SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથકાર-ચરિતાવલિ-વિદેહ ગ્રંથકારે સી. પી. ટેક (કાવસજી પટેલ ) ના મહેલાનું તથા કેટમાં કાવસજી પટેલ સ્ટ્રીટનું નામ પડેલું તે કાવસજી રુસ્તમજી પટેલ એમના પ્રપિતામહ થાય. એ કાવસજી પટેલે કોળીઓની સરદારી લઈને મુંબઈને જંજીરાના સીદીઓના હુમલામાંથી બચાવેલું. જહાંગીરજીને જન્મ ઈ. સ. ૧૮૬૧ ના જુલાઈની ૧૪મી તારીખે મુંબઈમાં થએલો. એમના પિતાનું નામ નસરવાનજી જહાંગીર પટેલ. પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ તેમણે મુંબઈમાં જ લીધેલું અને કોટની અંગ્રેજી સ્કૂલમાંથી ચારેક ધેરણ અંગ્રેજી ભણી અભ્યાસ છોડી દીધેલો. પણ લેખન-વાચન અને ખાસ કરીને નાટકને નાદ એમને નાનાપણથી જ લાગેલો. છેક ૧૫ વર્ષની ઊગતી વયથી એમણે લખવા માંડેલું અને “ગુલ અફશાને, “ગપસપ”, “જ્ઞાનવર્ધક', “ગસોંગ', “કુરસદ', “મધુર વચન”, “માસિક મજાહ', “લક્ષ્મી', આદિ અનેક પત્રમાં તે લખતા. શાળામાં એક નાટકમાં “ગુલફામ'નું પાત્ર પિતે ભજવેલું એ જ “તખલ્લુસ થી લખવું શરુ કરેલું જે જીવનસુધી એમણે ચાલુ રાખ્યું. મુંબઈ સમાચાર અને “અખબારે સોદાગરમાં પત્રકાર તરીકે એમણે જીવનની શરૂઆત કરી અને જીવનભર એમનો વ્યવસાય એ જ રહ્યો. ઈ.સ. ૧૯૦૩ થી તે “જામે જમશેદ' પત્રમાં જોડાએલા તે છેક ઈ. સ. ૧૯૩૫ માં કામકાજ છોડ્યું ત્યાંસુધી તેના તંત્રીમંડળમાં રહેલા. ઈ. સ. ૧૯૩૬ ના ઓગસ્ટની ૨૪મી તારીખે મુંબઈમાં એમનું અવસાન થયું. એમનાં પત્ની પરેજા તે પીરેજશા દીનશાળ મુકાદમ (બુકસેલર)નાં બહેન થતાં હતાં. એમની પહેલી નવલકથા “સોનારગઢ ઈ. સ. ૧૮૭૬માં પ્રકટ થએલી; ત્યારપછી “ખંડેરાવ ગાયકવાડ અથવા તાત્યાની જાગીર કોણની ?” એ ઈ. સ. ૧૮૯૦ માં, “બાનું અને સજીવન થએલો આશક” ૧૮૯૭ માં અને રૂશીની આગાહી” તથા “રજપુતાંણુ અને લક્ષ્મી” ૧૯૦૦ માં પ્રકટ થઈ હતી. એમનાં પુસ્તકોની મળી તેટલી યાદી આ નીચે આપી છેઃ નવલકથાઓ –સેનારગઢદુબાશને વારસ, રંગેલું લાછણ, શાપુરનું કિસ્મત, પાંડુરંગ હરિ, સરોવરની સુંદરી, મહેલ્લજી અને જુના વહુ, ઓ ધન તું ક્યાં છે?, દિલસેઝ દસ્ત, નવલ નાણાવટી, કાળો નાગ, એક ઝેરને કટોરે, જરની જંજાળ, બેજન મનીજેહ, કજિયાનું કાળબુદ, મહેબતી બજાર, ગુલદસ્તે રમૂજ, જબરદસ્તીનાં લગન, ગાંડા પટેલ, એ કહાનજી કોણ? મેટે ઘરનાં બાઈસાહેબ, ઉઠાવગીર, હમીદા યાને તકદીરને
SR No.032068
Book TitleGranth Ane Granthkar Pustak 09
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1944
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy