SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ ગ્રંથ અને ગ્રંથકાર પુ. એ સંગ્રહમાં પુસ્તકાલયો અને વાચનપ્રવૃત્તિના વિરતાર વિશેની માહિતી તેમ જ વિચાર કે સૂચને જુદાજુદા વિદ્વાન લેખકોના લેખોઠારા સારી પેઠે સમાવેલાં છે. જીવન અને વિજ્ઞાન' (રમણિક ત્રિવેદી અને ભાઈલાલ કોઠારી)માં જીવનદષ્ટિએ સ્પર્શેલાં જ્ઞાનવિજ્ઞાનનાં વિવિધ અંગેનું સરળ-સુવાચ્ય નિરૂપણ છે. “જીવનપ્રવાહ (ઈશ્વરભાઈ દેસાઈભાઈ પટેલ માં જીવનની વિવિધ પ્રવૃત્તિઓ, સંસ્થાઓ, રચનાઓ તેમ જ માનવની વૃત્તિઓ વિશે લેખકે પોતાની રીતે વિચાર કરીને બોધ તારવ્યા છે. લેખક એક વિદ્યાર્થી છે અને એ કાચી દશાની મર્યાદા વિચારમાં ઊતરી છે.' - “યંત્રની મર્યાદા' (નરહરિ પરીખ) : વર્તમાન યંત્રમય બનેલા જીવનમાં યંત્રની મર્યાદાને તર્કશુદ્ધ વિચારસરણીથી તેમાં સમજાવેલી છે. યંત્રનો એકાન્ત નિષેધ નથી સૂચવ્યો, પરંતુ અર્થવિજ્ઞાન જીવનની માનસિક ભૂમિકાને સ્પર્યા વિના જે વખતે દોડી રહ્યું છે તે વખતે આ નિબંધ પ્રચારદષ્ટિએ જ નહિ પણ તાત્ત્વિક દષ્ટિએ ઉપયોગી બને છે અને હસ્તકૌશલની ભૂમિકા રચી આપે છે. - દેશી રાજ્યોને પ્રશ્ન” (ગાંધીજી): દેશી રાજે અંગેના વિવિધ પ્રશ્નો સંબંધે સામાન્ય પ્રકારના અને ગુજરાત-કાઠિયાવાડનાં દેશી રાજ્ય સંબંધ પ્રાસંગિક એવા લેખો ગાંધીજીએ વખતોવખત લખેલા તેનો આ સંગ્રહ છે. દેશી રાજ્યોના રાજકારણ તથા પ્રજાજીવન અંગેના બળતા પ્રશ્નો સંબંધ ગાંધીજીની દોરવણી આ બધા લેખોમાં રહેલી છે, અને જેવી રીતે ઇતર ક્ષેત્રોના પ્રશ્નોને માટે ગાંધીજીની દૃષ્ટિ પ્રેરક બની રહે છે તેવી રીતે આ • ક્ષેત્રમાં પણ એ દૃષ્ટિની પ્રેરકતા પૂરી પાડતી લેખસામગ્રી આ ગ્રંથમાં એકત્ર કરવામાં આવી છે. બારમા સાહિત્યસંમેલનને અહેવાલ તથા નિબંધસંગ્રહમાં સંમેલનના પ્રમુખ તથા વિભાગી પ્રમુખોનાં ભાષણ ઉપરાંત સાહિત્ય, ઇતિહાસ, કલા, વિજ્ઞાન, સમાજશાસ્ત્ર તથા અર્થશાસ્ત્ર, ધર્મ તથા તત્વજ્ઞાન અને પત્રકારત્વ એ બધા વિભાગોમાં વંચાયેલા નિબંધોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. અભ્યાસ માટેની સારી સામગ્રી તે પૂરી પાડે છે. “ફાર્બસ ગુજરાતી સભા મહોત્સવ ગ્રંથ' (સં. અંબાલાલ બુ. જની) : આ સભાની ૭૫ વર્ષની હયાતીના ઉત્સવ નિમિત્તે પ્રસિદ્ધ કરવામાં આવેલા આ ગ્રંથમાં સંગ્રહેલા નિબંધ, લેખે તથા કાવ્યો વગેરેમાં મુખ્યત્વે ઇતિ હાસ, પુરાતત્ત્વ, સાહિત્ય તથા સંસ્કૃતિવિષયક લેખે મૂલ્યવાન તથા આકર્ષક છે. “કરાંચી સાહિત્યસંમેલનનો અહેવાલ અને નિબંધસંગ્રહ' (ગુજરાતી
SR No.032068
Book TitleGranth Ane Granthkar Pustak 09
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1944
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy