SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચ વર્ષનું સાહિત્ય- નવલકથા ૪૧ ઊનડની પ્રિયતમા પાટલદેવી અને બીજી જશવંતકુમારી, એ બે વિરુદ્ધ સ્વભાવનાં પાત્રોના ઘર્ષણમાં આખી નવલકથા પૂરી થાય છે. કોઈ લોકકથા જ આધારભૂત હોય તેમ જણાય છે. શૈલી અતિ સામાન્ય છે. “સમ્રા વિક્રમ અથવા અવંતીપતિ’ (જેઠાલાલ ત્રિવેદી): સુપ્રસિદ્ધ રાજા વિક્રમની કથા પ્રબંધ-વાર્તિકાની મેળવણી દ્વારા નિરૂપવાનો પ્રયત્ન આ નવલકથામાં કરવામાં આવ્યો છે. પ્રાચીન માળવાના વાતાવરણનું સર્જન કરવાને તાંત્રિકોની મેલી વિદ્યાના પ્રયોગો, સુવર્ણસિદ્ધિ, જયોતિપનો ચમત્કાર, વિવને પ્રયોગ ઇત્યાદિને ઉપયોગમાં લેવામાં આવ્યાં છે. ચમકારેનો ઉકેલ કઈ વાર વૈજ્ઞાનિક દૃષ્ટિએ કરવામાં આવ્યો છે અને કઈ વાર અણઉકેલ્યો પણ રહે છે. કથાનો પટ પહોળો બન્યો છે પણ સચોટ નથી બન્યો. પાત્રો પ્રતિભાશાળી હોવા છતાં આલેખન ઝાંખું રહ્યું છે. “અવન્તી નાથ” અને “રૂપમતી’ (ચુનીલાલ વ. શાહ) એ બેઉ નવલકથાઓ જુદા જુદા સમયના માલવપ્રદેશની છે. “અવન્તીનાથ'માં સુપ્રસિદ્ધ રાજા ભેજના જીવનનો કાળ આલેખાય છે. “રાજા ભેજ અને ગાંગે તઈલ' એ કહેવતની ઐતિહાસિક સિદ્ધતા, ચેદીના ગાંગેય અને કર્ણાટકના તઈલ રાજાના પુત્રો સાથેના યુદ્ધમાં ભેજની પહેલાંની છત અને પછીની હાર છતાં સાત્વિક વિજય દર્શાવીને કરવામાં આવી છે. એકંદરે ભોજની વીરતા, વિદ્વત્તા, ઉદારતા તથા સંસ્કારનો, તેના જીવનના ઘડતરના પ્રયોગો દ્વારા સરસ રીતે પરિચય કરાવવામાં આવ્યો છે. કથાગ ધીરે છે પણ રસનિર્વાહ છેવટ સુધી થાય છે. “રૂપમતી’ એ ઐતિહાસિક પ્રેમકથા છે. માળવાના સુલતાન બાઝ બહાદુર અને રૂપમતીના પ્રેમાં કુરથી માંડીને બાઝના પ્રેમ પાછળ રૂપમતીના આત્મવિસર્જન સુધીની કથા અકબરના માળવાના રાજકારણ તથા બાઝ સાથેના યુદ્ધની કથા સાથે ગૂંથીને આપવામાં આવી છે. વીર દયાળદાસ' (નાગકુમાર મકાતી): રાજસિંહના મંત્રી તરીકે ઔરંગઝેબ સામે અને મોગલ સલ્તનત સામે ઝૂઝનાર ટેકીલા જૈન યોદ્ધા દયાળદાસની આ નવલકથામાં શાહીવાદના પ્રતીક સામે સ્વતંત્રતાના પ્રતીકની અથડામણનું રસભરિત રીતે દર્શન કરાવવામાં આવ્યું છે. સંવાદ, વર્ણને અને વાતાવરણની જમાવટમાં લેખકે સારી હથોટી બતાવી છે. લેખકની શૈલી હકીકતની શુષ્કતાને નિવારીને રસનિભાવ કરે છે. ડગમગતી શહેનશાહત યાને શેતરંજના દાવ (અમૃતલાલ રતનજી ત્રિવેદી) : મેગલ સમ્રાટ જહાંગીરના જીવનનાં છેલ્લાં વર્ષોમાં જ્યારે મેગલ સામ્રાજ્ય નબળું પડતું જતું હતું તે સમયના બનાવોને એમાં ગૂંથેલા છે. જહાં
SR No.032068
Book TitleGranth Ane Granthkar Pustak 09
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1944
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy