SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથ અને ગ્રંથકાર ૫૦ ૧૦ નવલિકા નવલકથા કરતાં નવલિકાનું કળાસ્વરૂપ આપણે ત્યાં મોડું ઘડાયું હોવા છતાં ટૂંકા ગાળામાં તેની પ્રગતિ ઝડપથી થઈ છે. નવલિકાની લોકપ્રિયતાનાં વિવિધ કારણે આગળ ધરવામાં આવે છે અને પ્રત્યેક ન લેખક ટૂંકી વાર્તા ઉપર તે હાથ અજમાવવાનો તથા પ્રત્યેક દૈનિક કે સામયિકને વાર્તા વિના તે ચાલે નહિ જ એવી રસમ પડેલી છે. તેમ છતાં નવલિકાસંગ્રહોની સંખ્યા નવલકથાનાં પુસ્તકે કરતાં આ દાયકે વધવા પામી નથી તેનું શું કારણ હશે ? શ્રી. ધૂમકેતુ જેવા સિદ્ધહસ્ત નવલિકાકાર પણ નવલકથાના ક્ષેત્રમાં જ ઘૂમતા રહ્યા છે અને જની વાર્તાઓને એકત્રિત. કરી તેના ચારેક સંગ્રહો છપાવવા સિવાય બીજી રીતે નવલિકાને તેમણે ઓછી રીઝવી છે. શું સામાન્ય જનસમૂહને માત્ર બે ઘડીના વિચારવિનોદ ખાતર જ નવલિકા પાસે જવું નહિ ગમતું હોય ? તેને જીવનના મોટા પટ ઉપર વિહરતાં પાત્રોની સૃષ્ટિ વિશેષ પ્રિય હશે ? અનેક ઘટનાઓ, પાત્ર, વર્ણને, સંધર્ષોની ફૂલગૂંથણીનું સાહિત્ય જાળવતા રસપ્રવાહમાં તેને ચિરકાલ સુધી તણવું હશે ? વિચાર કે લાગણીના લગીર ઝબકારાથી એનાં રસતરસ્યાં હૃદય પરિતૃપ્ત નહિ થતાં હોય? કે પછી નવલકથા કરતાં નવલિકા તેની સમજશક્તિ અને રસેન્દ્રિયની સૂક્ષ્મતાની વધુ અપેક્ષા રાખતી હશે તેથી? ગમે તેમ, નવલિકા કરતાં નવલકથા આ દાયકે વિશેષ લોકપ્રિય અંગ કર્યું છે. વારંવાર આગળ કરવામાં આવતાં કપ્રિયતાનાં કારણે આ પરિસ્થિતિમાં વાજબી ઠરતાં નથી. આમ કહેવાને હેતુ નવલિકાની કલા નવલકથાની કરતાં સરલ છે કે ઊતરતી છે એવો નથી; પણ લોકોની રુચિ દાયકે દાયકે કેમ પલટાતી રહે છે તે તરફ માત્ર ધ્યાન દેરવાને છે. આ દાયકે લગભગ સો જેટલા વાર્તાસંગ્રહ પ્રગટ થયા છે, જે સંખ્યા ગયા દાયકા કરતાં આ દાયકે નવલિકાને પ્રવાહ ધીમે વહે છે એમ સૂચવે છે. છેલ્લાં દસ વર્ષ દરમ્યાન પ્રતિવર્ષે, નવલિકાઓને ફાલ, વાતાવણ અનુકૂળ હોવા છતાં, પ્રમાણમાં ઊતરત જ તે જણાવે છે. સિદ્ધહસ્ત નવલિકાનવેશના કેટલાક સંગ્રહ મળ્યા છે; પણ લેખકોએ અગાઉ રળેલી કીર્તિમાં તે કશે વધારે કરતા નથી. ઊલટાનું ‘આકાશદીપ, “અંતરાય” “રસબિંદુ', ‘દિરેકની વાત–ભાગ ', “ઉન્નયન' અને સૂર્યા' જેવા વાર્તાસંગ્રહે તેમના લેખકેના અગાઉના સંગ્રહોની અપેક્ષાએ
SR No.032069
Book TitleGranth Ane Granthkar Pustak 10
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1952
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy