SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ નૃસિંહદાસ ભગવાનદાસ વિભાકર યૌવનમતિ વિભાકરને જન્મ તેમના વતન જૂનાગઢમાં તા. ૨૫-૨-૧૮૮૮ ના રોજ થયું હતું. તેઓ જ્ઞાતિએ સોરઠી વણિક હતા. પ્રાથમિક તેમજ માધ્યમિક અભ્યાસ વતનમાં જ પૂરે કરીને ત્યાંની શાળામાંથી તેઓ ૧૯૦૩ માં પહેલે નંબરે મેટ્રિક પાસ થયા અને બહાઉદિન કૅલેજમાં દાખલ થયા. ત્યાંથી એકાદ વર્ષ બાદ મુંબઈ જઈને સેંટ ઝેવિયર્સ કોલેજમાંથી ૧૯૦૮ માં તેઓ બી. એ. પાસ થયા અને ૧૯૧૦ માં એલએલ. બી. થયા. ૧૯૧૧ માં વિભાકર બેરિસ્ટર થવા વિલાયત ગયા. ત્યાં તેમણે કાયદાની સાથે અર્થશાસ્ત્રને પણ અભ્યાસ કર્યો હતો. ૧૯૧૩માં વિલાયતથી પાછા આવીને તેઓ મુંબઈની સિડનહામ કોલેજમાં અધ્યાપક તરીકે જોડાયા. પછી એકાદ વરસે તેમણે વકીલાત શરૂ કરી હતી. વિભાકર બી. એ. માં હતા ત્યારથી જ. તેઓ દેશની રાજકીય પ્રવૃત્તિમાં સક્રિય ભાગ લેતા થયા હતા. ઈ. સ. ૧૯૦૭માં સુરતમાં કાંગ્રેસનું અતિહાસિક અધિવેશન ભરાયું તે વેળા તેમણે ટીળક મહારાજ, અરવિંદ છેષ, સરદાર અજીતસિંહ અને ખાપડે જેવા ક્રાન્તિકારીઓની પડખે ઊભા રહીને બાલાજીને ટેકરે ગજાવી મૂક્યું હતું. હેમરૂલ લીગની હીલચાલને ગુજરાતમાં વેગ આપવામાં વિભાકર મોખરે હતા. વિભાકરના વ્યક્તિત્વ-વિકાસમાં તેમના વિદ્યાગુરુ કૌશિકરામ વિશ્નહરરામ મહેતા અને તેમના વડીલ બંધુ ડૉ. કાલિદાસ વિભાકરને નોંધપાત્ર ફાળો હતો. | ગુજરાતી રંગભૂમિને સર્વાગીણ ઉત્કર્ષ સાધવ એ વિભાકરના જીવનની મુખ્ય નેમ હતી. નાટકશાળાઓને વિલાસ-સ્થાને ગણવાને બદલે જાહેર શિક્ષણ-કેન્દ્રો તરીકે પ્રતિષ્ઠા અપાવવાની તેમની અભિલાષા હતી. એટલે સાહિત્ય અને કલાની દષ્ટિએ ગુજરાતી રંગભૂમિમાં સુધારા કરવાની હિમાયત તેમણે જોરશોરથી શરૂ કરી. ઈ. સ. ૧૯૦૯ માં રાજકોટ ખાતે ભરાયેલી ત્રીજી સાહિત્ય પરિષદમાં તેમણે “નૂતન ગુજરાતને હવે કેવા સાહિત્યની અપેક્ષા છે?” એ વિષય પર છટાદાર શૈલીમાં નિબંધ વાંઓ હતા. તેમાં તેમણે ગુજરાતી નાટકસાહિત્યની દરિદ્રતા અને ગુજરાતી રંગભૂમિની અધોગતિ વિશે કડક ટીકા કરી હતી. “સૃષ્ટિલીલાનાં આબેદૂબ ચિત્ર, હૃદયના અકૃત્રિમ ભાવનો ચિત્તાકર્ષક વિલાસ તથા સંપત્તિની તિમાં, આપત્તિનો અંધકારમાં અને બન્નેની મિશ્ર છાયામાં અથડાતાં
SR No.032069
Book TitleGranth Ane Granthkar Pustak 10
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1952
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy