SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તમલાલ કેશવલાલ ત્રિવેદી સ્વ. ઉત્તમલાલ ત્રિવેદીને જન્મ તેમના મૂળ વતન અમદાવાદમાં ઈ. સ. ૧૮૭૨ના ફેબ્રુઆરિની ૧૬મી તારીખે વડનગરા નાગર બ્રાહ્મણ જ્ઞાતિમાં થયો હતો. તેમના પિતાશ્રીનું નામ કેશવલાલ નાનાભાઈ ત્રિવેદી અને માતાનું નામ સદાલક્ષ્મી. તેમના પિતા સૌરાષ્ટ્રમાં લીંબડી રાજ્યમાં દિવાન હતા. ઈ. સ. ૧૮૮૫માં ઉત્તમલાલનું લગ્ન નટવરલાલ નર્મદાશંકર પંડયાનાં પુત્રી સ્વ. ગુણવંતબા સાથે થયાં હતાં. • ઉત્તમલાલે પ્રાથમિક શિક્ષણ લખતરમાં લીધું હતું, અને માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં લીધું હતું. ઈ. સ. ૧૮૮૭માં મેટ્રિકની પરીક્ષા પાસ કરીને તેઓ ગુજરાત કોલેજમાં દાખલ થયા. ત્યાંથી ૧૮૯૧માં ઘણું કરીને બીજા વર્ગમાં બી. એ.ની પરીક્ષા પાસ કરીને ફેલોશિપ મેળવી. બીજે વર્ષે કાયદાને અભ્યાસ કરવા તેઓ મુંબઈ ગયા અને મુંબઈની લે કોલેજમાંથી - ઈ. સ. ૧૮૯૩માં એલએલ. બી. થયા. ઈ. સ. ૧૮૯૬માં ઉત્તમલાલે રાજકોટ ખાતે રીતસર વકીલાત કરવા માંડી. ઈ. સ. ૧૯૦૩ સુધી તેઓ રાજકેટ રહ્યા. વચ્ચે ૧૯૦૧-૧૯૦૨માં તે વખતના ગુજરાત કોલેજના સંસ્કૃતના પ્રોફેસર આનંદશંકર ધ્રુવ રજા ઉપર જવાથી ઉત્તમલાલે સંસ્કૃતના અધ્યાપકનું કામ કર્યું હતું. કોલેજમાં ભણાવવાનું હોય તે દિવસે તેઓ રાજકોટથી આવતા. ઉત્તમલાલે વકીલ તરીકે રાજકોટમાં સારી નામના મેળવી હતી. આ સમયગાળામાં એક બહારવટાના કેસમાં માંગરોળ બંદર માં સ્પેશિયલ જજ તરીકે પણ તેમણે કામ કર્યું હતું. ઈ. સ. ૧૯૦૪માં ઉત્તમલાલ રાજકોટથી મુંબઈ આવીને વસ્યા. અને ત્યાં વકીલાતની શરૂઆત કરી. પરંતુ બુદ્ધિશાળી, શુભ આશયોવાળા વિદ્વાનોએ વેપારમાં જોડાવું જોઈએ એવા કાંઈક ખ્યાલથી તેમણે ઈ. સ. ૧૯૦૮માં વેપારમાં ઝંપલાવ્યું. સીધા રસ્તા પર ચાલનાર, બધાને પિતાના જેવા પ્રામાણિક માનનાર, વેપારમાં ફાવી શકતા નથી, બલકે છેતરાઈ જાય છે. દુનિયાના વ્યવહારદક્ષ ગણાતા લેકે આવા સરળ દિલના માણસની સાથે જોડાઈ, તેને વિશ્વાસ મેળવી, પછી લાભ લઈ ખસી જાય છે. એ. કાંઈક અનુભવ સ્વ. ઉત્તમલાલને થે. તેને પરિણામે વકીલાતમાં કરેલી કમાણી વેપારમાં તણાઈ ગઈ. મિલ, બેંક, ઈન્ટરનેશનલ ટ્રેડિંગ કંપની, ગોવામાં મેંગેનિઝની ખાણ કાઢવાની પ્રવૃત્તિ વગેરેમાં પોતે કરેલી કમાણી
SR No.032069
Book TitleGranth Ane Granthkar Pustak 10
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1952
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy