SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ : ૧ મળે છે : કોવાનલ-પજ્યુલિઉ તાવ ભરફેસરુ જંપઈ | રે રે દિયહુ પિયાણ ઠાક જિમુ મહિયલ કંપઈ ||રવા ગુલગુલંત ચાલિયા હાથિ નૈ ગિરિવર જંગમ | હિંસારવિ પહિરિય દિયંત હલ્લિય તરંગમ ||રા ધર ડોલઈ ખલભલઈ તેનું દિણિયરું છાઈજ્જઈ | ભરફેસરુ ચાલિયઉ કટકિ કસુ ઊપમ દીજઈ ર રા 9 [કોપાલથી સળગી ઊઠેલો ભરતેશ્વર ત્યારે કહે છે : ધરણી ધ્રૂજી ઊઠે તે પ્રમાણે લશ્કરનું પ્રયાણ કરો. એ વખતે ગડગડાટ કરતા હાથીઓ, જાણે કે જંગમ પર્વતો ન હોય તેમ, ચાલવા લાગ્યા. હણહણાટી કરતા ઘોડા આગળ વધવા લાગ્યા. ધરા ધ્રુજી ઊઠે છે, તેના ખળભળી ઊઠી છે – એની રજથી સૂર્ય ઢંકાઈ ગયો છે. લશ્કર લઈ ભરતેશ્વર ચાલ્યો. એની શી ઉપમા આપીએ?]. બંનેની અથડામણ વખતે કર્તા એક દ્વિપદી મૂકે છે : અતિ ચાવિલે પાડરે હોઇ, અતિ તાણિઉ તૂટઈ | અતિ મથિયું હોઇ કાલકૂટ, અતિ ભરિયે ફૂટઈ ૨૪ા ૦૮ અિત્યંત ચાવેલું લોચો થઈ જાય છે, અત્યંત તાણવામાં આવેલું તૂટી પડે છે, ખૂબ મથવામાં આવે તો ઝેર થઈ જાય છે અને ખૂબ ભરવામાં આવે તો વાસણ ફૂટી જાય છે.) આ રચનાને ઘોર શા માટે કહેલી છે એ સમજાતું નથી, આ ગ્રંથમાં કશે એનો નિર્દેશ નથી, તો એ “રાસ' હોવાનો પણ નિર્દેશ નથી, માત્ર વર્ણનાત્મક કથા હોઈ એને “રાસ' પાછળથી ગણી લેવામાં આવ્યો લાગે છે. “રાસહ છંદિહિં અપાયેલી રચના તો ઈ. ૧૧૮પમાં રચાયેલી પ્રાપ્ત થતી વીરરસપૂર્ણ “ભરતેસર-બાહુબલિરાસ' નામની વિસ્તૃત રચના છે. કાવ્યાંતે જણાવવામાં આવ્યું છે તે પ્રમાણે આ રાસના કર્તા રાગચ્છના વજસેનસૂરિના શિષ્ય શાલિભદ્રસૂરિ હતા. એ પોતાની રચનાનું નામ “ભરતેસરચરિત્ર' જ કહે છે. એના છંદોની ગેયતાની તાસીર જોતાં તેમજ એમાં આવતું સરસ્વતી ધડને જોતાં ગેય રાસકૃતિ' તરીકે કથાત્મક સ્વરૂપનો રાસ બની રહે છે. “ભરતેસર-બાહુબલિ ઘોર'માં ૪ ખંડ પડતા હતા, પરંતુ આ વિસ્તૃત કાવ્ય ૧૫ ખંડોમાં વિભક્ત થાય છે. ૨૧ આ ખંડોને કેવળ નામ આપવામાં આવ્યું છે. વપરાયેલા છંદોની તારવણી આ પ્રમાણે છે. : ઠવણિઓના સાંધામાં “વસ્તુ' છંદ છે (કડી ૧૬-૧૭, ૭૭-૭૮, ૯૫, ૧૦૪, ૧૧૮-૧૧૯, ૧૩૭
SR No.032072
Book TitleGujarati Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2001
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy