SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૨ અભ્યાસથી તેમણે કેટલાંક નાટકો લખેલાં તેમાંનું ‘રામાયણુ’ તખ્તા પર પણ સફળતા મેળવી શક્યું હતું. ઇતિહાસસંશાધનના રસના પરિણામરૂપે તેમણે જેઠવાઓના ઇતિહાસનું સંશોધન કરીને “ મકરધ્વજવંશી મહીપમાલા ” પુસ્તક બહાર પાડયું હતું. ખેતીવાડી અને તુલનાત્મક ધર્મના પણ તેમને ઠીક અભ્યાસ હતા. તેમનું પહેલું લગ્ન વારણા (ભાલ)માં સ્વ. મયા સાથે સં. ૧૯૫૮ માં થએલું, જેમનાથી થએલા પુત્ર તે શ્રી. શાન્તિલાલ પાઠક, બીજાં લગ્ન સં. ૧૯૭૨માં પાલીતાણામાં વિજયાબહેન સાથે થએલું તેમનાથી તેમને ૪ પુત્રા અને ૨ પુત્રી થયાં હતાં: ચિત્તરંજન, જનકરાય, પ્રભાશંકર, હરિકૃષ્ણ; અનસૂયા અને ચંપા. સંવત ૧૯૮૮ ના આષાઢ સુદી ૯ ને રાજ ારબંદર હાઈસ્કૂલમાં કેળવણીના સમારંભ હતા તેમાં ભાષણ કરતાં હૃદય બંધ પડવાથી તેમનું અવસાન થયું હતું. તેમની કૃતિઓની નામાવિલ નીચે મુજબઃ (૧) કુવાભ્યુદય, (૨) વિજ્ઞાનશતક, (૩-૪) ઉપનિષદ ના ઉપદેશ ભાગ ૧–૨ (૫) નૌકાડૂખી (બંગાળીમાંથી ભાષાંતર), (૬) લાવણ્યલતા અને કામાંધ કામિની, (૭) રાણી વ્રજસુંદરી, (૮) રાયચંપક (ઐતિહાસિક નવલકથા), (–૧૦) વ્યવહાર નીતિદર્પણુ ભાગ ૧-૨, (૧૧) બંકીમ નિબંધમાળા (બંગાળીમાંથી અનુવાદ), (૧૨) મકરધ્વજવંશી મહીપમાળા, (૧૩) બાળકાને આનંદ, (૧૪) મુસ્લીમ મહાત્માએ કેટલાંક શાળાપયેગી પુસ્તકા પણ તેમણે લખેલાં, જેવાં કે સંસ્થાન પારમંદરની સંક્ષિપ્ત ભૂંગાળ, ઐતિહાસિક ચરિત્રમાળા ૩ ભાગ, પદાર્થપાઠ ૩ ભાગ, ઇત્યાદિ, તે ઉપરાંત લેાકગીતેા, રાસા, દુહા ઇત્યાદિ તેમણે સંશાધેલાં તે અને તેમણે પોતે લખેલાં દેખદ અને ગેય કાવ્યેાના સંગ્રહ અપ્રસિદ્ધ રહ્યો છે. જહાંગીરજી નસરવાનજી પટેલ–“ગુલફામ’’ પારસી સાહિત્ય જગતમાં ‘ગુલામ’ના તખલ્લુસથી જાણીતા લગભગ પાણાસા જેટલાં પુસ્તકા (નાટકા અને નવઢા)ના લખનાર અને એટલા જ એકધારા કાળા પારસી પત્રકારત્વમાં આપનાર સ્વ. જહાંગીરજી નસરવાનજી પટેલ મુંબઇના એક વિખ્યાત કુટુંબના નખીરા હતા, જેમના નામ પરથી મુંબઈમાં
SR No.032068
Book TitleGranth Ane Granthkar Pustak 09
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1944
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy