SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ગયા દાયકાના વમય પર દષ્ટિપાત અપરિચિત છતાં વિશિષ્ટ બળવાળા, અર્થસુંદર સચેટ શબ્દપ્રયોગોની તેની વિવિધ લઢણો સમેત લહાણ કરી છે. ગુજરાતી ગદ્યને આ શબ્દોએ નવી છટા ને બળ આપ્યાં છે. ' પણ વિવિધ જિલ્લાઓની તળપદી બેલીઓને કલાકૃતિઓમાં ઉપયોગ તેમનું ઔચિત્ય ને સૌન્દર્યક્ષમતા જાળવીને જ થાય અને કેવળ પ્રાદેશિક બોલીના લહેકા કે શબ્દની નવીનતાના મોહથી લલચાઈ લેખક સાધનને સાધ્ય બનાવી દેવાની પાયાની ભૂલના ભોગ ન થઈ પડે તે સારું, એટલે તે અતિરેક પ્રત્યે અંગુલિનિર્દેશ કરવો જોઈએ. વિષયને માટે નવાં નવાં જીવનક્ષેત્રો તરફ નવીન લેખકોનું ધ્યાન ખેંચાતું ગયું છે. પણ આલેખ્ય વિષયને એકસાઈવાળે, ઊંડે અને સર્વાગી અભ્યાસ બધા નવલલેખકોને હોય એમ જણાતું નથી. વાસ્તવલક્ષી નવલમાં વસ્તુની રજૂઆતમાં જે ચીવટ, હેતુ ને આમૂલ પકડ ફેન્ચ કે રશિયન નવલ બતાવે છે, પાત્રમાનસ પરિવર્તન કે પ્રસંગઘટનાની યોજનામાં જે સ્વાભાવિકતા ને સટતા અંગ્રેજી કે અમેરિકન નવલમાં જોવા મળે છે તે ગુજરાતીમાં જજ જ જોવા મળે છે. વિષયની બાબતમાં પણ હજી ઘણુ બધા અક્ષુણું પ્રદેશ પડેલા છે. અસાધ્ય રોગોથી ખવાતા જતા રેગીઓને જીવનપ્રદેશ, પૂરતું જીવનપષણ નહિ મેળવી શકવાને લીધે અકાળે કરમાતા કે વિકૃત વૃત્તિઓવાળા બની બેસતાં બાળકોને પ્રદેશ, નારીનાં સ્વમાન, તેજ ને પરસ્પર આંતરિક વિરોધી લાગણીઓથી ઘડાતા સ્વતંત્ર વ્યક્તિત્વને પ્રદેશ, ગૂઢ રહસ્યવાદી ફિલસૂફીનાં પડ (Mystic) ઉકેલતો અધ્યાત્મ જીવનને પ્રદેશ, કવિઓ-કલાકારોનાં ઊંડાં મંથન સંવેદને અને જીવનવ્યાપારોને આલેખત પ્રદેશ, જન્મથી મૂંગાં આંધળાં પાગલ ગુનેગાર અને અનીતિના ધંધા ચલાવનારાંની વાસ્તવિક મનોવ્યથાઓ, માનસપ્રવૃત્તિઓ અને જીવનસંઘર્ષને પ્રદેશ, અને આવા તે અનેક વિષયો સર્જકની ક૯૫ના પાંખે બેસીને અવતરણ પામવાના હજી બાકી છે. ભાતભાતના લેકના જીવનમાં રહેલું વૈવિધ્ય ને વિશિષ્ટત્વ અને તેને અથડાતાં હવાપાણી અને ખડખેતરનું અવલોકનમનન સતત કરતા રહી તે ઉપર સર્જકશક્તિ અને ક૯૫ના પાંખના બળ વડે મનોહર શિલ્પરચના આપણું લેખકોએ કરતા રહેવું જોઈએ. મૌલિક સર્જકતા જ્યાં સુધી એવું ઉત્તમ બળ પ્રાપ્ત ન કરે ત્યાંસુધી જગતની મહાન શિષ્ટ નવલકથાઓના અનુવાદ આપણી ભાષામાં થયાં. કરે એ ઈચ્છવા જેવું છે.
SR No.032069
Book TitleGranth Ane Granthkar Pustak 10
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1952
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy