SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૧૦ હિંમતલાલ અંજારિયા કહે છે તેમ, “કુનેહથી, માયાભરી કડક નિષ્ઠાથી અને પેાતાના દાખલાથી હાથમાં લીધેલું કામ સુંદર રીતે પાર પાડવાની તેમનામાં શક્તિ હતી.’ જનસમૂહને વિચાર અને આચારને પ્રવાહ કઈ ખાજૂ વળે છે એ જાણી લેવાની તેમનામાં અજખ દિષ્ટ હતી. તેમણે ‘વસ’ત' માં લખેલા કેંગ્રેસ વિશેના તેમજ અશાસ્ત્ર વિશેના લેખે તેમની આ દૃષ્ટિના સચોટ પુરાવારૂપ છે. ગુજરાત વિદ્યાસભા (તે વખતની ૩. વ. સા.) માટે તેમણે ‘અકબરનુ‘ ચરિત’ તથા ‘હિન્દના આર્થિક ઇતિહાસ' એ બે મહત્ત્વના ગ્રંથા અંગ્રેજીને આધારે તૈયાર કરી આપ્યા હતા. २० ગુજરાતી ઉપરાંત અંગ્રેજી ભાષા પર પણ સ્વ. ઉત્તમલાલને સાર કા” હતા. તેમણે થોડે વખત ‘Daily Mail' ના તંત્રી તરીકે પણ કામ કર્યું હતું, અને ‘Indian Review'માં તેઓ લેખા પણ લખતા હતા. 'Constitutional Theory of Hindu Law" 'National Education' નામના એ અંગ્રેજી ગ્રંથા પણ તેમણે લખ્યા હતા. ગુજરાતીમાં સ્વ. ઉત્તમલાલે કેાઈ સળ'ગ મૌલિક ગ્રંથ લખ્યો નથી. પરંતુ તેમની પરિપકવ વિચારશક્તિ અને સ્વસ્થ, પયેષક શૈલીના ફળરૂપ અનેક ઉત્તમ સાહિત્ય-ગુણાવાળા મૌલિક લેખા ‘વસંત' અને ‘સમાલાચક’ની ફાઇલામાં અદ્યાપિ પ‘ત ટાઈ રહેલ છે. શ્રી વિશ્વનાથ ભટ્ટ કહે છે તેમ, એક રીતે એ ‘વસંત'કારના સાથી જેવા જ હતા. વિચાર શૈલી આદિની દૃષ્ટિએ ‘વસ'ત' સપ્રદાય સાથે ઉત્તમલાલને નિકટના સંબંધ હતા. પંડિતયુગને નિઃશેષતાને શાખ એમનામાં કઈક વિશેષ હાવાથી એમના નિબંધો મોટે ભાગે પ્રબંધ જેટલા બહુ લાંબા હેાય છે. * સાક્ષરયુગના આ સન્માન્ય વિચારકના લેખાને સહેજે એક દળદાર સંગ્રહ થઈ શકે, સાહિત્ય તેમજ સમાજના અભ્યાસમાં ઉપયોગી નીવડે તેવી સામગ્રી પૂરી પાડતી તેમની એ કૃતિઓને સ ંગ્રહ શ્રી હિંમતલાલ અંજારિયા જેવા વિદ્વાન અધિકારી પાસે કાઈ સંસ્થાએ તૈયાર કરાવવા ઘટે. ઈ. સ. ૧૯૨૨ના આર્ભમાં ઉત્તમલાલને એક સામાન્ય છતાં જીવલેણુ અસ્માત નડયો. તે એક વાર પૂજા કરતા હતા તે વખતે છાજલી પરથી કાંઇક વાસણ" તેમનાં પત્ની લેવા જતાં હતાં ત્યાં તપેલી પડી ગઇ અને ઉત્તમલાલના માથામાં જખમ થયા. આને પરિણામે તેમના મગજના જ્ઞાનતંતુએ એવા શિથિલ થઇ ગયા કે તેમને માથાની બિમારી કાયમને * જુએ ‘નિબ ંધમાલા', ઉપેાધાત પુ૦ ૩૧-૩૨
SR No.032069
Book TitleGranth Ane Granthkar Pustak 10
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1952
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy