SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ - ગ્રંથ અને ગ્રંથકાર પુ૯ તેમને આયુર્વેદનું પણ ઠીક જ્ઞાન હતું. ઉત્તર જીવનમાં તે ઔષધો બનાવીને દર્દીઓને આશીર્વાદ લેતા. તેમના પુત્ર શ્રી. જીવનલાલ પણ એક સારા વૈદ્ય છે. તેમનું લગ્ન વાંકાનેરમાં બાઈ ઊજમ સાથે સં. ૧૯૪૭માં થએલું. તેમને સંતતિ નહિ ઊછરતી હોવાથી બીજું લગ્ન કેરાળા (તા. વાંકાનેર) માં બાઈ રંભા સાથે સં. ૧૯૫૮ માં થયું હતું. પિતાની પાછળ તે એક વિધવા, ચાર પુત્ર, એક પુત્રી અને પુત્ર-પુત્રીને પરિવાર મૂકી તા. ૨૮-૯-૧૯૨૮ ના રોજ ૬૩ વર્ષની વયે મોરબીમાં સ્વર્ગવાસી થયા હતા. હાજીમહમ્મદ અલારખિયા શિવજી ગુજરાતી સાહિત્યમાં સચિત્ર પત્રકારત્વને નવો યુગ શરુ કરનાર અને ઊંચી કલાદ્રષ્ટિથી વિવિધ રસવૃત્તિઓનું પિષક સાહિત્ય આપવાની પહેલ કરનાર, “વીસમી સદી' માસિકના તંત્રી હાજી મહમ્મદ અલારખિયા શિવજીનો જન્મ ઈ. સ. ૧૮૭૭ના જાન્યુઆરીની ૧૩મી તારીખે મુંબઈમાં એક ગર્ભશ્રીમંત કુટુંબમાં થયો હતો. જ્ઞાતિએ તેઓ ઈસ્નાઅશરી જા (મુસ્લિમ) હતા. એમના પિતાનું નામ અલારખિયા શિવજી, અને માતાનું નામ રહેમતભાઈ એમના વડવાઓ મૂળ કચ્છ-ભૂજના વતની, જ્યાંથી એમના પ્રપિતામહ માણેક મુસાણી વેપાર અર્થે મુંબઈ આવેલા. ત્યાં તેમને સારે ઉત્કર્ષ થયા અને તેમના પુત્ર શિવજી માણેક તથા પૌત્ર અલારખિયા શિવજીએ પણ વડવાના ધંધાને જેમાં આપી સારી લક્ષ્મી પ્રાપ્ત કરી. હાજી મહમ્મદને પિતાના વેપાર સાથે એમનો સાહિત્યપ્રેમ પણ વારસામાં મળ્યો હતો. નાનપણમાં જેકે એ અભ્યાસ તે મૅટ્રિક્યુલેશન સુધી જ કરી શક્યા હતા, પરંતુ જ્ઞાનની જિજ્ઞાસા અને સ્વાધ્યાય તથા સતત સાહિત્યસંપર્કથી તેઓ ફારસી, મરાઠી, ગુજરાતી અને અંગ્રેજી ભાષાઓ પર સારે કાબુ મેળવી શક્યા હતા. ૧૮૫ થી તેમણે એ ભાષાઓને અભ્યાસ કરવાની સાથે સાથે ગુજરાતી માસિકમાં લેખો લખવો શરુ કરેલા. હિંદી સાહિત્યમાં તુલસીદાસ, કબીર, ગંગ આદિ કવિઓનાં કાવ્યો અને વિશેષે કરીને “પ્રવીણસાગરનો ગ્રંથ એમને પ્રિય હતે; અંગ્રેજી ભાષામાં પત્રકારત્વ એમને પ્રિય વિષય હતો અને વિલિયમ એડનું “ રિવ્યુ ઓફ રિવ્યુઝ” એમના સતત વાચનનું પત્ર હતું; અને ફરસી સાહિત્યમાં મશહૂર ફિલ્મફ ઉમર ખઆમ એમની
SR No.032068
Book TitleGranth Ane Granthkar Pustak 09
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1944
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy