SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથકાર ચરિતાવલિ માટે લાગુ પડી. પછી વારંવાર તેમની તબિયત લથડવા લાગી; ધણું ઉપચાર કર્યા પણ વ્યર્થ. અંતે ૧૯૨૩ના ડિસેમ્બરની ૨૬ મી તારીખે આ ઉદાર અને શુદ્ધ વૃત્તિના, ધર્મચુસ્ત રૂઢિવાદના ગુણો જોઈ શકનાર, જ્ઞાતિ વગેરેના રિવાજોને સમાજવાદની દષ્ટિથી તપાસનાર અને તેવા રિવાજોના સદશેને અપનાવનાર વિશુદ્ધ વિચારક અને ઊંચા તત્ત્વશોધક તરીકે પ્રતિષ્ઠા પામેલા', સૌજન્યમૂર્તિ ગૃહસ્થનું અવસાન થયું. વેરવિખેર માસિકમાં દટાઈ રહેલા ઉત્તમલાલના લેખે તેમની શિષ્ટ શૈલી, ઉચ્ચ વાકુપ્રભાવ અને ઊંડી વિચારશક્તિનું નિદર્શન કરે છે, એટલું જ નહિ પણ સામાજિક, રાજકીય તથા બીજા સાર્વજનિક પ્રશ્નો વિશેના તેમના સિદ્ધાતો, તેમની ભાવનાઓ, અને તેમના આદર્શોને પણ તાદશ ખ્યાલ આપે છે. એમના પ્રત્યેક લેખમાં. ઉત્તમલાલની જવલંત છતાં ડહાપણુ ભરેલી દેશભક્તિ પ્રતીત થાય છે. સ્વ સર રમણભાઈ પિતાના આ સમકાલીન પુરુષાર્થીને અંજલિ આપતા કહે છે કે “રાઉત્તમલાલના છે હદયની ઉદારતા, વિચારોની ઉદારતા, વિદ્વત્તાની ગહનતા, વિવેકબુદ્ધિની , તીવ્રતા, જીવનની શુદ્ધતા, વ્યવહારના વિષયેની તુલનાની યથાર્થતા, મનની ગંભીરતા, સંકલ્પની સ્થિરતા અને દઢતા, વિચારના કોલાહલ વચ્ચેની તેમની સ્વસ્થતા એ સર્વ અનુભવથી જાણનાર કહી શકશે કે દેશને એમની હજી ઘણી જરૂર હતી.” * " કતિઓ : કૃતિનું નામ પ્રકાર કે પ્રકાસન-સાલ પકાશક મૌલિક, સંપાદન મૂળ ભાષા, વિષય કે અનુવાદ કર્તા કે કૃતિનું નામ ૧. બ્રિટિશ ઇતિહાસ ૧૯૦૯ ગુજરાત વિદ્યાસભા અનુવાદ રમેશચંદ્ર દત્તનું કિસ્તાનને અંગ્રેજી પુસ્તક આર્થિક ઇતિહાસ ૨. , ભા-૨ ,, ૧૯૧૨ છે, અકબર જીવન "Rulers of ચરિત્ર India" on ગ્રંથમાળામાં ૪, Constitu કાયદો એન. એમ. મૌલિક અંગ્રેજી ગ્રંથ tional Theory of Hindu Law મુંબઈ 4. National fine Edlucation * “સ્વ. ઉત્તમલાલ કેશવલાલ ત્રિવેદી” (રમણભાઈ નીલકંઠ) “વસંત’ વર્ષ ૨૨ અં, ૧૧ ઍમદાવા ૧૯૧૩ ૧ ૯૧૬ ત્રિપાઠીની મું. .
SR No.032069
Book TitleGranth Ane Granthkar Pustak 10
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1952
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy