SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચ વર્ષનું સાહિત્ય - નિબંધા તથા લેખા ૭ ‘ગ્રામેાતિ' (રમણુલાલ વ. દેસાઇ) : આર્થિક અને સામાજિક દૃષ્ટિએ ગ્રામજીવનનું પુનર્વિંધાન કરવા માટેના વહેવારુ વિચાર। આ પુસ્તકમાંના લેખામાં દર્શાવ્યા છે. ‘મારું ગામડું' (બબલભાઈ મહેતા) તેમાં ખેડા જિલ્લાના માસરા ગામમાં ગ્રામેાહાર પ્રવૃત્તિના પ્રયાગાની અનુભવપૂર્વક ચર્ચા કરવામાં આવેલી છે. ગ્રામસફાઈ, ખેતી, ઉદ્યોગ, ખોરાક, કેળવણી, વ્યસના, વહેમા, વગેરે ઉપર પર્યેક દષ્ટિ ફેરવીને લેખકે સમાજશાસ્ત્રની વહેવારુ વિચારણા કરી છે. ‘ખેડૂતાની દુર્દશા' (રાવતભાઈ દેસાભાઈ ખુમાણુ)માં કાર્ડિયાવાડના ખેડૂતાની દુર્દશાના સચેટ ખ્યાલ આપ્યા છે. લેખકે ગામડાં જાતે ખૂદીને માહિતી મેળવી છે અને ઝીણવટભરી આલેાચના કરી છે. ખેડૂતાની સમસ્યા' (લાલજી પેંડસે)માં ખેડૂતવર્ગની વર્તમાન દુર્દશા, તેનાં કારણેા, માંગણીઓ વગેરેની ચર્ચા ઐતિહાસિક દૃષ્ટિએ પ્રાંતવાર આંકડા આપીને કરવામાં આવી છે. ‘ગ્રામવિચારણા' (હરભાઇ ત્રિવેદી) : ગામડાંઓની પુનર્ઘટના ગ્રામકેળવણી દ્વારા જ શક્ય છે અને તેથી સાચા ગ્રામશિક્ષકા તથા ગ્રામસેવકાની અગત્ય છે એવું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. ‘ચાર કોલેજિયનેા’ (નયનસુખલાલ રિલાલ પંડચા) : ચાર જુદીજુદી દૃષ્ટિવાળા કૉલેજિયનાને ગામડું એ શું છે તે એક વૃદ્ધ અનુભવી સમાવે છે, એ સમજૂતીનું એ પુસ્તક એક સંવાદાત્મક નિબંધિકાસમું છે. ‘ગ્રામપંચાયતના કાયદા' (નરહિર પરીખ): ગ્રામપંચાયતાને સવન કરવા માટેના જરૂરી માર્ગોનું સૂચન અને કાયદા ઉપરનાં ટિપ્પણ એ આ પુસ્તિકાની વિશિષ્ટતા છે. ‘ગ્રામપંચાયતના કાયદાને લગતા નિયમેા' પણ આ જ પુસ્તિકાના એક પરિશિષ્ટરૂપ છે. ‘વર્ષી શિક્ષણયાજના’ (ઝકીરહુસેન કમિટી) અને ‘વર્ષા કેળવણી પ્રયાગ’ (નરહિર પરીખ) એ બેઉ પુસ્તિકાઓ એ શકવર્તી શિક્ષણયેાજનાનું રહસ્ય, વીગતા તથા વિશિષ્ટતાના પરિચય કરાવે છે. ‘કેળવણીના કોયડા’ (મહાત્મા ગાંધીજી): અસહકાર યુગના ઇતિહાસથી માંડી વર્ષી શિક્ષણ્યેાજના સુધીની વીગતે આ લેખસંગ્રહમાં સમાવેલી છે. વર્ષાં શિક્ષણ્યેાજનાની પૂર્વ પીઠિકા રૂપે એમાંના વિચારા મનન કરવા યેાગ્ય છે. નવા આચાર–નવા વિચાર’ (હરભાઇ ત્રિવેદી)માં જીવનના સર્વાંગીણ વિકાસને માટે શાસ્ત્રીય કેળવણીની વિચારણા છે અને કેળવણી વિશેના દૃષ્ટિપરિવર્તનને તે સ્ફુટ કરે છે. ‘સહુ– શિક્ષણ' (રણજીતભાઇ એમ. પટેલ)માં અનેક દષ્ટિબિંદુથી વિદ્યાર્થી-વિદ્યાર્થિનીના એકત્ર શિક્ષણની પ્રથા તથા તેના લાભાલાભની ચર્ચા કરીને બધાં દૃષ્ટિબિંદુઓના સમન્વય કરવામાં આવ્યા છે. વડાદરા રાજ્ય પુસ્તકાલય મંડળનાં ભાણા અને લેખેા-ભાગ ૨'
SR No.032068
Book TitleGranth Ane Granthkar Pustak 09
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1944
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy