SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ હા પ્રચકાર- ચરિતાલિ આદિની વ્યવસ્થાને અંગે તેમણે કુલ્લે ૪૦,૦૦૦ રૂપિયા જેટલું જાહેર દાન કર્યું હતું. ઉપરાંત વિદ્યાર્થી, અનાથ વિધવાઓ વગેરેને ગુપ્ત દાન પણુ તેમણે લગભગ એટલી જ રકમનુ કર્યું` હતું. પેાતાનું કુટુંબ, વિદ્યાર્થી એ, નિરાધાર સ્ત્રીએ, ઊગતા લેખા અને સામાજિક તેમજ ધાર્મિક સેવા કરતી નહેર સંસ્થાને મદદ કરવા તેએ હંમેશાં તત્પર રહેતા હત્તા. અંતમુ ખ પ્રકૃતિના વૈકુંઠભાઇએ પેાતાના બાહ્ય તેમજ આંતર જીવનના મહત્ત્વના બનાવેાની નોંધ કરતી રાજનીશી લખી છે. તેની શરૂઆત તે તેમણે ૧૯૧૭ ના જાન્યુઆરની પહેલી તારીખથી કરી હતી; પણ ૧૯૨૨ સુધી તેમાં ખાસ કશું નેાંધાવા પામ્યું નહોતું ૧૯૨૨ થી ૧૯૩૭ સુધીને ગાળા તેમના જીવનને મથનકાળ હતા. આ રાજનીશી તેમના એ વખતના આંતર સ્વરૂપનું પ્રતિબિંબ પૂરેપૂરું ઝીલે છે એમ તેમના ચરિત્રકાર શ્રી ઠાકારલાલ ઠાકારે તેમાંથી ટાંકેલા ઉતારાએ પરથી સમાય છે. વૈકુઠલાલના મૃદુ અને તેજસ્વી વ્યક્તિત્વનું તેમાં યથા દન થાય છે. સાચદિલ્લી, સરળતા, નીડરતા, નિખાલસતા, આધ્યાત્મિક તૃષા, ઇશ્વરશ્રદ્ધા કુટુંબ-વત્સલતા, પ્રાણી-પ્રેમ અને કર્તવ્યનિષ્ઠા એટલા તેમના ચારિત્રગુણા રાજનીશીમાંની તેમની નોંધામાંથી ફલિત થાય છે. તેમાં પેાતાના એ પ્રિય કૂતરા ‘ટીપુ ' અને મીઠું 'ના અવસાનની તેમણે આ કલમે કરેલી નાંધ વૈકુંઠભાઈના હૃદયની ઉચ્ચ અને સુકુમાર માનવતાનું હૃદયસ્પર્શી ચિત્ર ખડુ' કરે છે. ગુજરાતી ડાયરી-સાહિત્યમાં તેમની રાજનીશી આ રીતે તેાંધપાત્ર ઉમેરારૂપ ગણાવી જોઇએ. ' ? મિલના શુષ્ક વ્યવસાયમાંથી છૂટીને બે ઘડી આનંદ લેવા અને આધ્યાત્મિક પ્રગતિ સાધવા સારુ તેમણે સાહિત્યનેા આશ્રય લેવાનું રાખ્યું હતું. તેઓ મુંબઈમાં મેારાજી મિલમાં હતા ત્યારે મિલમાં એક સ્ત્રીમંડળ ચાલતું અને તેના તરફથી સ્ત્રીહિતાપદેશ ' માસિક ચાલતું તેમાં તે યથાશક્તિ સહકાર આપતા. ૧૯૧૫માં તેમણે દી. બ. અંબાલાલ સાકરલાલનાં ભાષા તે લેખાતા દળદાર ગ્રંથ સંપાદિત કર્યાં હતા. પેાતાના પ્રિય લેખક જેમ્સ એલનનાં બે પુસ્તકા ‘ Meditations ' અને ‘Life's turmoil'નાં તેમણે ભાષાંતર કર્યાં હતાં. તે કા'માં તેમને એમના કાકાશ્રી જાદવરાય હ. ઠાકારે મદદ કરી હતી. નિવૃત્તિકાળ દરમ્યાન તે ખારમાં રહેતા હતા. રામકૃષ્ણ સેવા સમિતિ સાથે તેમને ગાઢ સંબંધ હતા.
SR No.032069
Book TitleGranth Ane Granthkar Pustak 10
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1952
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy