SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથકાર-પરિતા મનુષ્યોની આશાઓ અને નિરાશાઓ તથા એમનાં અધઃપતન અને ઉગમનનું હદયહારક આલેખન” ગુજરાતી નાટકમાં જોવા મળતાં નથી એવી તેમણે ફરિયાદ કરી હતી. ટૂંકમાં, ગુજરાતી નાટકમાં સાહિત્યિક ગુણવત્તા અને તખ્તાલાયકી બન્નેના સુમેળની ખોટ જે આજ સુધી સાલી રહી છે તેને તરફ શ્રી વિભાકરે સાહિત્યકારનું ધ્યાન ખેંચ્યું હતું. નાટક અને રંગભૂમિના ઉત્કર્ષની જવાબદારી બિનકેળવાયેલા લોકો પર છોડવાને બદલે સાહિત્યકારોએ પોતે ઉપાડવી જોઈએ એમ તેમણે એ વખતે ભારપૂર્વક કહ્યું હતું.. પછી એ દિશામાં સક્રિય કાર્ય કરવા સારુ વિભાકરે ગુજરાતી રંગભૂમિના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો. તેમણે પિતે ભજવવા લાયક નાટક લખવા માંડવાં. ઈ. સ. ૧૯૧૨-૧૩ ના અરસામાં તેમણે “સિદ્ધાર્થ બુદ્ધ’ નામનું નાટક રચ્યું. ૧૯૧૪ ની આસપાસ મુંબઈની આર્ય નાટક મંડળીઓ તે નાટક ભજવ્યું હતું. ૧૯૧૭ માં તે પુસ્તકાકારે પ્રગટ થયું હતું. સ્વ. રણજિતરામ મહેતાએ તેને ગુજરાતી સાહિત્યમાં આવકાર આ હતો.+ પછીનાં ચાર વર્ષમાં વિભાકરે નવયુગની સામાજિક મહત્વાકાંક્ષાઓ અને સ્વદેશભાવનાને મૂર્ત કરતાં ચાર નાટકો આપ્યાં. સ્ત્રીને અધિકારને પ્રશ્ન ચર્ચતા “સ્નેહ-સરિતા ' નાટકે એ વખતે મુંબઈના સંસ્કારી સમાજને સારી પેઠે આકર્યો હતો. “વીસમી સદી', મુંબઈ સમાચાર', “જામે જમશેદ', “હિંદુસ્થાન ', “સમાલોચક' આદિ સામયિકમાં એના વિવેચને પ્રસિદ્ધ થયાં હતાં. વિભાકરને તેમજ તેના નાટકને • મૂળ આર્યનીતિ નાટક મંડળી નકુભાઈ શાહ અને મોતીરામ બેચર ચલાવતા હતા. તે બન્ને ટા પડતાં નકુભાઈએ આર્યનૈતિક નાટક મંડળી અને તીસમ બેચરે આર્ય નાટક મંડળી કાઢી હતી. + એ નાટક વિશે તેમને આ અભિપ્રાય વિભાકરની નાટયક્લાનું યથાર્થ મૂલ્યાંકન કરે છે: “બુદ્ધના જન્મ અને જીવનથી ઇતિહાસ અને અધ્યાત્મની લાગણીઓ ભવ્ય સ્વરૂપમાં પ્રજ્વલિત થવી જોઇએ તેવી લેખકમાં થઇ નથી છતાં સુસંસ્કારી બુદ્ધિ જેવા ભાવ અનુભવી શકે તેનું આમાં સચોટ અને હૃદયસ્પર્શી આલેખન છે. બુદ્ધના મહાભિનિષ્ક્રમણ પછી કરણ સ એ જામે છે કે સહૃદયો અશુબદ્ધ થયા વિના રહેતા નથી. શૃંગારની મસ્તી નથી પણ મર્યાદામાં રહેતે વિશુદ્ધ આનંદી મર્માળે સુખી શૃંગાર છે. પ્રગાઢ હૃદયમંથન નથી, અનેહના ઊંડા ભાવ નથી, પણ જે છે તે સંસ્કાર અને રસથી એવું પૂર્ણ છે કે સચોટ છાપ પાડયા વિના રહેતું નથી.” *
SR No.032069
Book TitleGranth Ane Granthkar Pustak 10
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1952
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy