SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથકાર-ચરિતાવલિ - વિદેહ ગ્રંથકારી હરિશંકર માધવજી ભટ્ટ 23 સ્વ. હારશંકર માધવજી ભટ્ટ મેારખીના વતની હતા. જ્ઞાતિએ સિદ્ધપુર સંપ્રદાયના ઉદીચ્ય સહસ્ર બ્રાહ્મણ હતા. તેમના જન્મ મારખીમાં સં. ૧૯૨૨ ના જેઠ સુદ ૫ ને રાજ થએલેા. પિતાનું નામ માધવજી દેવકૃષ્ણ ભટ્ટ અને માતાનું નામ રૂપબાઈ હતું. પિતાના ધંધા વૈદ્યક તથા કર્મકાંડના હતા. તેમની સાત વર્ષની વયે પિતાના સ્વર્ગવાસ થવાથી તે મેાસાળમાં માતા તથા મામા રુધનાથ રતનજી જોષીની દેખરેખ નીચે ઊછર્યાં હતા, ને સાત મહેનાના એક ભાઇ હતા. માતાના સ્વર્ગવાસ સં. ૧૯૬૧ માં થયા હતા. તેમણે પ્રાથમિક કેળવણી ગામઠી નિશાળમાં લીધી હતી, પરન્તુ પાછળથી ગુજરાતી, અંગ્રેજી તથા કાવ્યેા-નાટકાના અભ્યાસ આગળ વધાર્યાં હતા. મારખી આર્ય સુખેાધ નાટક મંડળીના તે એક ભાગીદાર હતા. કંપનીના ભાગીદાર તરીકે બહુધા તે વ્યવસ્થાનું બહારનું કામકાજ કરતા. નાટકામાં હાસ્ય રસના પાત્ર તરીકેનું કામ પણ તે સારું કરી જાણતા. ‘ત્રિવિક્રમ’ માં શાભાગચંદ, ‘ ભર્તૃહરિ ’ માં વિદૂષક, ‘અંબરીષ’ માં ઘંટાકરણુ વગેરેના ભાગ તે ભજવતા. મેારખી નાટક મંડળીમાંથી ભાગ વહેંચી લઇને જ્યારે ભાગીદારા છૂટા થયા અને મૂળજીભાઇ એ મંડળીના એકલા માલેક થયા ત્યારે તેમણે મંડળીમાં નાકરી સ્વીકારી હતી. સને ૧૯૧૩ માં આંખે મેાતીએ આવવાથી તે મારખીમાં–વતનમાં આવી રહ્યા હતા. મૂળજીભાઈ સ્વર્ગસ્થ થયા પછી સને ૧૯૨૦-૨૧ માં કંપની તરફથી તેમને સલાહકાર તરીકે ખેલાવવામાં આવ્યા હતા, પણુ તેમની સલાહ પ્રમાણે વર્તન કરવામાં આવ્યું નહિ, તેથી તે પાછા વતનમાં આવીને રહ્યા. તેમની કૃતિઓમાંની મુખ્ય નીચે મુજખ છેઃ “ભક્તરાજ અંબરીષ” (નાટક) ૧૯૦૭, “કંસવધ” (નાટક) ૧૯૦૯. બેઉ નાટકા મેારખી આર્ય સુખાધ નાટક મંડળીએ ભજવ્યાં હતાં, જેમાંનું પહેલું સંપૂર્ણ આકારે પ્રસિદ્ધ થયું છે. “કુએરનાથ શતાવળી'' (આધ્યાત્મિક જ્ઞાનના દાતરા) ૧૯૨૧, લગ્નાદિ પ્રસંગનાં કાઠિયાવાડી લેાકગીતા ” (ગીતસંગ્રહ) ૧૯૨૧, "" લખધીર યશ ઈંદુ પ્રકાશ'' (રાજગીતા) ૧૯૨૪; તેમણે મેારખી રાજ્યના ઇતિહાસ લખવા માંડેલે તે અધૂરા રહ્યો હતા, જે પાછળથી પૂરા કરી તેમના પુત્ર શ્રી, જીવનલાઢે ‘શ્રી લખધીયુગ” એ નામે ઇ. સ. ૧૯૩૯ માં પ્રસિદ્ધ કર્યાં છે.
SR No.032068
Book TitleGranth Ane Granthkar Pustak 09
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1944
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy