SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૧૦ અને યુક્તિ તેમાં ઉઘાડાં પડી જતાં હોવાથી તેમાંનું હાસ્ય ધારી અસર ઉપજાવતું નથી. રા. વિજયરાયની બાબતમાં એમ કહી શકાશે નહિ, “નાજુક સવારી માં તેમણે જે શક્તિ બતાવી હતી તે “ઊડતાં પાન'માં ટકાવી રાખી છે. જો કે સંગ્રહની બધી નિબંધિકાઓ એકસરખી અગંભીર કે અસરકારક નથી, પણ લેખકના બહુધા આત્મલક્ષી નૈસર્ગિક વિનોદથી ઘણીખરી નિબંધિકાઓ રચક અને હળવી બની છે. નિબંધિકારમાં તેના લેખકના સમદશી વિનોદી વ્યક્તિત્વનું પ્રતિબિંબ ઝિલાવું જોઈએ એની પ્રતીતિ “ઊડતાં પાન કરાવે છે. એ વિનોદ જીવનલક્ષી હોવા કરતાં સાહિત્યલક્ષી વધુ છે; મર્માળા છે પણ આત્મલીન હોવાથી તે સર્વપશ બનતું નથી. સ્વ. નવલરામકૃત “પરિહાસ'નું લખાણ પણ નિબંધકારી છે. તેમના આગલા સંગ્રહ “કેતકીનાં પુષ્પો'ની જેમ અહીં પણ કેળવણી, લગ્ન, સાહિત્ય, ધર્મ, રાજકારણ આદિ ક્ષેત્રોના વિવિધ પ્રશ્નો ઉપર કર્તાએ રમુજને, ઉપહાસને, કટાક્ષને પાર્થપ્રકાશ ફેંકે છે. એ બાબતમાં એમનું સ્થાન “વૈરવિહારી'ની સાથે ગણાશે. * નવીન લેખમાં સૌથી આગળ તરી આવે છે બે—એક તે કવિ કાન્તના પુત્ર મુનિ કુમાર અને બીજા તેમનાથી વધુ જાણીતા બનેલા મૂળરાજ અંજારિયા. મુનિ કુમારના “ઠંડે પહેરેમાં પાંચ સિવાયના બાકીના લેખે નિબંધિકાના સ્વરૂપના છે. એમાં રમુજી ટૂચકા છે, હાસ્યક્ષમ પ્રસંગે છે, શબ્દની રમત છે અને કટાક્ષાત્મક લખાણો છે. પરંતુ તેમનું હાસ્ય આયાસસિદ્ધ અને સસ્તું છે. તેમાં સ્વાભાવિકતા અને લક્ષ્યધિત્વના ગુણ ઓછા છે. શ્રી. મૂળરાજ અંજારિયાના ‘ટૂંકું ને ટચ” અને “લાકડાના લાડુ'માં નર્મમર્મયુક્ત ટૂચકાઓ અને કૌતુકપ્રેરક રમુજી વાતને સંગ્રહ મળે છે. જીવનના સર્વ પ્રદેશમાંથી લેખકે હાસ્યપોષક વિગતે માહિતી અને ચતુરાઈભરી રમત એકઠી કરી છે. તેમનું હાસ્ય એકધારું પ્રવાહી નથી. ક્યાંક તેનું નિશાન ખાલી જાય છે, ક્યાંક તે પ્રાકૃત બની જાય છે, કયાંક ઉછીનું લીધેલું લાગે છે તે ક્યાંક દંશદોષથી ખરડાય છે. તેમની શક્તિને ખરો કયાસ તે તેઓ જ્યારે લાંબી નિબંધિકાઓ લખે ત્યારે જ નીકળે. એક ઉત્સાહી જુવાન હાસ્યકાર “નકીર'નું નામ આ દાયકે તેમણે આપેલા ચાર સંગ્રહો-“હાસ્યવિલ્હેલ,” “જીવનહાસ્ય,' “અફલાતૂન ભેજ”
SR No.032069
Book TitleGranth Ane Granthkar Pustak 10
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1952
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy