SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ૦ ૧૦ મનારથ શ્યામજીને જાગ્યા હતા. મથુરાંદાસ લવજીને લીધે અત્યાર સુધીમાં એ તે વખતના અગ્રણી સુધારાના સંસર્ગમાં આવ્યાં હતા. નવીન સુધારાઓને પ્રાચીન હિન્દુ શાઓના અનુલક્ષમાં સમજાવવાની શ્યામજીએ સુંદર કુનેહ કેળવી હતી. તેમણે નાસિક, પૂના, કાશી, અમદાવાદ, સુરત વગેરે મુખ્ય મુખ્ય શહેરામાં આ*સમાજી વિચારશ્રેણી રજૂ કરતાં, સુંદર છઠ્ઠા અને ઉત્કૃષ્ટ ભાવનાથી ભરેલાં વ્યાખ્યાને સસ્કૃત ભાષામાં આપ્યાં. તેની તત્કાલીન સુધારકા, વિદ્વાનેા અને વગદાર અધિકારીઓ ઉપર સુંદર છાપ પડી હતી. પ્રવાસ દરમ્યાન અનેક અભિનદનાત્મક પ્રમાણપત્રા એકઠાં કરીને ત્રેવીસ વર્ષોંના આ મહત્ત્વાકાંક્ષી જુવાને વિલાયત જવાનું ભાતું તૈયાર કરી રાખ્યું. ૯૮ પ્રેમાનિયર વિલિયમ્સે શ્યામને પેાતાના સહાયક તરીકે અઠેવાડિયાના દોઢ પાઉંડના પગારથી નિમવાની તૈયારી બતાવી હતી. શ્યામજીની આસ જઈને અભ્યાસ કરવાની તીવ્ર આકાંક્ષા હતી. તેમણે કચ્છ રાજ્યમાંથી શિષ્યવૃત્તિ મેળવવાને પ્રયત્ન કર્યો પણ તેનું કશું ફળ આવ્યું નહિ. તેથી નિરાશ થયા વગર પત્ની તેમજ મિત્રોની મદદથી શ્યામજી ૧૮૬૯ના માર્ચ'માં વિલાયત ગયા. આ કુશાગ્ર મુદ્ઘિના જુવાન પંડિતે પરદેશના વિદ્વાનાને પેાતાના સંસ્કૃતના જ્ઞાનથી આંજી દીધા. ૧૮૮૩માં એ આંક્સફર્ડની ખેલિયલ કૉલેજના ગ્રેજ્યુએટ થયા. શ્યામજી આકસફર્ડના ગ્રેજ્યુએટ થનાર પહેલા જ હિંદી હતા. આ ઉપરાંત આ અરસામાં તેમણે ગ્રીક અને લેટિન 'ભાષાને પણ સારા અભ્યાસ કર્યાં હતા. મેક્ષમૂલર આદિ પિતાએ શ્યામજીની વિદ્વત્તા અને બુદ્ધિપ્રભાથી પ્રસન્ન થઈ તે અનેક ગુણુદી પ્રમાણપત્રો આપ્યાં હતાં. ૧૮૮૩ ના અંતભાગમાં એ સ્વદેશ પાછા આવ્યા. ત્યાંથી ત્રણેક મહિના બાદ પત્નીને લઇને ફરીથી તે વિલાયત ગયા. પછી, ૧૮૮૫ના જાન્યુઆરમાં બેરિસ્ટર થઈને એ હિંદુસ્તાન પાછા ફર્યાં હતા. વિલાયતના પાંચેક વરસના વસવાટ દરમ્યાન ભારતીય સંસ્કૃતિના ભાષ્યકાર અને સ ંસ્કૃતના વિદ્વાન પંડિત તરીકે શ્યામજી ત્યાં સારી પ્રસિદ્ધિ પામ્યા હતા. ૧૮૮૧માં લંડનની રૉયલ એશિયાટિક સેાસાયટીના ઉપક્રમથી તેમણે ભારતમાં લેખનકળાના ઉદય ' એ વિષય પર ભાષણ આપ્યું હતું. એ જ વર્ષોંમાં (તેમજ ત્રણ વર્ષાં બાદ, બીજી વાર) ભારતમંત્રી તરફથી ભારતના પ્રતિનિધિ તરીકે શ્યામજીને ‘ એરિયેન્ટલ કાંગ્રેસ'ની "
SR No.032069
Book TitleGranth Ane Granthkar Pustak 10
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1952
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy