SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૧ આ યુગમાં જૈનેતર પદ્ય કે ગદ્ય લખાયેલાં ભાગ્યે જ જોવા મળે છે. અપવાદ લૌકિક કથાસાહિત્યની માત્ર બે જ કૃતિઓના છે : અસાઇતકૃત ‘હંસાઉલિ’ (ઈ. ૧૩૬ ૧)૧૧ અને ભીમકૃત ‘સદયવત્સચરિત'(ઈ.૧૪૧૦)૧૬. હિંદી સાહિત્યના ઇતિહાસગ્રંથોમાં ‘વીરગાથાકાલ' તરીકે કહેવામાં આવેલા યુગની નરપતિ નાલ્ડ-કૃત વીસલદેરાસો' અને ચંદબરદાઈ-કૃત ‘પૃથુરાજરાસો' એ બેઉ કૃતિઓ ‘રાસયુગ’ પછીની રચનાઓ પુરવાર થઈ ચૂકી છે એટલે એ ગણનાપાત્ર રહી નથી. ‘રાસયુગ’માં રાસ, ચર્ચરી, ફાગુ, લૌકિક પ્રબંધકથાઓ, બારમાસી, છંદ, કક્ક અને માતૃકાચઉપઈ, કલશ, તેમજ ફુટકળ પદરચનાઓ, અને વધારામાં થોડું ગદ્ય પણ ખેડાયેલ છે. આમાં ‘રાસ’ ખૂબ ખેડાયો છે, ‘ચર્ચરી' ક્વચિત જ મળે છે,૪ બાકીના સાહિત્યપ્રકારોમાં ‘ફાગુ’ કાંઈક ધ્યાન ખેંચે તેવી રીતે ખેડાયા છે. લૌકિક પ્રબંધ-કથાઓ થોડી જ ખેડાઈ છે, પણ થોડી હોવા છતાં એ પોતાનું વિશિષ્ટ સ્થાન સાચવી રાખવા શક્તિમાન છે. બીજા પ્રકારો ખૂબ જ થોડા અને સાહિત્યપ્રકાર તરીકે, બારમાસી'ના અપવાદે, મહત્ત્વનું સ્થાન જાળવવા શક્તિમાન કહી શકાય; જ્યારે ગદ્યમાં ‘અતિચાર’ના ટુકડા, ટબા, બાલાવબોધો, થોડાં ઔક્તિક, કેટલાંક સુમધુર વર્ણક, અને મોડેથી પૃથ્વીચંદ્રચરિત’(ઈ.૧૪૨૨) જેવી સાહિત્યક કથા રચાયેલ મળે છે. ‘રાસ’સંજ્ઞા ‘રાસ’ કે ‘રાસો’ સંજ્ઞા કાનને અથડાય છે કે તરત જ આપણે ગેય પ્રકારની ધર્મચરિતમૂલક રચનાઓ ‘રાસ’ તરીકે અને ઐતિહ્યમૂલક પ્રબંધપ્રકારની રચનાઓ ‘રાસો’ તરીકે કહેવા લલાઈએ છીએ. [‘રાસુ' એ તો ‘રાસ’ શબ્દની પહેલી વિભક્તિ એ. વ.નું અપભ્રંશકાલીન રૂપ માત્ર છે. ‘રાસો’ એ અંતે સ્વરભારવાળા રાસ: નું પ્રા. રાસો > અપ. રાસડ દ્વારા નિષ્પન્ન રૂપ છે. આમ રાસ અને રાસં એ બે સંજ્ઞા સરળતાથી મેળવી શકાય છે. ‘રાસ’-રાસય’(સં. રાસ –રાસ) એ બે સંજ્ઞાઓનો સૌથી જૂનો પ્રયોગ ઉદ્યોતનસૂરિની પ્રાકૃત ગદ્યપદ્યાત્મક ‘કુવલયમાલા’ નામની ગદ્યકથા (શાકે ૭૦૦ સં. ૮૩૫ - ઈ.૭૭૯ - મારવાડની ભૂમિને માટે વપરાતા જૂના ગુજ્જરદેશના જાબાલિપુ૨-જાલોરમાં રચાયેલી) ગેય નૃત્તનો ખ્યાલ આપે છે.૧૫] એ સંદર્ભ ઉપરથી ‘ચર્ચરી’ સાથે એકાત્મકતા ધરાવતું ગાન સમજાય છે. આવો પણ શુદ્ધ સાહિત્યસ્વરૂપાત્મક ‘રાસ’ શબ્દનો પ્રામાણિક પ્રયોગ તો અબ્દુર રહેમાને રચેલો સંદેશક-રાસક' (ઈ.૧૨મી શતાબ્દી)નો છે : ‘સુપ્રસિદ્ધ અબ્દુર રહેમાને ‘સંદેશક-રાસક’ની રચના કરી. ૧૫ ખ્યાલમાં રાખવા જેવું છે કે એ પછી શાલિભદ્રસૂરિ એના ભરતેશ્વરબાહુબલિરાસ' (ઈ.૧૧૮૫)માં ‘રાસના -
SR No.032072
Book TitleGujarati Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2001
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy