SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ હું માનું છું કે આવી કોઈ જ્ઞાનવાર્તાઓ લખવાની મારી કોઈ શક્તિ નથી. મા સરસ્વતીની કૃપાથી આ લખાયું છે. કહું કે તેણે જ આ કથાઓ લખાવી છે. દરરોજ એક માળા ગણતાં તેની કૃપા માગું છું અને તેની કૃપા થાય તો બીજી શાન વાર્તાઓ કદાચ લખાય પણ ખરી. એક વાનનો અફસોસ છે. ઘણી જાણીતી ચરિત્રકથાઓ આમાં નથી. દૃષ્ટિ સમક્ષ એક ખ્યાલ હતો કે દરેક કથા ટૂંકમાં જ લખવી. બે કે ત્રણ પાનાંમાં એક વાર્તા સમાવવી. એટલે જે ચરિત્રો લખવા ૨૦ કે ૨૫ પાનાં જોઈએ તે ચરિત્રો આમાં નથી. મુખે શ્રીપાલ મયણા સુંદરી, ચંદરાજા, વસ્તુપાલ તેજપાલ, વિમળશાહ, શ્રીચંદ ચરિત્ર, અંબડ ચરિત્ર વગેરે નથી લખી શક્યો. ચોવીસે અરિહંત ભગવંતનાં ચરિત્રો પણ નથી લખ્યાં. શ્રી આદિશ્વર ભગવાન, મહાવીર સ્વામીજી વગેરેની કેટલીક વાતો બીજી વાર્તાઓ વાંચતાં આવે છે. પ્રભુ મહાવીરના સત્યાવીસ ભવોમાંથી મરીચી-નયસાર અને શ્રી નંદનમુનિનાં ચરિત્રો લીધાં છે. આવાં એકેક ચરિત્રો માટે એકેક ચોપડી લખાય એટલી સામગ્રી આપણા ભંડારમાં છે. જિજ્ઞાસુ વાંચશે તો રસતરબોળ જરૂર થશે. આ પુસ્તક છાપતાં પહેલાં ધાર્મિક દૃષ્ટિએ કંઈ ખોટું નથી લખાણું તે જોઈ જવા અને ભૂલો હોય તે સુધારવા પરમપૂજ્ય આચાર્યદેવ શ્રીમદ વિજયભુવનભાનુસૂરીશ્વરજીને વિનંતી કરી. તેઓએ આ કામ કી જ્યસુંદર વિજયજીને સોંપ્યું, જે તેઓએ ઘણી જહેમત લઈ ઘણી ભૂલો સુધારી મારા ઉપર અનહદ ઉપકાર કર્યો છે. તેઓનો ખૂબ જ આભારી છું. આ આભાર માટે મારો શબ્દભંડોળ ઘણો જ નાનો છે. મિત્ર શ્રી ચીનુભાઈ ગી. શાહ (સ્વસ્થ માનવ) આ કથાઓના વ્યાકરણદોષો સુધારી મારો ઘણો બોજ ઓછો ર્યો છે. તેમનો ખાસ આભાર માનું છું. ઉપરાંત શ્રી જયંતીભાઈ દર્શન પ્રિન્ટર્સે ઘણી કાળજી લઈ આ પુસ્તક જલદીથી છાપી આપ્યું છે તેમનો પણ આભાર માનું છું. ટૂંકમાં આ લખાણોમાં મારું કશું નથી. કારણ કે જ્ઞાનભંડારોમાંથી જ આ કથાઓ માટે ઉપયોગી સામગ્રી શોધી તેમાંથી થોડો સ્વાદ વાચકોને કરાવ્યો છે. છેવટે વિતરાગની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ લખાણું હોય તો ત્રિવિધ ત્રિવિધ મિચ્છામિ દુકકડમ. આ ચરિત્રો લખવામાં કંઈ પણ ક્ષતિ-ગુટી રહી ગઈ હોય તો વાચકો મારું ધ્યાન દોરજો તો બીજી આવૃત્તિમાં તે સુધારી શકાય. પંચશીલ એપાર્ટમેન્ટ અજ્ઞાની ત્રીજો પ્રેસ - ગાંધીનગર, બેંગલોર - ૫૬૦ ૦૦૯ વરજીવનદાસ શાહ તા. ૧૬ નવેમ્બર, ૧૯૯૨
SR No.032071
Book TitleJain Shasanna Chamakta Hira
Original Sutra AuthorN/A
AuthorVarjivandas Vadilal Shah
PublisherVarjivandas Vadilal Shah
Publication Year1993
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy