SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ રાસ અને ફાગુ સાહિત્ય ૧૨૯ મહેતાની ચાતુરીઓમાં જોવા મળે છે; રાસયુગના રાસોમાં આપણને આવી ઉત્કટ પ્રતિભાનાં દર્શન થવાનાં નથી. સમય ચોક્કસ નથી જ, છતાં આચાર્ય હેમચંદ્રના ઉત્તર સમયમાં રચાયેલી એક નાની કૃતિ “ભરતેશ્વર-બાહુબલિ-ઘોર' નામની જાણવામાં આવી છે. આ ૪૮ કડીઓની નાની રચના વજસેનસૂરિની છે, જેમણે ગુરુ તરીકે દેવસૂરિનું નામ સૂચવ્યું છે.૭૫ આ દેવસૂરિ તે આચાર્ય હેમચંદ્રના સમકાલીન સુપ્રસિદ્ધ જૈનાચાર્ય વાદિદેવસૂરિ, જેમને દિગંબર વિદ્વાન “કુમુદચંદ્ર' સાથે વિવાદ થયેલો અને વિજય મળેલો. આ વાદિદેવસૂરિનું પોતાના ગુરુ મુનિચંદ્રસૂરિ (અવસાન ઈ.૧૧૨૨)નું સ્તવન' તત્કાલીન લોકભાષામાં રચ્યું મળે છે. (વિકસતા આવતા ઉત્તર ગૌર્જર અપભ્રંશમાં). એમનો સમય (ઈ.૧૦૫૮-૧૧૭૦) છે. એમના એક શિષ્ય મહેશ્વરસૂરિએ પાક્ષિક સપ્તતિની સુપ્રબોધિની વૃત્તિ લખેલી તેમાં ગુરુભાઈ વજસેનગણિએ સહાય કરેલી. આ વજસેને ‘ત્રિષષ્ટિ-સાપ્રબંધ'ની રચના કરી હતી. ગુરુની હયાતીમાં આ કૃતિ રચાઈ હોય તો સમય ઈ. ૧૧૬૯ એ મોડામાં મોડો આવી શકે; તો આ કૃતિ આ પ્રકારની પહેલી જ પ્રાપ્ય રચના કહી શકાય. આ રચના ગેય દેશીઓમાં પકડાય છે. કડી ૧-૧૦ ચોપાઈનાં બે ચરણ અને દોહરાનું વિષમ પદ – આમ દોઢિયું માપ છે; કડી ૧૧-૧૮ ચોખ્ખી સોરઠાના માપમાં છે; ૧૯-૨૬ રોળાનાં અડધિયાં છે; કડી ૨૭-૪૮ ચોખ્ખા સોરઠા છે. આમ કૃતિ ચાર ખંડમાં છે, જોકે “ભાસ' “ઠવણિ' કે કડવક' જેવા શબ્દ એમાં સૂચિત થયા નથી. કોઈ પણ જાતના વિશિષ્ટ કાવ્યતત્ત્વ વિનાની આ રચના ઋષભદેવના મોટા પુત્ર ભરત અને બીજા પુત્ર બાહુબલિ વચ્ચેના યુદ્ધ-પ્રસંગના વસ્તુ ઉપર રચાયેલી છે. ઋષભદેવે પોતાની ગાદી મોટા કુમાર ભરતને સોંપી, બીજા કુમારોને પણ તે તે પ્રદેશનાં રાજ્ય સોંપી સંયમવ્રત લીધું. રાજા ભરતને ચક્રવર્તી થવાનું હતું એટલે આયુધશાલામાંથી ચક્ર નીકળ્યું અને ભારતે દિગ્વજય કર્યો, પણ ચક્ર આયુધશાલામાં પ્રવેશ કર્યો નહિ. તપાસ કરતાં માલૂમ પડ્યું કે ભરતના ૯૯ ભાઈઓએ હજી ભારતની આણ સ્વીકારી નથી. એ ઉપરથી કહેણ મોકલતાં બાહુબલિ સિવાયના ૯૮ ભાઈ તો તાબે થઈ ગયા, પરંતુ બાહુબલિએ આણ ન સ્વીકારી. ભરત અને બાહુબલિ વચ્ચે ઘોર યુદ્ધ મચ્યું, જેમાં ભારે માનવહાનિ થઈ, એટલે બંનેએ ટૂંકું યુદ્ધ ખેલવાનો નિશ્ચય કર્યો. આ યુદ્ધમાં ભરતની હાર થઈ, બાહુબલિએ ચક્રને કબજે કરી લીધું; પરંતુ એ પછી બાહુબલિએ પંચમુષ્ટિથી કેશલુચન કર્યું, પ્રવ્રજ્યા લીધી. ભરત એને પગે પડ્યો અને ક્ષમા માગી. ભરતે જ્યારે પોતાના પરાજયનું કારણ પિતાને પૂછ્યું ત્યારે એમણે એ પૂર્વકર્મનું પરિણામ હોવાનું કહ્યું. થોડી ચમક ભરતેશ્વરનું સૈન્ય બાહુબલિ તરફ આગળ વધે છે ત્યાં જોવા
SR No.032072
Book TitleGujarati Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2001
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy