________________
ગ્રંથકાર-ચરિતાવલિ
માણસાઈની ઉપાસના એ આ સાહિત્યકારના જીવનને મુખ્ય ઉદ્દેશ છે. મહાભારત તેમને પ્રિય ગ્રંથ છે. તેમને મન મહાભારત માત્ર ઈતિહાસ નથી, કેવળ ધાર્મિક ગ્રંથ નથી, પણ સાચાં અનેકરંગી ભવ્ય અભવ્ય પાત્રોના જીવનખેલ માટેની રંગભૂમિ છે. તેમનો પ્રિય સાહિત્યપ્રકાર નવલકથા છે. નવલના વિશાળ પટ પર યદગ્યા વિહરવામાં તેઓ સર્જકનો આનંદ અનુભવે છે. ગ્રામજીવન એમનાં લખાણોનો મુખ્ય વિષય છે. મજુરો, શ્રમજીવીઓ, ગુમાસ્તાઓ, કારીગરે આદિ શેષિતોનાં જીવન એમને લેખન વિષય બને છે. એમને રશિયન લેખકે ખૂબ ગમે છે. ટરગેનોવનાં વાસ્તવદર્શી પાત્રો અને તેની કૃતિઓમાં પ્રતીત થતી જીવનની સચ્ચાઈએ રા. પન્નાલાલના સાહિત્યિક આદર્શને વિકસાવવામાં ગણનાપાત્ર ફાળે આવે છે. રા. મુનશીની નવલેએ પણ વાર્તાકાર પન્નાલાલના રુચિતંત્ર પર આછી પાતળી છાપ પાડી છે.
તેમની પહેલી લાંબી વાર્તા “વળામણ ગતિ ગ્રંથમાળા તરફથી ઈસ. ૧૯૪૦ માં પ્રસિદ્ધ થઈ હતી. તેમાંની બલિષ્ઠ લોકબોલી, તાદશ સમાજચિત્ર અને જીવંત પાત્રદર્શનને કારણે સ્વ. મેઘાણીએ તેને હોંશભેર સત્કારી હતી. પછી તો તેમણે સંખ્યામાં તેમજ ગુણવત્તા ઉભયમાં ઉત્તરોત્તર આગળ વધતી વારતાઓ આપીને અદ્યતન ગુજરાતી વાર્તાકારોમાં અગ્રગણ્ય સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેમની “મળેલા જીવ” અને “માનવીની ભવાઈ' શ્રેષ્ઠ પ્રતિની નવલે તરીકે વિવિધ વિવેચકો તરફથી આદર પામી છે.
ગામડાંની પાટીદાર, વાળંદ ને ગરાસિયા કેમોની વિશિષ્ટ રીતિનીતિઓ પ્રણાલિઓ ને ખાસિયતનું દર્શન કરાવતાં માનવીઓનાં હૈયા તેમણે ખુલ્લા કર્યા છે. દિલદિલની પ્રેમભરી વાત કહેતાં તેમણે મનુષ્યસ્વભાવની વિવિધ વૃત્તિઓ અને સંસ્કારને ઉકેલી બતાવ્યાં છે. ગદ્યશૈલીની સુરેખતા, અને અનુભવની સચ્ચાઈ વડે તેઓ શેષિત જનતાનું હમદર્દીભર્યું ચિત્ર ઉપસાવીને માણસાઈની આરાધનાને ઈષ્ટ હેતુ ફલિત કરી બતાવે છે. રા. પન્નાલાલની સર્જકતા, સંવેદનશક્તિ, સૌન્દર્યદષ્ટિ અને જીવનની અનુભૂતિ એટલી તે તીર્ણ ને વિશાળ છે કે જે તેઓ પિતાની કેટલીક સ્વભાગવત ને રુચિગત લાક્ષણિક મર્યાદાઓને વટાવી જાય અને વાર્તાકલાને જરા કડક કસોટીથી ઘૂટે તે ગુજરાતના ગણતર શ્રેષ્ઠ નવલકથાકારમાં તેમનું સ્થાન નિશ્ચિત બને.