SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ સાહિત્ય પ્રાચીન કાળ ૧૦૩ અને “સમ્યકત્વાલંકાર', રાજગચ્છીય પ્રભાચંદ્રસૂરિનું ઐતિહાસિક તત્ત્વો સાચવનારું પ્રભાવકચરિત' (ઈ.૧૨૭૮), ભાલચંદ્રની “વિષયવિનિગ્રહકુલક-વૃત્તિ' (ઈ.૧૨૮૧), માલ્વેિષેણસૂરિની જાણીતી સ્યાદ્વાદમંજરી (ઈ.૧૨૯૩), જિનપ્રભસૂરિનો મહત્ત્વનો ઐતિહાસિક મહત્ત્વવાળો પ્રાકૃત ગ્રંથ “વિવિધતીર્થકલ્પ' (ઈ.૧૨૮૧થી ૧૩૫૩) – આ સૂરિ એ યુગના એક સમર્થ જૈનાચાર્ય હતા; એમણે સંખ્યાબંધ સ્તોત્રો (સં. અને પ્રા.) ઉપરાંત “કાતંત્રવ્યાકરણ -વિભ્રમ ટીકા' (દિલ્હીમાં ઈ.૧૨૯૬), દ્વયાશ્રય મહાકાવ્ય “શ્રેણીકચરિત'- ઈ.૧૩૦૦), વિધિપ્રપા' (કોસલનગરમાં – ઈ.૧૩૦૭), ‘કલ્પસૂત્ર-વૃત્તિ સંદેહવિષૌષધિ' (અયોધ્યામાં ઈ.૧૩૦૮) તથા “સાધુપ્રતિક્રમણ-વૃત્તિ' (ઈ.૧૩૦૮), “આવશ્યક-સૂત્રની અવચૂરિ” અને બીજા પણ સંખ્યાબંધ સંસ્કૃત-પ્રાકૃત નાનાનાના ગ્રંથોની આ રચનાઓ કરેલી મળી છે. ૫૮ આ છેલ્લા જિનપ્રભસૂરિએ અપભ્રંશમાં પણ રચનાઓ કરી છે : મદન-રેખા-સંધિ (ઈ.૧૨૪૧), “વયરસામિ-ચરિઉ, મલ્લિચરિઉ', “ષપંચાશદ્ર દિકકુમારિકાભિષેક’, ‘મુનિસુવ્રત જન્માભિષેક', “જ્ઞાન પ્રકાશ', “ધર્માધર્મ વિચારકકુલક', શ્રાવકવિધિપ્રકરણ' – “ચૈત્યપરિપાટી વગેરે પણ રચ્યાં છે. (એમનાં નેમિનાથરાસ” અને સ્થૂલિભદ્રફાગ’ એ વિકસતા જતા ઉત્તર અપભ્રંશ'ની રચનાઓ છે) “સંદેશક રાસ' નામની એક રાસ-કૃતિ પશ્ચિમ દેશમાંના મ્લેચ્છ દેશના મીરસેનના પુત્ર અધૂહમાણ – અબ્દુર રહેમાન નામના મુસ્લિમ કવિની સંસ્કૃત પ્રકારના દૂતકાવ્યની ઉત્તર અપભ્રંશ ભાષાની રચના જાણવામાં આવી છે. એના સમય વિશે મતભેદ હોવા છતાં એને છેક પંદરમી સદીમાં લઈ જઈ શકાય એમ નથી : એ તેરમી સદીમાં હજી ખંભાત ઉપર મુસ્લિમ સત્તાનાં પગરણ નહોતાં થયાં એ પહેલાંની એક તંતુ વાય (વણકરનું કામ કરનારા) કવિની રચના છે. ઋતુવર્ણનોથી સમૃદ્ધ આ રચના દૂતકાવ્યનો ઉચ્ચતમ નમૂનો છે. ગુજરાતમાં મુસ્લિમ સત્તા (ઈ.૧૩૦૪થી શરૂ) હવે એ નિશ્ચિત છે કે દિલ્હીથી અલાઉદ્દીનના પ્રતિનિધિ અલપખાને ઈ.૧૩૦૪માં ગુજરાતમાંથી કર્ણ વાઘેલાને પરાસ્ત કરી નાસી જવા ફરજ પાડી અને ગુજરાતનાં સત્તાસૂત્ર મુસ્લિમ-શાસન નીચે આવ્યાં. દેશમાં ભારે સત્તા પરિવર્તન થયું અને મોટા ભાગનાં હિંદુ અને ક્વચિત્ જૈન મંદિરોના ભંગ થયા. આમ છતાં જૈન સાધુઓના વિચરણને કાંઈ ભારે ઝાઝી મુશ્કેલી થઈ નહોતી. જ્યાં જ્યાં એ જતા ત્યાંત્યાં સાહિત્યપ્રવૃત્તિ તો ચાલુ જ રહી હતી. વિશેષમાં પ્રચલિત લોકભાષામાં બાલાવબોધોગદ્યવિવરણગ્રંથો આ નવા શરૂ થતા મુસ્લિમકાળમાં લખાવા લાગ્યા, જેણે ગુજરાતી ગદ્યનાં બીજ વાવી આપ્યાં.
SR No.032072
Book TitleGujarati Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2001
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy