SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથ અને ગ્રંથકા૨ ૫.૯ નથી લાગતાં; છતાં તેમાં તેજસ્વી નારીત્વનું કાલ્પનિક દર્શને ઉત્કૃષ્ટ રીતે કરાવવામાં આવ્યું છે. .. — - - - “સતી જસમા’ (ભીમભાઈ વક્તાણકર) સિદ્ધરાજના સમયમાં થઈ ગયેલી મનાતી જસમાના રાસડા અને ગરબાને આધારે લખાયેલી એક આખ્યાયિકા છે.પાતિવત્યની પૂનિતતા દર્શાવવાનો તેનો હેતુ છે. શૈલી કેવળ સામાન્ય કોટિની છે. “સાન્ત મહેતા' (ધીરજલાલ ધ. શાહ) : સિદ્ધરાજના સમયમાં જે વીર મુત્સદીઓ થઈ ગયા છે તેમાં એકની આ ચરિત્રથા ત્રણ ભાગમાં પૂરી થઈ છે. તે ચરિત્રકથા છે કારણ કે કથાનાયકના જીવનના બધા પ્રસંગે અનુક્રમે કથામાં વણી લેવામાં આવ્યા છે. સાતૂ મહેતાના વીર મુત્સદ્દી તરીકેના અનેક ગુણો તેથી પ્રકાશમાં આવે છે. પ્રસંગોની ગોઠવણી કલાયુક્ત નથી તેથી કાર્યને વેગ દાખવવામાં આવ્યા છતાં ઘણું નિરર્થક લંબાણ અને અનાવશ્યક સંવાદો વચ્ચેવચ્ચે વિરસતા આણે છે. પ્રત્યેક ભાગનો નખોનોખો ધ્વનિ હોય અને એ ધ્વનિને વિશદ કરવા પૂરતા પ્રસંગોની ગૂંથણું હોય તો ચરિત્રકથાના ભાગે પણ એકએક રસપૂર્ણ ઐતિહાસિક નવલકથા બની શકે. રાજહત્યા' (ચુનીલાલ વ. શાહ)માં ગુર્જરેશ્વર અજયપાળની તેના સેવકે કરેલી હત્યાના કાર્યકારણભાવને વિશદ કરનારા પ્રસંગે તથા તદનુરૂપ પાત્રોની ગૂંથણી કરવામાં આવી છે. કથાનો પ્રવાહ ધીર-ગંભીર રીતે વહે છે. અજયપાળની ક્રરતાને અતિરેક એક જૈન મુનિના વીરમૃત્યુ દ્વારા અને રાજહત્યા કરનારા સેવકની ભાવનાનો ચિતાર તેના પુત્રી પ્રેમ દ્વારા દર્શાવ્યો છે. “ગુજરાતને જય” (ઝવેરચંદ મેઘાણી) એ વાઘેલા વંશના રાજત્વના પ્રારંભકાળની નવલકથા છે. વીરધવલ અને લવણપ્રસાદ તથા જૈન મંત્રીઓ વસ્તુપાળ-તેજપાળના ઐતિહાસિક, રાજકારણીય અને સાંસારિક જીવનપ્રસંગોને ગૂંથી લઈને તે લખાઈ છે. તેરમી સદીના ગુજરાતનું વાતાવરણ એમાં સરસ રીતે જામે છે. સોલંકીને સૂર્યાસ્ત અથવા વાઘેલાનો ચંદ્રોદય’ (જેઠાલાલ નારાયણ ત્રિવેદી) એ સોલંકી વંશના છેલ્લા રાજા ભોળા ભીમદેવના રાજત્વના ઉત્તરાધની અને વાઘેલા વંશના વીસલદેવ તથા વીરધવલના ઉદયની કથા છે. પાત્રાજનામાં શ્રી. મુનશીનું અનુસરણ જણાઈ આવે છે. ઐતિહાસિક પ્રસંગેની સાથે થોડી લોકકથાઓને પણ વણી લેવામાં આવી છે. ગુજરાતી” પત્રનું ૧૯૪૧ની સાલનું એ ભેટનું પુસ્તક છે.
SR No.032068
Book TitleGranth Ane Granthkar Pustak 09
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1944
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy