________________
માધવજી ભીમજીભાઈ મચ્છર શ્રી. માધવજીભાઈ મચ્છરનો જન્મ મોરબીમાં ઈ. ૧૮૯૦ ના સપ્ટેમ્બરની ૯ મી તારીખે બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિમાં થયેલું. તેમનું મૂળ વતન કચ્છ (ભૂજ). પિતાનું નામ ભીમજી ગોકળદાસ. માતાનું નામ હીરાબહેન. તેમનું લગ્ન ઈ. સ. ૧૯૧૩ માં શ્રી. નર્મદારી સાથે થયેલું છે. '
પ્રાથમિક કેળવણી કચછની અંજાર સ્ટેટ સ્કૂલમાં લીધા બાદ અંગ્રેજી બીજા ધોરણમાં તેમને સંજોગવશાત્ અમદાવાદ આવવાનું થયું અને અભ્યાસ તરફ રુચિ ન જણાતાં એક ડોકટરને ત્યાં કમ્પાઉન્ડરી અને થોડુંક અંગ્રેજી શીખવાની શરતે માસિક રૂ. ના પગારે તેઓ નોકર રહ્યા. પરંતુ ત્યાં કડવા અનુભવો થતાં ફરીને પિતાની ઇચ્છાથી ધી જે. એલ. ન્યૂ ઇંગ્લીશ સ્કૂલમાં તેમણે અભ્યાસ ચાલુ કર્યો. મેટ્રિકમાં હતા ત્યારે અમદાવાદની બી. જે. મેડીકલ સ્કૂલમાં મેડીકલ યુપીલ તરીકે મેટ્રિકના વિદ્યાર્થીઓમાંથી પસંદ કરવા પ્રાવેશિક પરીક્ષા થઈ. તેમાં તેઓ પ્રથમ નંબરે પાસ થવાથી રાજકેટની “વેસ્ટ હોસ્પીટલમાં માસિક રૂ. ૭ ના વેતનથી “યુપીલ' તરીકે તેમની નિમણુંક થઈ. કુટુંબની ગરીબાઈને લીધે કોલેજમાં તેઓ જઈ શકે એમ ન હતું. ત્યારબાદ સરકાર તરફથી રાજકોટની આફ્રેડ હાઈસ્કૂલમાં અંગ્રેજીના અભ્યાસની સગવડ તેમને કરી આપવામાં આવી હતી. બે વર્ષ બાદ અમદાવાદની મેડીકલ સ્કૂલમાં સરકાર તરફથી તેમને મોકલવામાં આવ્યા અને ઈ. ૧૯૧૨ માં ડૉકટરી પરીક્ષાઓ પસાર કરી તેઓ ત્યાં જ સબ એસિ. સર્જન તરીકે જોડાઈ ગયા. નવ વર્ષ સુધી આ કરી તેમણે બજાવી અને ઈ. ૧૯૨૧ માં અસહકારની ચળવળે અને સરકારી નોકરીમાં પ્રવર્તતી અંધેર રીતિ-નીતિએ તેમને રાષ્ટ્રપ્રેમનાં કાર્યો તરફ વાળ્યા. તેમણે સરકારી નોકરીનું રાજીનામું આપ્યું ત્યારથી અદ્યાપિ પર્યત તેઓ સ્વતંત્ર દવાખાનું ચલાવી રહ્યા છે. હાલ તેઓ દવાખાનું ચલાવવા ઉપરાંત અમદાવાદની ગુજરાત મહિલા પાઠશાળા' માં છવવિદા, ઇન્દ્રિયવિજ્ઞાન અને આરોગ્યશાસ્ત્રના અધ્યાપક તરીકે પણ કામ કરે છે.
'હાઈસ્કૂલમાં ભણતા ત્યારે વિદ્યાર્થીમિત્રો સાથે મળીને “Friends' Literary Union' નામનું એક મંડળ તેમણે કાઢેલું. તેમાં તેમને સાંસ્કારિક પ્રકૃત્તિઓ ચલાવવાની સારી તાલીમ મળી હતી. એ અરસામાં