SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ : ૧ સંસ્કૃત-પ્રાકૃતને બદલે સંસ્કૃત ભાષા વધુ પ્રાધાન્ય ધરાવતી થઈ અને ઇતિહાસની અને ઐતિહાસિક અનુશ્રુતિઓની વાતો મુખ્યત્વે સંસ્કૃત ગદ્યમાં આપવામાં આવી છે તેવો પ્રબંધચિંતામણિ' નામનો ગ્રંથ નાગૅદ્રગચ્છના મેરૂતુંગસૂરિને હાથે ઈ.૧૩૦૫માં વઢવાણમાં અસ્તિત્વમાં આવ્યો. એક બીજા મેરૂતુંગના ગ્રંથો તે ‘વિચારશ્રેણી-સ્થવિરાવલી (ઇતિહાસમિશ્રિત ગ્રંથ) અને “મહાપુરુષ ચરિત' (૯ઉપદેશશતી) છે. ક્યારે રચાયેલ છે એ જાણવામાં નથી, પરંતુ ઈ.૧૩૦૯માં તાડપત્ર ઉપર લખાયેલ પલ્લીવાલગચ્છના મહેશ્વરસૂરિની “કાલકાચાર્ય કથા' પ્રા.) અને નાઈલ્લગચ્છના વિજયસિંહસૂરિની “ભુવનસુંદરીકથી મળી આવેલા છે. ઠક્કર ફેરએ ઈ.૧૩૧૬માં રચેલો “વાસ્તુસાર ગ્રંથ જાણવામાં આવ્યો છે. આ ગ્રંથકારે જ્યોતિષસાર દ્રવ્યપરીક્ષા” અને “રત્નપરીક્ષા' રચી એના પર વૃત્તિઓ પણ લખી. બીજા સાહિત્યકારોની રચનાઓમાં કમલપ્રભનું “પુંડરીકચરિત્ર' (ઈ.૧૨૧૬), સોમતિલકનાં “નક્ષેત્રસમાસ' “વિચારસૂત્ર' અને “સપ્તતિશતસ્થાનક' (ઈ.૧૩૩૧), સુધાકલશની “સંગીતોપનિષદ્ (ઈ.૧૩૨૪) અને એનો સાર સંગીતોપનિષત્સાર' (ઈ.૧૩૫૦) તથા એકાક્ષરનામમાલા કોશ', જિનદત્તસૂરિકૃત “ચૈત્યવંદન-દેવવંદન' કુલક ઉપર જિનકુશલસૂરિની વૃત્તિ, એમના શિષ્ય લબ્લિનિધાનનું એ વૃત્તિ ઉપર ટિપ્પણ, રુદ્રપલ્લીપગચ્છના સોમતિલકસૂરિનાં વરકલ્પ' ષડ્રદર્શન-ટીકા બેઉ ઈ.૧૩૩૩), શીલોપદેશમાલા વૃત્તિ” (“શીલતરંગિણી' – ઈ.૧૩૩૬). લઘુસ્તવટીકા' (ઈ.૧૩૪૧) અને કુમારપાલપ્રબંધ' - ઈ.૧૩૬૮), જયવલ્લભની પ્રા. “વજ્યાલય' ઉપર ટીકા ઈ.૧૩૩૭), ચંદ્રસૂરિની ગૌતમપૃચ્છા-વૃત્તિ', અને સર્વાનંદસૂરિનું જગડૂચરિત', ભુવનતુંગસૂરિની “ઋષિમંડલ-વૃત્તિ “આતુપ્રત્યાખ્યાન-વૃત્તિ અને “ચતુ શરણ-વૃત્તિ એ જાણવામાં આવેલી છે. ૫૯ આ સમયના અંતભાગનો નેમિનાથને લગતા બે ફાગુઓના કર્તા રાજશેખરસૂરિનો મેરૂતુંગના પ્રબંધચિંતામણિના પ્રકારનો પ્રબંધકોશ' કિંવા ચતુર્વિશતિપ્રબંધસંગ્રહ' નામનો ઐતિહ્યમૂલક અનુકૃતિઓના આધારે લખાયેલો ગ્રંથ ઈ.૧૩૪૯માં દિલ્હીમાં રચાયેલો. એમની બીજી રચનાઓ તે કૌતુકકથા' સ્યાદ્વાદકલિકા કે સ્યાદ્વાદ-દીપિકા' “રત્નાવતારિકા પંજિકા, શ્રીધરની ન્યાયકંદલી'ની પંજિકા અને “ષદર્શનસમુચ્ચય' પદ્યાત્મક) છે. એમણે જ્ઞાનચંદ્રનું “રત્નાવતારિકા-ટિપ્પન' સુધારી આપેલું. આ પછીના પ્રવાહમાં ગુણસમૃદ્ધિ મહત્તરાનું “અંજણાસુંદરી-ચરિત' (પ્રાકૃતમાં ઈ.૧૩૫), મેરૂતુંગનું દેવચરિત' (ઈ.૧૩૫૩) અને સંભવનાથ ચરિત' (ઈ.૧૩૫૭), મુનિભદ્રસૂરિનું શાંતિનાથચરિત' (ઈ.૧૩૫), સોમકીર્તિની કાતંત્ર-વ્યાકરણ-પંચિકા' ઈ. ૧૩૫૫), ભાવદેવસૂરિનાં પાર્શ્વનાથચરિત' (ઈ.૧૩૫૬), યતિદિનચર્યા પ્રાકૃત), ‘અલંકારસાર અને કાલિકાચાર્યકથા', કૃષ્ણગચ્છના જયસિંહસૂરિનાં કુમારપાલચરિત'
SR No.032072
Book TitleGujarati Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2001
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy