SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથકાર-સરિતાવલિ બર્લિન ખાતેની પરિષદમાં હાજરી આપવા મોકલ્યા હતા, જ્યાં તેમણે “ભારતની જીવંત ભાષા-સંસ્કૃત ' એ વિષય પર છટાદાર શૈલીમાં વ્યાખ્યાન આપ્યું હતું.' આ સિવાય ઇંગ્લંડની એમ્પાયર કલબ' જેવી જુદી જુદી સંસ્થાઓના માના સભ્યનું પદ મેળવવાનું માન પણ તેમને સહજ પ્રાપ્ત થયું હતું. સ્વદેશ પાછા ફર્યા બાદ ત્રણ વર્ષ (૧૮૮૫૧૮૮૮) તેમણે રતલામમાં દીવાનગીરી કરી; પછી અજમેરમાં ચાર વર્ષ (૧૮૮૮–૧૮૯૨) વકિલાત કરી; અને પછી જુનાગઢની દીવાનગીરીના આઠ મહિના બાદ કરતાં ૧૮૯૭ સુધીને બધો વખત ઉદેપુર રાજ્યના કાઉન્સીલર તરીકે તેમણે કામ કર્યું હતું. ૧૮૯૧ સુધી પરોપકારિણી સભાના ટ્રસ્ટી તરીકે આર્ય સમાજની સાથે શ્યામજીને સંબંધ ટકી રહ્યો હતો. આ નવેક વરસ દરમ્યાન તેમને દેશી રાજ્યોની ખટખટને સારી પેઠે અનુભવ થયો હતો. બીજી તરફ દેશના રાજકીય વાતાવરણમાં આંધી ચડતી જતી હતી. લોકમાન્ય તિલકને દેશદ્રોહના આરોપસર દેઢ વર્ષની કેદની સજા થઈ હતી. શ્યામજી ૧૮૯૭ માં દેશના ગુંગળાવી નાખે તેવા કલુષિત વાતાવરણમાંથી મુક્ત થવાના ઉદ્દેશે કાયમને માટે વસવાટ કરવા સારું વિલાયત ગયાં. - ત્યાં જઈને તેમણે પહેલાં તે એસફર્ડની એમ.એ.ની ઉપાધિ મેળવી અને આર્યસમાજ તેમજ ભારતીય સંસ્કૃતિ અને તત્ત્વજ્ઞાન વિશે સંખ્યાબંધ ભાષણ આપ્યાં. વિખ્યાત અંગ્રેજ ફિલસૂફ હર્બર્ટ સ્પેન્સરના શ્યામજી અનન્ય ભક્ત હતા. સ્પેન્સરના અવસાન નિમિત્ત “હર્બર્ટ સ્પેન્સર વ્યાખ્યાન–પીઠ'ની સ્થાપના સારુ ઈગ્લેંડમાં તેમણે એવી ઝુંબેશ ઉઠાવી કે તેને લીધે જોતજોતામાં સમસ્ત દેશમાં એ હિન્દી જુવાન જાણીતો થઈ ગયો. ૧૯૦૫ માં બંગભંગને કારણે ભારતમાં સ્વદેશીની હીલચાલ શરૂ થઈ હતી. તિલક અને લજપતરાયની “જહાલ નીતિ’ના પક્ષકાર શ્યામજીએ આ અરસામાં “ઈન્ડિયન સેશિયોલોજિસ્ટ” નામનું માસિક પત્ર શરૂ કર્યું અને તેમાં ઉદ્દામ રાષ્ટ્રવાદી વિચારીને નિર્ભયપણે પ્રચાર કરીને ઈગ્લેંડમાં ભારતની આઝાદી માટે લેકમત કેળવવાને પુરુષાર્થ શરૂ કર્યો હતા. ભારતને ગુલામ બનાવનાર અંગ્રેજ રાજ્યસત્તા અને તેની સમક્ષ વફાદારી પ્રગટ કરીને થોડા હકની ભીખ માગતો કાંગ્રેસને “મવાળ પક્ષ
SR No.032069
Book TitleGranth Ane Granthkar Pustak 10
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1952
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy