SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ પન્નાલાલ ન્હાનાલાલ પટેલ લેખક થવાને ઈજારે માત્ર ડીગ્રીધારીઓને જ નથી લેખક બનવાને અમુક પ્રકારની તાલીમ, સગવડ અનુકૂળતાઓ કે સંપત્તિ જોઈએ જ છે એવો દાવો કરનારાઓને રા. પન્નાલાલ અને રા. પેટલીકર જેવા ગામડાને છાને ખૂણે બેસી લખનારા સામાન્ય માણસે સચોટ જવાબ આપે છે. રા પન્નાલાલને જન્મ ગુજરાતની પૂર્વ સરહદ પર આવેલા ડુંગરપુર રાજ્યના નાના ગામડા માંડલીમાં ઈ. સ. ૧૯૧૨ની ૭ મી મે ના રોજ આંજણ નામની પાટીદારની લગભગ નિરક્ષર જેવી ખેડૂત જ્ઞાતિમાં થયેલે. તેમના પિતાનું નામ ન્હાનાલાલ ખુશાલભાઈ પટેલ અને માતાનું નામ હીરાબા. ૧૪-૧૫ વર્ષની કાચી ઉમરે ૬-૭ વર્ષની કન્યા વાલીબેન સાથે તેમનું લગ્ન થયું હતું, અંગ્રેજી ચાર ધોરણ સુધીનો અભ્યાસ ઈડર સ્ટેટની એ. વી. સ્કૂલમાં આશરે ઈ. સ. ૧૯૨૦-૨૧ સુધીમાં તેમણે કરેલું. ત્યાં તેમને માસિક રૂા. ૩ની શિષ્યવૃત્તિ મળતી, પરંતુ આર્થિક મુશ્કેલીઓ ખૂબ નડવાથી આગળ અભ્યાસ કરવાનું તેમને છોડી દેવું પડેલું. આટલું પણ તે જયશંકરાનંદ નામના એક સાધુના પ્રયાસથી ભણી શકયા હતા. વેપાર-નોકરી અંગે તેમને સારી પેઠે અથડાવું પડયું છે. દારૂની ભઠ્ઠી ઉપર, શણવાળાના ગોદામ ઉપર, પાણીની ટાંકી ઉપર, ઘરખાતાના કારકુન તરીકે, ઇલેકિટ્રક કંપનીમાં આઈલમેન તરીકે–જુદે જુદે સ્થળે અને સમયે આમ વિવિધ પ્રકારની નોકરીઓ કરીને તેમણે જીવનના વિવિધરંગી અનુભવો મેળવ્યા છે. કૌટુંબિક વિટંબણા અને જીવલેણ માંદગીઓએ તેમને સતત શારીરિક તેમ માનસિક યંત્રણાઓને અનુભવ કરાવ્યો છે. તેમને પુસ્તક દ્વારા કેળવણી મળી નથી. પણ નક્કર વાસ્તવજીવનને સાક્ષાત પરિચય કરીને તેમણે સર્જનક્ષમ અનુભવસમૃદ્ધિ પ્રાપ્ત કરી છે. ગુજરાતી ચોથી ચોપડીમાંથી જ કવિ ઉમાશંકરને પ્રેરણાદાયી સાથ તેમને સાંપડયું હતું. શ્રી. ઉમાશંકરે રા. પન્નાલાલની નિસર્ગદત્ત સૌન્દર્યદષ્ટિને સતેજ કરી અને તેમને સાહિત્યને શેખ લગાડે. કુદરત અને ગામડાના પ્રેરક વાતાવરણમાં તેમનું બાલજીવન પોષાયું. આ અનુભવમાં નવી દષ્ટિ, વિચાર અને સાહિત્યિક વાતાવરણ ભળતાં તેમની સર્જકતા ખીલી.
SR No.032069
Book TitleGranth Ane Granthkar Pustak 10
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1952
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy