વાર ગયેલા ત્યાં નગરકોટના રાજા પૃથ્વીચંદ્રના કાશ્મીરી પંડિત મનોદાનંદ સાથેના શાસ્ત્રાર્થમાં જિનાલોપાધ્યાય અને સુમતિગણિ પણ સાથે હતા. કવિએ ગણધરસાર્ધશતકવૃત્તિ સંસ્કૃતમાં ઈ.૧૨૩૯માં રચેલી.૪ ગ્રંથકાર કાવ્યના આરંભમાં તેમજ છેલ્લે પ૩મી-૫૪મી કડીઓમાં જણાવે છે તે પ્રમાણે આ રાસકૃતિ છે. ૦૫ આ મુખ્યત્વે ચરણાકુળ છંદમાં રચાયેલ છે, પરંતુ આ ૧૬ માત્રાનાં પદોમાં ઝૂમખાની પહેલાં એણે ધૂવડ શબ્દ મૂક્યો છે. આ ઘૂવડ ની પૂર્વે પેલી બાવીસ માત્રાનાં પદોવાળી દ્વિપદીઓ છે. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે આ દ્વિપદીઓ ધ્રુવીઓ છે અને પછીનાં ત્યાંનાં ચરણાકુળનાં પદ સંગીતાત્મક ગેય સ્વરૂપનાં છે. ગ્રંથકારે બાવીસમા તીર્થંકર નેમિનાથનું ધર્મચરિત્ર આ રાસમાં બાંધ્યું છે. કથાવસ્તુ કવિ આ પ્રમાણે આપે છે : શૌરિપુરીમાં સમુદ્રવિજય નામના યાદવરાજ અને એનાં શિવાદેવી નામનાં રાણી હતાં. કાર્તિક વદિ બારસને દિવસે શંખનો જીવાત્મા એમના ગર્ભમાં આવ્યો અને શ્રાવણ સુદ પાંચમની રાત્રિએ નેમિકુમારનો જન્મ થયો. જન્મસમયે ૫૬ દિકકુમારીઓએ રાણીની પરિચર્યા કરી અને અન્ય દેવો મેરુ પર્વત ઉપર એકઠા થયા ત્યાં ઈંદ્ર રાણીને અવસ્થાપિની નિદ્રામાં નાખી કુમારને લાવ્યો ને અભિષેક પછી પાછો સ્વસ્થળે પહોંચાડી દીધો. કુમારે ગર્ભાવસ્થામાં અરિષ્ટનેમિનાં દર્શન કરેલાં તેથી એનું નામ “અરિષ્ટનેમિ પાડવામાં આવ્યું. આ અરસામાં જરાસંધના ભયે યાદવો મથુરાનો ત્યાગ કરી સમુદ્રતટે દ્વારાવતીમાં જઈ વસ્યા. નેમિકુમાર ફરતા ફરતા એક દિવસે શ્રીકૃષ્ણની આયુધશાળામાં ગયા અને રમતમાં શ્રીકૃષ્ણનો શંખ વગાડ્યો, જેને લીધે ત્રણે ભુવન ખળભળી ઊઠ્યાં. શ્રીકૃષ્ણ પણ બેબાકળા થઈ બળદેવને પૂછવા લાગ્યા ત્યારે બળરામે કહ્યું કે ડરશો નહિ, આ કુમાર તો મોક્ષાર્થી છે, એનાથી તમને નુકસાન નથી. શ્રીકૃષ્ણ એક વાર નેમિકુમાર સાથે વંદ્વ ખેલવા માગણી કરી ત્યારે નેમિકુમારે પોતાનો હાથ પ્રસારી એને નમાવવા કહ્યું. શ્રીકૃષ્ણ અને નમાવી ન શક્યા અને હાથે લટકી રહ્યા. એ પછી સમુદ્રવિજયની પ્રસન્નતા ખાતર યાદવોએ નેમિકુમારના લગ્નની વાત ઉપાડી. નેમિકુમારે એ સમયે મૌન રાખેલું એને સંમતિ સમજી રાજા ઉગ્રસેનની પુત્રી રાજિમતી સાથે લગ્ન કરવા ગોઠવણી કરી. જ્યારે જાન ઉગ્રસેનના મહાલયે ગઈ ત્યારે ભોજનમાં ઉપયોગમાં લેવાને માટે રાખેલાં ચિત્કાર કરતાં પશુઓને જોઈ કુમારે લગ્ન કર્યા વિના જ રથ પાછો વાળ્યો. વૈરાગ્ય આવતાં
SR No.032072
Book TitleGujarati Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2001
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy