SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ રાસ અને ફગુ સાહિત્ય ૧૧૧ કે જે લોકમાં પ્રચલિત એક અપભ્રંશ-સ્વરૂપમાંથી નવા સંસ્કાર પામતાં વિકસતું આવતું રૂપ હતું. એ રૂપનો વિકાસ આરંભાયો ત્યારે એનો પ્રદેશ-વિસ્તાર ગુજરાતસૌરાષ્ટ્ર-કચ્છ ઉપરાંત સમગ્ર મારવાડ-મેવાડ અને માળવાને આવરી લેતો હતો. અરબ મુસાફર અલુબીરુની (ઈ.૧૦૩૦) જેને ગ્રાત કહે છે તે પ્રદેશ આબુથી લઈ ઉત્તરે જયપુર સુધીનો વિસ્તૃત વિસ્તાર હતો. એટલે એ પ્રદેશમાં જે કોઈ પ્રાંતીય ભેદ હતો એ વૈયાકરણોએ આપેલો નૌર્નર ૩પભ્રંશ હતો. ચૌલુક્ય રાજવંશે ગુજરાતના આજના ઉત્તર પ્રદેશને નાત નામ લાવી આપ્યું ત્યારે આ પ્રદેશની વ્યવહારની ભાષા કોર્નર અપભ્રંશ કહેવાતી જ હતી. અને આચાર્ય હેમચંદ્ર પોતાના પ્રદેશમાં પ્રચલિત સ્વરૂપને પોતાના સંસ્કૃત-પ્રાકૃત વ્યાકરણ સિદ્ધહેમ'ના અંતભાગમાં બાંધ્યું ત્યારે ઉદાહરણો એકઠાં કરી મૂક્યાં એ સ્વરૂપ, એ પૂર્વે જ સરસ્વતીકંઠાભરણકાર ધારાનરેશ ભોજદેવની ટીકાને પાત્ર બનેલું, શૌર્નર અપભ્રંશ જ હતું. આ સ્વરૂમાં જ અર્વાચીનતા તરફ આવનારી પ્રક્રિયાનો આછો આરંભ થઈ ચૂક્યો જ હતો. એમના સમકાલીન કહી શકાય એમ છે તેવા અબ્દુર રહેમાનના “સંદેશક-રાસક' અને એમના ઉત્તર કાલમાં રચાયેલા વજસેનસૂરિના ભરતેશ્વરબાહુબલિઘોર' (ઈ.૧૧૬૯), તેમજ એમના અવસાન પછી રચાયેલા શાલિભદ્રસૂરિના “ભરતેશ્વર-બાહુબલિરાસ (ઈ.૧૧૮૫)ના સાહિત્યિક ભાષાસ્વરૂપમાં એ પ્રક્રિયા પ્રબળતા ધારણ કરતી જતી અનુભવાય છે. આ સ્વરૂપમાં અપભ્રંશકાલીન લાક્ષણિકતાના અંશ સચવાયેલા પડ્યા હોઈ એને આપણે “ઉત્તર ગૌર્જર અપભ્રંશ એવું નામ આપી શકીએ. ઉમાશંકર જોશીએ જૂની પશ્ચિમી રાજસ્થાની’ને માટે મારુ ગુર્જર એવી સંજ્ઞા ચીંધેલી તે સંજ્ઞા ભલે એ યુગને આપી હોય, મને તો આ ‘ઉત્તર ગૌર્જર અપભ્રંશને માટે વધુ બંધબેસતી લાગે છે. “આદિમ ગુજરાતી” કહીએ, “આદિમ મારવાડી કહીએ કે “આદિમ ટૂંઢાળી આદિમ મેવાતી “આદિમ માળવી' કહીએ, એ સમાન સ્વરૂપ જ છે. આ સ્વરૂપ વિકસતુંવિકસતું “મુગ્ધાવબોધ ૌકિક' (ઈ.૧૩૯૪)ની રચના સુધીમાં ગુજર ભાખા'ની સાહિત્યિક પહેલી શુદ્ધ ભૂમિકામાં સ્થાપિત થઈ જાય છે. નરસિંહ મહેતાએ ઊર્મિથી ઊછળતા પદસાહિત્યનો પ્રવાહ વહેવડાવવાની શરૂઆત (ઈ.૧૪૩૪ આસપાસ) કરી ત્યાંસુધીના સમયમાં રાસ' નામનો મુખ્ય સાહિત્યપ્રકાર વિપુલતાથી ખેડાયેલો હોઈ આ યુગને “રાસયુગ' એવું નામ આપવું સ્વાભાવિક ગણાશે. આમાં ઉત્તર ગૌર્જર અપભ્રંશની સાહિત્યિક ભાષાભૂમિકાના અનુસંધાનમાં “ગુજર ભાખા'ની પણ પહેલી સાહિત્યિક ભૂમિકામાં થયેલી રચનાઓ પણ સ્થાન પામી રહે છે. હકીકતે ઈ.૧૧૬૯થી ઈ.૧૪૩૪ સુધીનાં અંદાજે પોણા ત્રણસો વર્ષના સાહિત્યનો આ યુગ ગણવામાં બાધ નથી.
SR No.032072
Book TitleGujarati Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2001
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy