SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચ વર્ષનું સાહિત્ય - નવલકથા ૩૯ ‘ગુજરાતના વેરની વસુલાત' (નર્મદાશંકર વ. ત્રિવેદી) એ ‘ગુજરાતી’ પત્રનું ૧૯૩૭નું ભેટપુસ્તક ગુજરાતના છેલ્લા રાજા કરણ વાઘેલાને લાગેલું કલંક ભૂંસવાને લખાયેલી ઐતિહાસિક નવલકથાનું છે. કરણને લંપટ આલેખવામાં ભાટ-બારેાટા અને ‘કહાનડદે પ્રબંધે અન્યાય કર્યાં છે એવી માન્યતાપૂર્વક આ કથામાં કરણને ચારિત્ર્યશીલ આલેખીને ખીલજી વંશના બાદશાહોનાં એક પછી એક થયેલાં ખૂનામાં ખુદ કરણે ભાગ ભજવીને વેરની વસૂલાત કરી હાવાનું કલ્પનારંગી પરન્તુ રસભર્યું ચિત્ર નિપજાવવામાં આવ્યું છે. કથા માટે ઐતિહાસિક આધારનું જે તરણું લેખકને મળ્યું છે તે એટલું જ છે કે કરણના સંબંધમાં પ્રાપ્ત થયેલાં તામ્રપત્રા કે શિલાલેખા પરથી કરણ સ્ત્રી-લંપટ નથી જણાતા, તે તેના ચારિત્ર્ય પરના કલંકને સ્થાન જ કેવી રીતે હેાઇ શકે? ‘અહિલવાડના યુવરાજ' (નૌતમકાન્ત સાહિત્યવિલાસી) એ ચાવડા વંશના ઇતિહાસમાંથી યાગરાજના જીવનને અવલંખીને માટે ભાગે કલ્પનાસિષ્ટથી ગૂંથેલી નવલકથા છે. એ રીતે એ ઐતિહાસિકને બદલે ઇતિહાસાભાસી નવલકથા વધુ પ્રમાણમાં બને છે. પાત્રાલેખન કે પ્રસંગાવધાન પણ ચેટદાર નથી; જોકે ખટપટ અને કાવતરાંની વાતા ડીકડીક ગાડવી દીધી છે. ‘સરપતિ' અને ‘સામનાથની સખાતે' (ગેાકુળદાસ રાયચુરા) એ બેઉ નવલકથાએ જૂનાગઢના ચુડાસમા રા'નવઘણના જીવનપ્રસંગાને વણી લે છે. ગુજરાતને સેાલંકી વંશના ઇતિહાસ જેવા તેજસ્વી છે તેવા જ તેજસ્વી કાર્ડિયાવાડના ચુડાસમા વંશના ઇતિહાસ છે. શ્રી. રાયચુરાએ આ વંશના ઇતિહાસની સાત નવલકથાઓ લખી છે તેમાંની આ મે છે. એકલા રા'નુંવઘણના ચરિત્રને જ ગૂથી લેતી તેમની બીજી એ નવલકથાએ ‘નગાધિરાજ’ અને ‘કુલદીપક’ છે. રા'નવઘણના વખતમાં જ મહમૂદ ગઝનવી સામનાથ ઉપર ચઢાઇ લાવ્યા હતા અને રા'નવઘણ ગુર્જરેશ્વર ભીમદેવની મદદે સેના લઈને ગયા હતા એ પ્રસંગ અને તેને અનુકૂળ વીરત્વપૂર્ણ વાતાવરણ ‘સેામનાથની સખાતે'માં આલેખવામાં આવ્યું છે. રા'નવઘણના ચરિત્રની ચારે કથાએ એકક્ષ્મીજી સાથે સંકળાયેલી છે, એટલે સ્વતંત્ર નવલકથા તરીકે તે વાચનીય બની શકતી નથી. વાર્તાએ વિગતેથી રસપૂર્ણ અને છે, પણ પાત્રાનાં આલેખન ઉઠાવદાર નથી થતાં. ‘રા’ ગંગાજળિયા’ (ઝવેરચંદ મેઘાણી) એ જૂનાગઢના છેલ્લા ચુડાસમા વંશના રાજા રા'માંડલિક. તેના અસ્તકાળ અને ગુજરાતના સુલ્તાન મહમ્મદ બેગડાના ઉદયકાળનું ચિત્ર આ કથામાં સબળરીતે આલેખવામાં આવ્યું છે.
SR No.032068
Book TitleGranth Ane Granthkar Pustak 09
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1944
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy