SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચ વર્ષનું સાહિત્ય-નાટક ૨૩ લીન થઈને બેઠા હોય છે ત્યારે પડોશમાં લાગેલી આગ પણ તેને ક્ષુબ્ધ કરી શકતી નથી. આમ ધૂનીપણાને મૂર્તિમંત કરવાના ધ્યેયને કારણે નાટિકા રસનિપત્તિમાં મોળી પડે છે. વેણુનાદ' (ગોવિંદભાઈ અમીન) એ પાંચ એકાંકી નાટકોનો સંગ્રહ છે. કોઈ કૂટ પ્રશ્નોને સ્પર્શવાને બદલે પ્રાસંગિક ઘટનાઓને નાટકરૂપે વણીને તેમાંથી રસ વહાવવાનો યત્નએ બધાં નાટકોમાં દેખાઈ આવે છે. હાસ્ય અને કટાક્ષ વેરતી નાટિકાઓ આ પાંચ વર્ષમાં ઠીક પ્રમાણમાં બહાર પડી છે, અને તેના લેખનમાં સારા લેખકોએ ભાગ લીધો હોઈનાટિકાઓનો એ ખૂણો ઠીકઠીક ખીલ્યો છે. “રંગલીલા' (કલમ મંડળ) એ રજૂ થયું છે સળંગ નાટક રૂપે, પરંતુ સૂરતના જુદાજુદા હાસ્યલેખકની કૃતિઓમાંથી ચૂંટેલી વાનગીઓને એ શંભુમેળો છે અને એકબીજી વાનગીઓને જોડી દેવાની કલ્પનામાં રમૂજ તથા આકર્ષણ રહેલાં છે. એક વસ્તુમાંથી બીજી વસ્તુમાં પ્રવેશ કરતાં જે વિષયાંતર થાય છે તેને ભાસ ન થવા દેવાની હિકમત એમાં ધ્યાન ખેંચે તેવી છે. પ્રેમનું મેતી અને બીજાં નાટક” (ચંદ્રવદન મહેતા)માં આઠ નાટિકાઓ સંગ્રહી છે, જેમાંની પાંચ કટાક્ષ અને ઉપહાસ દ્વારા વસ્તુની ચેટ દાખવે છેઃ “દેડકાંની પાંચશેરી”, “ધારાસભા', ઘટમાળ', “લગનગાળો’ અને ‘ત્રિયારાજ'. “કલ્યાણું” એ સંગીત-નાટક છે. બધી નાટિકાઓ તખ્તાલાયક છે અને કેટલીક તો સફળતાપૂર્વક ભજવાઈ પણ છે. ચાર એકાંકી નાટકો' માંનું એક “દુર્ગ” (ઉમાશંકર જોષી) ગંભીર છે અને બીજાં ત્રણ પ્રહસનો છેઃ દેડકાંની પાંચશેરી' (ચંદ્રવદન મહેતા), ગૃહશાંતિ (ઉમાશંકર જોષી) અને “ભગવદજજુકીય” (સુંદરમ). એમાં “ગૃહશાંતિ’ અંગ્રેજીમાંથી અને “ભગવદજજુકીય સંસ્કૃતમાંથી ઉતારેલાં છે. “હિમાલય સ્વરૂપ અને બીજાં નાટકો' (હંસા મહેતા) એ અંગ્રેજીમાં જેને “સ્કિટ' કહે છે તે પ્રકારનાં પ્રહસનોનો સંગ્રહ છે. તેમાંનું એક “આંખે પાટા કણાની ગાઢ છાયાથી વીંટાયેલી કટાક્ષાત્મક નાટિકા છે. બાકીનાં બધાં પ્રહસનોમાં વર્તમાન સામાજિક–સાંસારિક જીવનમાંથી ચૂંટેલી વિષમતાઓને કટાક્ષ સાથેની હળવી શૈલીથી રજૂ કરી છે. વિધવાને “ગંગારવરૂપ” કહેવામાં આવે છે તેમ “વિધુરીને શા માટે હિમાલયસ્વરૂપ' ન કહેવામાં આવે એ કટાક્ષ મુખ્ય પ્રહસનમાં કર્યો છે અને એ જ એની પરાકાષ્ઠા બને છે. “શકુંતલાની સાન્નિધ્યમાં' (પદ્માવતી દેસાઈ અને “મસ્ત ફકીર') એ પ્રહસનમાં ભૂતકાળને વર્તમાન કાળની તુલનામાં ખડો કર્યો છે, તેથી હાસ્યનું વાતાવરણ જામે છે. નાટિકા ભજવવા યોગ્ય છે. “ભીલકુમારી' (પદ્માવતી દેસાઈ) એ પ્રહસનમાં નાનાલાલની આડંબરી શૈલીના સંવાદો યોજાયા છે. “સંવાદો (વ્યોમેશચંદ્ર પાઠક, સં. જયમનગૌરી પાઠકજી)
SR No.032068
Book TitleGranth Ane Granthkar Pustak 09
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1944
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy