SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ગયા દાયકાના વામય પર દષ્ટિપાત મૂળરાજ પેાતાના ફાળા આ દાયકે એ વિભાગમાં ઠીક નોંધાવ્યા છે. અંજારિયા, મુનિકુમાર ભટ્ટ, ચિનુભાઈ પટવા, નકાર, વર્મા-પરમાર, અગ્નિકુમાર વગેરે નવા લેખકા પણ તેમાં સામેલ થયા છે. LE " . ( એ સૌમાં હાસ્યના રધર લેખક યાતીન્દ્ર દવે છે. એમણે ‘ર’ગતરંગ' ભાગ ૨-૩-૪, · પાનનાં ખીડાં', ‘ અલ્પાત્માનું આત્મપુરાણુ ' અને ‘બીરબલ અને ખીજાં' મળીને કુલ છ પુસ્તકા આપ્યાં છે. પ્રથમ પાંચ મૌલિક છે, છઠ્ઠુ સપાદન છે. એ પાંચેમાં રંગતરંગ ’ને ચેાથેા ભાગ મુંબઈ વિષયક હાસ્યસામગ્રીથી ભરપૂર છે અને બાકીના ચારેમાં ‘સાચા ધમ 'થી માંડીને ‘ગ`ભ ' સુધીના, ‘ જીભ ’થી માંડીને · માંગી ' સુધીનાને ‘ ચૂંટણી 'થી માંડીને ‘ હું ’ના જગદ્વ્યાપી પ્રસ્તાર સુધીના ભિન્ન ભિન્ન કાટિના વિષયે લેખકની રમુજના વિષય બન્યા છે. જ્યાતીન્દ્રના લેખા નિબંધાકારી છે અને મૌલિક અણીશુદ્ધ નિબંધિકાનું સ્વરૂપ કલાત્મકપણે જાળવી રાખે છે. એમનું તર્કશાસ્ત્ર, સાહિત્ય, વેદાન્ત વગેરેની જાણકારી અને માનવસ્વભાવ તથા જગતમાં અન્યે જતી રાજિંદી ઘટનાઓનું વિશેષ જ્ઞાન તેમના હાસ્યને સક્ષ્મ સચેટ, સ્વાભાવિક તે મધુર બનાવે છે. પ્રચલિત માન્યતા કરતાં તેથી અવળીને જ પ્રમાણવું, વસ્તુમાં રહેલા હાસ્યાસ્પદ અંશને ઉપાડી તેને અતિરેકથી વિનેાદ કરવા, એમ કરતાં જાણી જોઈ ને વિષયાંતર થવા દેવું, પેાતાની જાતનેા પણ વ્યાજસ્તુતિ વગેરે દ્વારા ઉપહાસ કરવા, ભગ્ય ગંભીર વિષયેાના માને કે મનુષ્યનો વૃત્તિવનમાં રહેલી સામાન્ય નબળાઈના મધુર વિનેદ કરવા એ શ્રી. જ્યાતીન્દ્રના હાસ્યની કેટલીક ખાસ તરી આવે તેવી ખાસિયતા છે. તેમનું હાસ્ય મલક્ષી અને બુદ્ધિલક્ષી છે; તેમાં સ્થૂળ અને સૂક્ષ્મ બંને તત્ત્વા રહેલાં છે. સ્થૂળ સતે ખડખડાટ હસાવે છે તે સૂક્ષ્મ અધિકારીગમ્ય રહે છે. હાજરમુદ્ધિ, શબ્દપ્રભુત્વ અને ચતુરાઈમાં દીપતી નિસ દત્ત હાસ્યશક્તિ તેમને સદાય વરેલી છે. હાસ્યની આટલી સમથ શક્તિ ગુજરાતના અન્ય કાઈ લેખકમાં હાલ જોવા નહિ મળતી હાવાથી આ દાયકાના શ્રેષ્ઠ હાસ્યકાર તરીકે શ્રી. ન્યાતીન્દ્ર સહેજે માન પામે છે. મસ્તફકીરે એક પુસ્તક ‘ મસ્તફકીરનાં હાસ્યરત્ના 'ને નામે આ દાયકે આપ્યું છે, પણ તેમનાં શરૂઆતનાં પુસ્તકામાં જે અનાયાસસિદ્ધ હાસ્ય જોવા મળે છે તે આ પુસ્તકમાં જણાતું નથી. તેમનાં લખાણનાં હેતુ ગ્રં. ૭
SR No.032069
Book TitleGranth Ane Granthkar Pustak 10
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1952
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy