________________
ગ્રંથકાર-ચપિતાવલિ લાલ દરવાજે અથવા બાલાજીના મંદિરમાં જઈને કથાવાર્તા સાંભળતા, જેના સંસ્કાર તેમના સમગ્ર જીવન ઉપર તેમ જ તેમના “ચંદ્રકાંત” જેવા પુસ્તક ઉપર પડેલા જણાય છે.
અંગ્રેજી છ ધોરણ પૂરાં કરીને ઈ. સ. ૧૮૭૨ --૦૩ માં તેઓ કેન્ડિડેટ વર્ગમાં આવ્યા પણ નરમ તબિયતને કારણે અભ્યાસ પૂરે નહિ થઈ શકવાથી તેમને શાળા છોડવી પડી. એ જ અરસામાં પિતા મૃત્યુ પામતાં કુટુંબનિર્વાહની જવાબદારી તેમને માથે આવી, એટલે ઈ. સ. ૧૮૭૫ માં સરકારી ખાતાની પરીક્ષા પાસ કરીને તેઓ ડિસ્ટ્રિકટ લીડરની પરીક્ષામાં બેઠા પણ તેમાં નાપાસ થયા.
ઇચ્છારામને શાળામાંના પરીક્ષાલક્ષી વિદ્યાભ્યાસમાં પૂરતી સફળતા મળી નહિ, પણ તેથી તેમને શાળાજીવનમાંથી જ લાગેલી વાંચવા લખવાની ભૂખ કાંઈ ઘટી ન હતી. હસ્તલિખિત ગ્રંથે વાંચવાનો શોખ તેમણે નાનપણથી કળવ્યો હોવાથી માત્ર સત્તર વર્ષની વયે પ્રેમાનંદ, વલ્લભ અને મુંદર મેવાડાકૃત પદબંધ ભાગવત છાપવાનાં હસ્તપત્ર કઢાવીને તેમણે જાહેરમાં વહેંચ્યાં હતાં. તેમની ઓગણીસ કે એકવીસની ઉમરે તેમણે તેમના બાળસખા માણેકલાલ જમનાદાસ મહારજી સાથે મળીને પુરુષોત્તમ માસની કથા વ્યાસજી પાસેથી સાંભળીને પાવી હતી. આ પુસ્તક તેમનું પહેલું સંપાદન. તેમની આ પહેલી કૃતિમાં ભાવિ લેખક, સંશોધક, સંપાદક ઈચ્છારામની વિશાળ સાહિત્યપ્રવૃત્તિનાં બીજ પડેલાં જણાશે.
તેમને પુસ્તકો વાંચવાનો ઘણો જ શોખ હતો પણ તેમની સામે ગુજરાનો પ્રશ્ન પણ ઘૂરકી રહ્યો હતો. માતાએ ઈચછારામને વાંચવા પાછળ બધે જ સમય વ્યતીત કરવા બદલ ઠપકે આપે ને કૈક ઉદ્યોગ શેધી કાઢવા શિખામણ આપી. આથી તેમણે દેશમિત્ર' છાપખાનામાં જવા માંડ્યું ત્યાં વાંચવા લખવા સાથે અક્ષરે ગોઠવવાનું કામ તેમણે હાથ પર લીધું દેશીમિત્રના અધિપતિ મંછારામ ઘેલાભાઈ સ્વામિનારાયણ સંપ્રદાયના હોવાથી તેમના સંસર્ગે જુવાન ઈચ્છારામ પર એ ધર્મના સંસ્કારની એવી દઢ છાપ પાડી કે તે. સત્સંગની સાંભળેલી કથાને તેમણે પાછળથી
૩. જુઓ તા. ૯-૧૨-૧૯૨૮ના રોજ સૂરતના ગુજરાતી સાહિત્ય મંડળના ઉપક્રમથી યોજાયેલ ઇચ્છારામજયંતી નિમિત્ત છે. બ. ક. ઠાકોરના પ્રમુખપદે વિ. ઈચ્છારામના પુત્ર શ્રી નટવરલાલે આપેલું. “વ. ઇ. સૂ. દેસાઈના સાક્ષરજીવનની રૂપરેખા'-એ વિષય પર વ્યાખ્યાન, પૂ. ૭