SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ४२ ગ્રંથ અને ગ્રંથકાર પુ.૯ ગીરના જીવતાં જ તેના પુત્રાના શરૂ થયેલા રાજકીય કાવાદાવા અને કટ• જાળના તે ખ્યાલ આપે છે. ‘ગુરુરવામી' (દામેાદર સાંગાણી) એ પાણીપતના યુદ્ધ પછીની પેશવાઇની ઐતિહાસિક ભૂમિકા પર લખાયેલી નવલકથા છે, એટલે વાતાવરણમાં ઐતિહાસિક તત્ત્વ ગૂંથાયું છે; પરંતુ કથાના પટ પ્રેત્રિકાણ અને રાજ્યખટપટની વચ્ચે પથરાઇ રહે છે, તાત્ત્વિક કાળેા આપતા નથી; માત્ર ધર્મના જય અને પાપના ક્ષય' એ ધ્યેયને પ્રકટ કરે છે. કલાવિધાનમાં કચાશ છે. ગલ રસનિષ્પત્તિમાં ઋતિહાસ કાંઈ ‘બંધન અને મુક્તિ' (દર્શક)ના વિષય ૧૮૫૭ના વિપ્લવયુદ્ધનું આલેખન છે, પરન્તુ ખરું યુદ્ધ તા કથાનાયકના હૃદયમાં મચેલું છે. પ્રેમ અને શિસ્ત, શિસ્ત અને માનવતાનાં પરસ્પર વિરુદ્ધ ખેંચાણા પાત્રા માટે ચાલ્યા કરે છે. યુદ્ધમાં ગૌરવાન્વિત માનવતા હારે છે, પરંતુ કથાની રસનિષ્પત્તિ જીતી જાય છે. ‘રંગ’ (રમણુલાલ વ. દેસાઇ)માં એકાદમ્બે ઐતિહાસિક પાત્રા છે, છતાં કંપની સરકારના રાજત્વનું વાતાવરણ કથાની ઐતિહાસિક પીકિા અને છે. ઢગલાકાની સંસ્થાના ઉલ્કાપાતાના ઇતિહાસ, પ્રેમ-શૌર્ય, ધૈર્ય, ઔદાર્યને સ્ફુટ કરતી કથા દ્વારા રજૂ કરવાને તેમાં સરસ પ્રયત્ન થયા છે. ‘ભગવાનજો’ અને ‘દરિયાલાલ' (ગુણવંતરાય આચાર્ય) એ એ નલકથાએ પૂર્વ આફ્રિકામાં વસેલા ગુજરાતીએનાં પરાક્રમાની કથા છે. તેમાંની પહેલી, હિંદી સંસ્કૃતિના ભગવા નેો ફરકાવતી ગુજરાતી કેાડીની વસાહત પર આવેલા એક તાકાની મામલાની કથા છે. બીજી, ઝાંઝીબારમાં ગારી વસાહતા ગુલામેાના વેપાર કરતી હતી ત્યારે તેમાં સાથ આપતી એક ગુજરાતી પેઢીના નેકરે એ અમાનુષી વેપારથી ત્રાસીને મૂળ વતનીઓને સાથ દઈ ગુલામા થતા બચાવ્યા તથા તેમને લવીંગની ખેતીમાં વળગાડવા તેના પરાક્રમની કથા છે. બેઉ કથાએ ઝડપી વસ્તુવિકાસ વાળી, સાહસપ્રચુર, ભયંકર ઘટનાથી રામાંચક અને પ્રકૃતિસૌંદર્યની વચ્ચે મૂકેલાં ચેતનવંતાં પાત્રાથી સજીવ બની છે. પૂર્વ આફ્રિકાના પ્રદેશેાનાં વર્ણના કેટલાં વાસ્તવિક છે તે કહી શકાય તેમ નથી, પરન્તુ કથામાં ખૂંચે તેવી અવાસ્તવિકતા જણાતી નથી. ‘જળસમાધિ’ એ જ લેખકની ત્રીજી નવલકથા પણ હિંદના દરિયાઈ વાતાવરણને સ્પર્શીને લખાઈ છે. હિંદના કિનારાને પરદેશી ચાંચિયાઓથી રક્ષવામાં હિંદી ખલાસીઓએ બતાવેલી બહાદુરીને તે મેાખરે મૂકે છે. ઇતિહાસ તથા લાકકથા બેઉના આધાર લેખકે લીધા છે અને રસની જમાવટ ડીક કરી છે.
SR No.032068
Book TitleGranth Ane Granthkar Pustak 09
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1944
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy