SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૧ · ચદ્રકાંત 'માં ઉપયાગ કરેલા. વળી એ અસર તળે જ તેમણે ‘બ્રહ્માન’દ કાવ્ય' તથા ‘પ્રેમાનંદ કાવ્ય ' પણ પ્રગટ કરાવ્યાં હતાં. ' ઇ. સ. ૧૮૭૬ માં ઇચ્છારામ નાકરી શેાધવા મુંબઈ ગયા. ત્યાં તેમણે • આ'મિત્ર' નામનું સાપ્તાહિક પત્ર તેના માલિકની નાદુરસ્ત તબિયતને લીધે ચારેક મહિના ચલાવ્યુ. પછી એક અંગ્રેજ વેપારીતે ત્યાં ગાડાઉનકીપર તરીકે તેમે રહ્યા, પણ ત્યાં એક લુચ્ચા વેપારીએ રૂના કાપડની ગાંસડી કાઢી લઈ ઇચ્છારામને ક્રોષિત ડરાવવા પ્રયાસ કર્યાં, પણ તપાસ ચાલતાં ઇચ્છારામ નિર્દોષ ઠર્યાં. ત્યાં સાત મહિનાં- નોકરી કર્યા બાદ · મુંબઇ સમાચાર 'માં રોડ માણેકજીના હાથ નીચે પ્રૂફરીડર તરીકે ૧૧ મહિના તેમણે નેાકરી કરી. ઈ. સ. ૧૮૭૬ માં તે પાછા સૂરત આવ્યા. તેમના ધરની નબળી સ્થિતિ અને તેમને ાકરી માટે અહીં તહીં ફાંફાં મારતા જોઈ ને તેમના સસરાએ સુરતમાં વાડીફળીએ રહેવા ધર ને માસિક રૂ. ૫૦) આપવાનું જણાવ્યું, જે તેમણે સ્વીકાયું. આથી ઇચ્છારામ કૈંક નિશ્ચિતપણે પેાતાની પ્રિય લેખનવાચનપ્રવૃત્તિમાં હવે ગુંથાતા થયા. આ વખતે તેમણે મછારામ ઘેલાભાઈ, કીકાભાઈ પરભુદાસ, જેવચરામ કેશવરામ, ભાનુશંકર નારણશંકર અને ખીજાએ સાથે મળીને સૂરતમાં એક, ‘શારદાપૂજક મંડળી ' સ્થાપી. તેમણે ઈ. સ. ૧૮૭૮ના જાન્યુઆરી માસથી ‘સ્વતંત્રતા નામનું એક માસિક પત્ર કાઢયું. “ જેમાં રાજ્યદ્દારી, સંસારી, ભાષાજ્ઞાન, વેપાર, હુન્નરાદિ પરચુરણ વિષય પર જુદી જુદી કલમથી જુદા જુદા વિષયેા લખવામાં આવશે' એવી જાહેરાત કરવામાં આવી હતી.૪ 3 • સ્વતંત્રતા' માસિકથી ચ્છારામની પત્રકાર તરીકેની કારકિદી શરૂ થાય છે. એ માસિકના પહેલા 'કમાં તેમણે સનસનાટી ફેલાવે તેવા રાજકીય વિચારા વ્યક્ત કરતા એક લેખ લખ્યાઃ ખીજા અંકમાં સૂરતમાં ન'ખાયેલા લાઈસન્સ ટૅક્સ' વિરુદ્ધ ઉડાપેાહ કર્યાં. આ લખાણાને સરકારે તે અરસામાં થયેલા હુલ્લડો માટે જવાબદાર ગણવાના પ્રયત્ન કર્યાં, પણ તેમાં તે નિષ્ફળ ગઈ. આથી ડરી જઈને ‘સ્વત ંત્રતા'ના અંકા જ્યાં છપાયા હતા તે છાપખાનાના માલિકે પછીનાં અા છાપવાની ના પાડી. જુવાન અને નીડર ઇચ્છારામે ‘સ્વતંત્રતા 'ના ત્રીજો અંક સૂરત સીટી સેન્ટ્સ પ્રેસ'માં પેાતાની જોખમદારી પર છપાવ્યા; તેમાં અમને ' ૪. ‘ સ્વ. ઇ. સૂ, દેસાઈના સાક્ષરજીવનની રૂપરેખા.' પૃ. ૧૦
SR No.032069
Book TitleGranth Ane Granthkar Pustak 10
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1952
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy