SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથ અને થારપુ. ૯ વ. દેસાઈ): એ નાટિકાઓમાં, રંગભૂમિ પર એમેટરો ભજવી શકે તેવી તખ્તાલાયકીની ગુણવત્તા અને રસપ્રધાનતા રહેલી છે. “રાખનાં રમકડાં' (ભાસ્કર વહોરા)માં સાત નાટિકાઓને સંગ્રહ છે. બર્નાર્ડ શો અને ઈબસન જેવા પાશ્ચાત્ય નાટયલેખકોના વિચારો તથા નિરૂપણરીતિઓની તેમાં અસર રહેલી છે. સંસારનાં જુદાં જુદાં પાસાંઓની આસપાસ તેમાંનાં વરંતુ પરિભ્રમણ કરે છે અને બુદ્ધિશાળી પાત્રો જ મુખ્ય ભાગ ભજવતાં હોવાથી તેમાં જેટલું વિચાર પ્રાધાન્ય છે તેટલું ભાવ કે રસનું ત્રાધાન્ય નથી. સંવાદોમાં કોઈ કોઈ સ્થળે ચમક દેખાય છે. કેટલાંક પાત્રો પશ્ચિમના વિચારોનાં દેશી સ્વાંગધારી પૂતળાં હોય તેવાં દેખાય છે. છેલ્લો ફાલ' (ધનસુખલાલ મહેતા)એ પણ અંગ્રેજી ઉપરથી ઉતારેલી બાર નાટિકાઓનો સંગ્રહ છે, પરંતુ તેનાં ભાષાંતર રૂપાંતર ચોટદાર બન્યાં છે. “રાજાની રાણી (રમણીકલાલ દલાલ)માં મીરાં, જુલિયટ અને સ્વીડનની મહારાણીએ ત્રણે રાણીઓના જીવનવિષયક ઐતિહાસિક નાટિકાઓ છે. ન્યાતનાં નખરાં' (ગજેન્દ્રશંકર પંડ્યા) એ સામાજિક નાટિકામાં ધરારપટેલાઈનાં દૂષણોનો પરિચય કરાવવા ઉપરાંત ન્યાતસુધારો કરવા મથતા જુવાનિયાઓની પ્રવૃત્તિનું દર્શન કરાવ્યું છે, જો કે તેમાં નાટયતત્ત્વ ઓછું છે. “એક જ પત્ની' (છોટુભાઈ ના. જોષી) એ સાધારણ કોટિની સાંસારિક નાટિકા છે. “નવા યુગની સ્ત્રી' (શારદાપ્રસાદ વર્મા)માં ત્રણ નાટિકાઓને સંગ્રહ છે, અને ત્રણેમાં સ્ત્રીત્વનાં જુદાં જુદાં પાસાંને સ્પર્શવામાં આવ્યાં છે. તેજસ્વી નારીત્વનો આદર્શ રજૂ કરવાનો તેમાં પ્રયત્ન કરવામાં આવ્યું છે અને સ્ત્રીઓ તથા કુમારિકાઓ ભજવી શકે એ તેના લેખન માટેનું પ્રધાન દષ્ટિબિંદુ હોવાથી આત્યંતિક કણ અને શંગારને આવવા દીધા વિના બહુધા સ્ત્રી પાત્રોનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્રકટ રીતે ધ્યેયને જ જ્યારે દષ્ટિબિંદુ બનાવવવામાં આવે છે ત્યારે નાટિકાઓ રસનિષ્પત્તિમાં મળી જ રહે છે. રેડિયમ અને બીજાં નાટકો' (ગોવિંદભાઈ અમીન)માંની નાટિકાઓ સંવાદ અને વાર્તાના મિશ્રણ જેવી બની છે. “જવનિકા' (જયંતી દલાલ) માંની એકાંકી નાટિકા માટે વર્તમાન સંસારના કૂટ પ્રશ્નોએ જોઈતું વસ્તુ પૂરું પાડ્યું છે. કટાક્ષ, ઉપહાસ અને વેધક ઊર્મિલતા એ એમાંના સંવાદોના મુખ્ય ગુણો છે. બધી નાટિકાઓ ભજવી શકાય તેવી છે અને લેખકને નાટિકાલેખનનાં આવશ્યક તોની સારી પેઠે માહિતી પણ છે. પાત્રાલેખનમાં સબળતા અને સજીવતા છે. “કલાને નાદ' (કાલિદાસ ના. કવિ) એ એક રૂપક એકાંકી નાટિકા છે જેને પ્રધાન સંદેશ એ છે કે “સાચો કલાકાર જ્યારે કલાસેવા કરતો હોય છે ત્યારે આખા જગતના અસ્તિત્વને ભૂલી જાય છે અને જ્યારે કલાપૂજામાં
SR No.032068
Book TitleGranth Ane Granthkar Pustak 09
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1944
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy